તન-મન તરોતાજાં રાખતી તકેદારી
ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે સુગંધ તરફ આકર્ષણ ન અનુભવે. સુંદર આધુનિક સ્ત્રીપુરુષોના શરીરમાંથી આવતી પરસેવાની સ્મેલ બાજુમાં ઊભી વ્યક્તિમાં ઉદાસીનતા જન્માવે છે. ખાસ તો ગરમીની મોસમમાં પરસેવાને અટકાવી શકાતો નથી, પરંતુ સ્વયંને ફ્રેશ અને સુગંધિત તો રાખી જ શકાય છે.
ભારતની ગરમ આબોહવા શરીરમાંથી તીવ્ર દુર્ગંધ ફેલાવવા માટે કારણભૂત છે. તેથી જરૂરી છે કે આપણે કંઈક એવું કરીએ, જેનાથી આપણા શરીરની સ્મેલથી લોકો દૂર ન ભાગે.
તે માટે જરૂરી છે કે શરીરને સ્ક્રબ કરો જેથી મૃત ત્વચા, ગંદકી અને સ્મેલ દૂર થાય. સ્નાન દરમિયાન બગલસ ગરદન અને પગવી સફાઈ પર ખાસ ધ્યાન આપો, કારણ કે આ ભાગોમાં જર્મ્સ અને બોડી ઓડર વધારે હોય છે.
સ્નાન માટે કોઈ સુગંધિત હર્બલ સોપનો ઉપયોગ કરો, જેથી શરીરની બરાબર સફાઈ થાય અથવા નહાવાના પાણીમાં કોલોન નાખો, જે તમને પૂરો દિવસ તાજગીસભર જાળવી રાખશે.
આજકાલ બજારમાં એન્ટિપર્સપાઈરેંટ પ્રોડક્ટ મળે છે. તેના ઉપયોગથી પરસેવો કાઢતાં રોમછિદ્રો બંધ થઈ જાય છે. પરિણામરૂપ પરસેવો ઓછો થાય છે. એવા એન્ટિપર્સપાઈરેંટ ખરીદો, જેમાં ૧૦ થી ૨૫% એલ્યુમિનિયમ સોલ્ટનું કોન્સેન્ટ્રેશન હોય. ધ્યાન રાખો કે કેટલાકને તેના ઉપયોગથી એલર્જી પણ થાય છે, તેથી તેનો ઉપયોગ કરતાં પહેલાં તમારી સ્કિન પર લગાવીને ટેસ્ટ કરી લો. જો અલર્જી ન હોય તો જ તેનો ઉપયોગ કરો.
ગરમીની મોસમમાં
ઘરમાંથી બહાર નીકળતાં પહેલાં કોઈ સારું ડિઓડરન્ટ તમારી બગલ, ગરદન અને સ્કિનફોલ્ડ્સ પર રોલઓન અથવા સ્પ્રે કરો અને તે સુકાય પછી જ કપડાં પહેરો. આ મોસમમાં ભીની સુગંધવાળા સેન્ટ તાજગીનો અહેસાસ કરાવે છે. આ મોસમમાં ફ્લોરલ પર્ફ્યૂમ પણ પસંદ કરવામાં આવે છે.
શરીરમાંથી આવતી સુગંધ આત્મવિશ્વાસ વધારે છે અને ગુડ ફીલિંગ કરાવે છે. તમે ઈચ્છો તો લાંબા સમય સુધી ગુડ ફીલિંગ જાળવવા પુરુષોના ડિઓડરન્ટનો ઉપયોગ પણ કરી શકો છો, કારણ કે તે વધારે સ્ટ્રોંગ હોય છે. જોકે તે તમારી પસંદ પર આધાર રાખે છે કે ભીની-ભીની સુગંધ જોઈએ કે સ્ટ્રોંગ સુગંધ.
બોડી ફ્રેગ્રન્સ માટે કુદરતી વસ્તુઓ, જેમ કે ગુલાબ, ખસ, ચંદન વધારે સારા રહે છે અને તેનાથી શરીર પણ ઠંડું રહે છે.
