Get The App

નવા સ્ટાઈલિશ સ્કાર્ફ

Updated: Jan 13th, 2020

GS TEAM

Google News
Google News
નવા સ્ટાઈલિશ સ્કાર્ફ 1 - image


માથાને રક્ષવા ઈશ્વરે વાળ બક્ષ્યાં, પણ વાળને રક્ષવા માનવીએ શોધી કાઢી હેટ, ટોપી અને સ્કાર્ફ! આપણે ત્યાં યુવતીઓ હેટ પહેરીને ફરે તો જરા અજુગતું લાગે તેવી માન્યતા પ્રવર્તે છે. તેથી સ્કાર્ફ તેને માટે એક માથું ઢાંકતો કટકો રહ્યો છે. સાદી સીધી રીતે માથા પર વાળ-કાનને ઢાંકતા સ્કાર્ફ આપણે વર્ષોથી જોઈએ છીએ. પારસી સ્ત્રીઓમાં તેમ જ યહુદી મહિલાઓનાં સ્કાર્ફને ધાર્મિક વિધિ વખતના એક વસ્ત્રની માફક વણી લેવાયું છે. તેથી આ સ્ત્રીઓ બહુ સાહજિકતાથી સ્કાર્ફ પહેરે છે.

આપણે ત્યાં એક રિવાજ એવો છે કે પ્રસૂતિ પછી મહિલાને કાનમાં સણકા ન આવે, માથામાં દુ:ખાવો ન થાય તેથી માથા પર કાપડનો કટકો બંધાતો, પણ બધી ચીજોમાં ફેશન શોધનારી આધુનિક યુરોપિયન કલાકારોએ યહુદી પ્રજાને તેની બાંધણીમાં પણ વિવિધતા સર્જી દીધી. સ્કૂટર પર લહેરાતા ઝુલ્ફોને રોકવા કે દરિયા કિનારે વાળને રક્ષવા સ્કાર્ફ બંધાય અથવા તો ઠંડા વાયરાને મગજમાં ન પેશવા દેવા માટે સ્કાર્ફ બાંધવામાં નવીનતા સૌને ગમશે. 

અહીં બે સ્કાર્ફનો ઉપયોગ દ્વારા એક નવીન સ્ટાઇલ દર્શાવવામાં આવી છે. બને ત્યાં સુધી સ્કાર્ફ સિલ્કના ન લેતા ટેરીન કે ટેરી વોયલ, ફુલવોયલના કાપડના લેવા. જેની ઇસ્ત્રી ચોળાઈ જતી નથી. વળી સિલ્ક એ ઠંડી ઋતુમાં વધુ ઠંડક પેદા કરે છે. તેથી રક્ષણાત્મક બનતું નથી. અહીં દર્શાવી છે તે સ્ટાઇલ માટે બે સ્કાર્ફ લો, જેમાં બન્નેના રંગ એકદમ કોન્ટ્રાક્ટ (વિરોધાભાસી) હોય તે યોગ્ય છે.

બને તો ચોરસ આકારનો મોટો સ્કાર્ફ લઈ વચ્ચે નહીં, પણ સહેજ આઘેથી વાળી ત્રિકોણ બનાવો અને પછી આગળ કપાળ પર તેની પહોળી બાજુ આવે તે રીતે વીંટાળી દો. ને પાછળ આંટો લઈ સ્કાર્ફની પાછળ તેની એક ગાંઠ વાળો. હવે માથા પર એક સ્કાર્ફ પર બીજા સ્કાર્ફની ત્રિકોણવાળી સાંકડી બે ઈંચની પટ્ટી કરી માથા પર બાંધી પાછલા ભાગમાં ગાંઠ વાળો. આ સ્ટાઇલથી વિરોધાભાસી રંગોના દેખાવ સરસ ઉપસે છે. ઉપરાંત માથા પર પકડ પણ સારી રહે છે. તેથી ખસી જતો નથી અને માથુ ભરેલું મોટું રૂપાળું લાગે છે. સ્કાર્ફ એક નવી સ્ટાઇલ સાથે બંધાયો હોય તો અતિ આધુનિક લાગે છે.

Tags :