ડોશી બની લક્કડખોદ .
મધપૂડો - હરીશ નાયક .
ડોશીએ બનાવી કેક, પણ એવી કઠ્ઠણ કઠ્ઠણ કે તોડી ન શકે કોઇ, પલટણ પલટણ ડોશી બની લક્કડખોદ
ડોશીએ નાની કેક બનાવી. પણ જ્યારે કેક તૈયાર થઇ ત્યારે એ કેક આપી દેતાં પણ જીવ ચાલ્યો નહિ
ડોશી બિચારી ધર્મસંકટમાં મૂકાઇ ગઇ. જો તે ભિખારીને કેક આપી દે, તો તે ભૂખી રહે અને ન આપે તો દયા ન કરવાનું પાપ લાગે
લક્કડખોદનો જન્મ કેવી રીતે થયો તે વિષેની આ મઝેદાર લોકકથા છે. આ લોકકથા ઠેઠ નોર્વેથી આપણે ત્યાં ચાલી આવી છે.
એક ઘણી જ ઘરડી ડોશી હતી. ડોશી ખાવાનું સરસમાં સરસ બનાવે પણ તે ઉદાર ન હતી.
એક વખત ઠંડીની રાત હતી. ડોશીએ ખૂબ જ મજેદાર કેક બનાવી. કેક એવી તો સરસ હતી કે મોઢામાં પાણી આવી જાય.
પણ ડોશી જાતે ખાવા જાય ત્યાં જ બારણે કોઇક આવીને ઊભું રહ્યું.
એક ભિખારી હતો. તે કહે: 'માજી ! બે દિવસથી ખાવા મળ્યું નથી. કંઇક આપશો ?'
ડોશી બિચારી ધર્મસંકટમાં મૂકાઇ ગઇ. જો તે ભિખારીને કેક આપી દે, તો તે ભૂખી રહે અને ન આપે તો દયા ન કરવાનું પાપ લાગે.
છેવટે તે કહે: 'ભાઇ આ કેક તો તારે માટે ઘણી મોટી છે. ઊભો રહે. તમારે માટે નાની કેક બનાવી દઉં.'
ડોશીએ નાની કેક બનાવી. પણ જ્યારે કેક તૈયાર થઇ ત્યારે એ કેક આપી દેતાં પણ જીવ ચાલ્યો નહિ.
તે ભિખારીને કહે: આ કેક પણ મોટી છે. ઊભો રહે તેને આથી પણ નાની કેક બનાવી દઉં.'
ડોશીએ ત્રીજી કેક બાવી.
ભિખારીને આપતા તેનો જીવ ચાલ્યો નહિ.
તે કહે: 'અરેરે, આ કેક પણ મોટી થઇ ગઇ. લાવ જરા નાની બનાવી દઉં' એમ કરતી કરતી ડોશી વધુ ને વધુ નાની કેક બનાવતી ગઇ. તે માત્ર નાની જ કેક બનાવતી નહિ. પણ કેક વધુ ને વધુ નાની બનાવતી ગઇ. કેક વધુ ને વધુ કઠણ બનાવતી ગઇ.'
છેવટે સૌથી નાની કેક તેણે બનાવી, તે આવી તો કઠણ હતી કે બિચારો ભિખારી તે ખાઇ જ શક્યો નહિ.
ડોશી કહે: 'આવી સરસ કેક તું ન ખાઇ શકે તો એમાં મારો શો વાંક ?'
તેને આપવાનું પુણ્ય મળ્યું. અંતે ભિખારીએ કેક ન ખાધી એટલે તેની કેક પણ બચી ગઇ.
આમ તેને બેવડો ફાયદો થયો.
ભિખારી નિરાશ થઇને ત્યાંથી ચાલ્યો ગયો. પછી નિરાંતે ડોશી કેક ખાવા બેઠી. પણ ભિખારી ખાઇ ન શકે એટલા માટે તેણે ઘણી બધી કેક એવી તો કઠણ બનાવી હતી કે હવે તે જાતે પણ એ કેક ખાઇ શકતી ન હતી. ઠંડીમાં પડી પડી અગાઉની સારી કેક પણ લાકડા જેવી બની ગઇ હતી.
એ લાકડાં જેવી કેકોમાં મોઢું મારી મારીને ડોશીનું મોઢું લાંબુ થઇ ગયું. એ મોઢું પછી લાંબી ચાંચમાં ફેરવાઇ ગયું.
સમય જતાં એ ડોશી જાતે જ લક્કડખોદ નામનું પક્ષી બની ગઇ અને આજે પણ એ ડોશી લાકડામાં ચાંચ માર્યા કરે છે.