સ્મેલ
બગલની દુર્ગંધ સૌથી વધારે ધૃણાસ્પદ હોય છે. બગલના વાળ ન માત્ર દુર્ગંધ ફેલાવે છે, બલકે તેમાં બેક્ટેરિયા પણ સહેલાઈથી થાય છે. તેથી બગલના વાળ નિયમિત રીતે સાફ કરો અને કોઈ ને કોઈ ડિઓડરન્ટનો ઉપયોગ કરો. ગરમીની મોસમમાં તો આ ખૂબ જરૂરી છે, ખાસ તો પુરુષો માટે. ડિઓડરન્ટની બોટલને બરાબર હલાવીને ૬ ઈંચના અંતરેથી સ્પ્રે કરો. સ્પ્રે જ્યારે સ્કિનમાં જતું રહે ત્યારે કપડાં પહેરો. આ રીતે કપડાં પર ડાઘ પડવાનો ડર પણ નથી રહેતો અને તેની અસર પણ લાંબા સમય સુધી રહેશે.
ગરમીમાં મોજાંમાંથી ખૂબ દુર્ગંધ આવે છે. તેનાથી બચવા માટે પગમાં ડિઓડરન્ટ સ્પ્રે કર્યા પછી જ બૂટ-મોજાં પહેરો, દુર્ગંધથી બચી જશો
જેથી પરસેવો ઓછો થાય
જ્યારે માથામાં ખૂબ પરસેવો થાય અને વાળમાં ચીકાશ થઈ જાય ત્યારે પણ વિચિત્ર સ્મેલ આવે છે. તેનાથી બચવા માટે વાળને ધોયા પછી છેલ્લે ધોવાના પાણીમાં લીંબુનો રસ અને ગુલાબજળ ઉમેરીને ઉપયોગમાં લો. પૂરો દિવસ તમારો તાજગીભર્યો રહેશે. લીંબુનો રસ અને ગુલાબજળનું મિશ્રણ તમારા વાળની પ્રકૃતિ મુજબ બનાવો.
બગલમાં, પગમાં અને જ્યાં વધારે પરસેવો થતો હોય ત્યાં સફરજનના સરકામાં કોટન ડુબાડી જ્યાં વધારે પરસેવો થતો હોય ત્યાં લગાલો, પરસેવો ઓછો થશે. શહેનાઝ હુસેનના મતે, ''પરસેવો વધારે થતો હોય તો જમતાં પહેલાં થોડો લીંબુ શરબત અથવા આદુંની ચા પી લો અથવા થોડું આદું મીઠું લગાવીને ખાઈ લો, પરસેવો ઓછો થશે. આ હર્બલ ઈલાજ છે.''
પાણીમાં ગુલાબજળ નાખીને સ્નાન કરો અથવા ૧ મોટી ચમચી ફટકડી (પીસેલી) પાણીમાં નાખીને સ્નાન કરો. તેનાથી ત્વચાનાં રોમછિદ્રો નાનાં થશે અને પરસેવો ઓછો થશે.
શરીર મહેકાવવા માટે આજે બજારમાં નાની મોટી કંપનીઓના ડિઓડરન્ટ અને પર્ફ્યૂમની ભરમાર છે. સારી સુગંધથી તાણ તો ઘટે જ છે, તે સાથે નવી ઊર્જાનો પણ સંચાર થાય છે. વર્ષોથી મહિલાઓ સુગંધિત કોસ્મેટિમક્સ અને સેન્ટ અને પર્ફ્યૂમનો ઉપયોગ કરતી આવી છે, તે સાથે પુરુષ વર્ગ પણ સેન્ટ અથવા અત્તરનો હંમેશાથી ઉપયોગ કરતો આવ્યો છે.
કેટલાક ડિઓડરન્ટ જેમ કે, 'ફા', 'મિસ લોમાની', 'એસ્કાડા', 'એવોન' વગેરેમાંથી કોઈપણ મહિલાઓ પોતાની પસંદ અને ખિસ્સાને પરવડે તે ખરીદી શકે છે.
પુરુષ 'પ્લેબોય', 'એક્સ', 'જિલેટ', 'ફરારી', 'બોડીશેપ રોલ ઓન' વગેરેમાંથી મનગમતી સુગંધ પસંદ કરી શકે છે.
હકીકતમાં સુગંધનો સંબંધ લક્ઝરી સાથે નહીં પણ ખુશી, તાજગી અને સંતોષ સાથે છે. તો બસ, મહેકી જાઓ તમે પણ તમારા તનની મહેકથી અને આજુબાજુનું વાતાવરણ પણ મહેકાવો.
- નીપા