Get The App

રાસાયણિક તત્ત્વોનું જાણવા જેવું

Updated: Feb 8th, 2020

GS TEAM

Google News
Google News
રાસાયણિક તત્ત્વોનું જાણવા જેવું 1 - image


તત્ત્વ કે એલિમેન્ટ એટલે એવો પદાર્થ કે જ પૃથ્વીમાંથી મૂળભૂત સ્વરૂપે મળે અને અન્ય પદાર્થ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને નવો પદાર્થ બને. જેમકે પાણી એ ઓક્સિજન અને હાઈડ્રોજન એમ બે તત્ત્વોનું સંયોજન છે. પૃથ્વી પર કુલ ૧૧૪ તત્ત્વો હોવાનું શોધાયું છે. સંશોધકો નવા તત્ત્વો શોધી રહ્યા છે.

બ્રહ્માંડમાં સૌથી વધુ હાઈડ્રોજન છે. પૃથ્વીના વાતાવરણમાં સૌથી વધુ નાઈટ્રોજન અને પેટાળમાં સૌથી વધુ લોખંડ છે. પારો અને બ્રોમાઈન આ બે તત્ત્વો સામાન્ય તાપમાને પ્રવાહી રહે છે.સૌથી હળવું તત્ત્વ હાઈડ્રોજન છે. તેના એક ઘન સેન્ટિમીટરનું વજન ૦.૦૦૦૦૮૯ ગ્રામ થાય.બ્રહ્માંડમાં સૌથી ઓછું તત્ત્વ રેડોન છે તે રેડિયો એક્ટિવ વાયુ છે.

Tags :