સહિયર સમીક્ષા .
હું ૩૨ વર્ષની છું. મને ગર્ભધાનના ર મહિના થયા છે. પરંતુ છેલ્લા એક સપ્તાહથી પેટમાં દરદ રહે છે અને પાણી પણ જાય છે. શું કરવું એ જણાવવા વિનંતી.
હું ૫૦ વર્ષનો છું. મારા લિંગની ચામડી ઊતરેલી છે. એ ફાટી ગઈ હોય એવું લાગે છે. બળતરા થવાથી સમાગમમાં પણ તકલીફ થાય છે. આ ઉપરાંત હું શીઘ્રસ્ખલનની સમસ્યથી પણ પીડાઉં છું. યોગ્ય સલાહ આપશો.
એક ભાઈ(વલસાડ)
પત્નીને યોનિમાર્ગમાં ઇન્ફેકશન હોય કે કોઈ બીજા કારણસર પણ સંભોગ પછી ચામડી લાલ થઈ જાય છે. આ ઉપરાંત ખંજવાળ આવે છે અને બળતરા પણ થાય છે. આનો ઉપચાર જરૂરી છે. આથી સત્વરે તમારા ફેમિલિ ડૉક્ટરની સલાહ લો. શીઘ્રસ્ખલનને કારણે પણ તમારી તકલીફ વધી શકે છે. આ ઉપરાંત વધુ પડતી કામોત્તેજના. લિંગના આગળના લાલ ભાગમાં વધુ પડતી સંવેદનશીલતા, પ્રોસ્ટેટમાં ઇન્ફેકશન કે ડાયાબિટિસની શરૂઆતને કારણે પણ શીઘ્ર સ્ખલનની સમસ્યા સતાવે છે. યોગ્ય કારણ જાણીને ઉપચાર કરો.
હું ૨૭ વર્ષની છું. મારા લગ્ન થયે છ મહિના થયા છે. મને સમાગમ દરમિયાન ઘણું દર્દ થાય છે. ડૉક્ટર કહે છે કે મારા ગર્ભાશયમાં ગાંઠ છે. અને એ માટે ઓપરેશન જરૂરી છે. શું ઓપરેશન સિવાય બીજો કોઈ વિકલ્પ છે? શું હું માતા બની શકીશ?
એક બહેન (મુંબઈ)
સંબંધ બનાવતી વખતે થતા દર્દનું કારણ ઇન્ફેકશન પણ હોઈ શકે છે. લગ્નના શરૂઆતના તબક્કામાં આ તકલીફ થાય છે. આ માટે સફાઈનું ધ્યાન રાખવું જોઈએ. ગાંઠ એટલે ફાઈબ્રોઈડનો પ્રશ્ન છે તો આ કારણે સમાગમ દરમિયાન દુ:ખાવો થતો નથી આને કારણે માસિક દરમિયાન દરદ કે વધુ પડતો રક્તસ્ત્રાવ થઈ શકે છે. ગાંઠ કાઢ્યા પછી ગર્ભધારણ કરવામાં કોઈ તકલીફ થશે નહીં. આથી કોઈ સારા ગાયનેકોલોજીસ્ટને દેખાડી તેમની સલાહ પ્રમાણે ઉપચાર કરાવો. ચિંતા કરવાની જરૂર નથી. બધુ ઠીક થઈ જશે.
હું ૧૮ વરસની છું. મારા બન્ને સ્તનમાં ગાંઠો થઈ છે. પહેલા આ ગાંઠો નાની હતી. દબાવવાથી દુ:ખતી પણ નહોતી, પરંતુ હવે મોટી થઈ ગઈ છે અને દુ:ખે પણ છે. મારા સ્તનોનો વિકાસ પણ વ્યવસ્થિત થયો નથી. શંુ મને સ્તન કેન્સર હશે? મારી મૂંઝવણ દૂર કરવા વિનંતી.
એક યુવતી (અમદાવાદ)
સૌપ્રથમ જણાવવાનું કે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની શક્યતા મિડલ એજ કે એ પછી જ હોય છે. આથી તમારે આ બાબતની ચિંતા કરવાની જરૂર નથી. આ ઉપરાંત તમારી ઉંમરમાં આ ફરિયાદ સામાન્ય છે. આમ છતાં બેધ્યાન રહી પછીથી પસ્તાવા કરતા અગમચેતી વાપરી ડૉક્ટરની સલાહ લેવામાં જ ભલાઈ છે. આથી તમે કોઈ સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કરી જરૂરી એવી ટેસ્ટ કરાવી લો. જેથી શંકાનું સમાધાન થઈ જાય. ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
હું ૩૨ વર્ષની છંુ. મને ચાર મહિના થયા છે. પરંતુ છેલ્લા એક સપ્તાહથી પેટમાં દરદ રહે છે અને પાણી પણ જાય છે. શું કરવું એ જણાવવા વિનંતી.
એક મહિલા (વડોદરા)
તમે આટલા દિવસ શાંત કેમ બેસી રહ્યા? તમારે તરત જ તમારા ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરવો જોઈતો હતો. હજુ પણ મોડું થયું નથી. ગાયનેકોલોજીસ્ટને મળી યોગ્ય ઉપચાર કરાવો. આમ યોનિમાં ઇન્ફેકશનને કારણે પણ થઈ શકે છે. આને કારણે સમય પૂર્વે લેબર પેઈન શરૂ થવાની કે પ્રી-મેચ્યોર ડિલિવરી થવાની શક્યતા છે. આ ગંભીર બાબત છે. આથી સમય ગુમાવ્યા વિના તમારા ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો.
પ્રશ્ન : હું ૨૨ વર્ષની યુવતી છું. લગ્નને હજુ ચાર-પાંચ દિવસ જ થયા છે. મેં સાંભળ્યંુ હતું કે શરીર સંબંધમાં ઘણો આનંદ મળે છે, પરંતુ મને તો તે પીડાદાયક લાગે છે. હું જાણવા ઇચ્છંુ છું કે ક્યાંક એવું તો નહીં હોય ને કે મારામાં સેક્સની ઊણપ હોય. આ માટે કોની સલાહ લઉં?
એક યુવતી (પાદરા)
ઉત્તર : પ્રારંભમાં યુવતીનાં અંગોમાં કસાવ હોય છે, જેના કારણે શારીરિક સંબંધ દરમિયાન થોડી પીડા થાય છે. થોડા સમય પછી તમને પીડા થશે નહીં. આ સિવાય શરીર સંબંધમાં એકદમ પ્રવૃત્ત થાવ એ પહેલાં મધુર સ્પર્શ, ચુંબન, આલિંગન વગેરે રતિક્રીડા કરવાથી શરીર સંબંધ આનંદભર્યો બને છે.
છતાં પણ તમારી મૂંઝવણ દૂર ન થાય તો તમે કોઈ સેક્સનિષ્ણાતની સલાહ લઈ શકો છો.
-નયના