Get The App

જમરૂખના ફાયદાકારક પાન

Updated: Mar 16th, 2020

GS TEAM

Google News
Google News
જમરૂખના ફાયદાકારક પાન 1 - image


જમરૂખ ફળ તો ગુણકારી છે, પરંતુ તેના પાનમાં પણ ઘણા ઔષધીય ગુણ સમાયેલા છે. જેના સેવનથી સ્વાસ્થયને લાભ થાય છે. 

પ્લેટલેસ વધે છે

જમરૂખના પાનનો રસ પીવાનો સૌથી વધુ ફાયદો ડેન્ગ્યુના દરદીઓને થાય છે. પેરૂના પાનનો રસ પીવાથી પ્લેટલેસ ઝડપથી વધે છે. વાસ્તવમાં જમરઋખના પાનના જ્યુસમાં મેગાકૈરો પિયોસિસ વધારવાનો ઓષધીય ગુણ છે. તેથી જ ડેન્ગ્યુના દરદીઓને આ રસ પીવાની સલાહ આપવામાં આવે છે.

જખમ રૂઝાવવામાં મદદગાર

જમરૂખના પાનનો રસ ઘા રૂઝવવા માટે પણ ઉપયોગી છે. એક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે, પેરૂના પાનમાં એન્ટીસેપ્ટિક ગુણ સમાયેલા છે જેથી તેના પીવાથી ઘા જલદી રૂઝાઇ જાય છે. 

મસલ્સને સ્મૂધ કરે છે

પેરૂના પાન માંસપેશિયોને સ્મૂધ કરે છે. તેના પાનના જ્યુસમાં ક્યુસર્ટિન નામનો પૌષ્ટિક તત્વ સમાયેલું  છે.  જે  પીવાથી મસલ્સને આરામ મળે છે. 

ડાયાબિટિસમાં ફાયદાકારક

પેરૂના પાનમાં એન્ટિબાયોટિક તત્વ સમાયેલુ છે જેથી પાનનો રસ પીવાથી ડાયાબિટસમાં સુધારો કરે છે. 

મુખમાંના છાલા

પેટ બરાબર સાફ ન થતું હોય તો મુખમાં છાલા પડવાની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં   જમરૂખના પાનના રસનું દિવસમા ંબે વખત સેવન કરવું. 

પાચનક્રિયા સુધારે

તેમાં ફાઇબરની પ્રયાપ્ત માત્રા સમાયેલા છે. તેથી તેના જ્યુસના સેવનથી પાચનક્રિયા   સુધરે છે. તેમજ કબજિયાતની તકલીફ હોય તો રાહત થાય છે. 

હૃદયને રાખે સ્વસ્થ

હૃદયને સ્વસ્થ રાખવા માટે પેરૂના પાનનોજ્યુસ પીવાથી રાહત થાય છે. વાસ્તવમાં તેમાં કાર્ડિયોપ્રોટેકટિવ ગુણ સમાયેલા છે, જે હૃદયને સ્વસ્થ રાખવા માટે લાભદાયક છે. 

- મીનાક્ષી તિવારી

Tags :