ધૂમકેતુ વિશે આટલું જાણો
*ધૂમકેતનું કેન્દ્ર બરફનું બનેલું હોય છે. દરેક ધૂમકેતુના કેન્દ્ર જુદાં જુદાં કદનાં એક મીટરથી માંડી હજારો કિલોમીટરના વ્યાસના હોય છે. ધૂમકેતુ સૂર્ય નજીકથી પસાર થાય ત્યારે પોતાનું થોડું દળ ગુમાવે છે. કાળક્રમે ધૂમકેતુ બધું જ દળ ગુમાવી તૂટી પડે છે.
*ધૂમકેતુના કેન્દ્રમાં રહેલો બરફ થીંજેલું પાણી નહી પણ જામેલા મિથેન, એમોનિયા અને કાર્બન ડાયોક્સાઈડ વાયુઓ છે. તેમાં રજકણો અને અન્ય અવકાશી ઘન કણો પણ હોય છે.
*ધૂમકેતુ પર પડતા પ્રકાશના કિરણોમાંથી ૯૬ ટકા કિરણોનું શોષણ થાય છે. બાકીના ૪ ટકા કિરણોનું પરાવર્તન કરે છે. ધૂમકેતુ ખૂબજ ઝડપથી ગતિ કરે છે ત્યારે તેના કેન્દ્રની આસપાસના ધૂળ વગેરેના રજકણો પાછળની તરફ ફંગોળાઈને પૂંછડી જેવો આકાર બને છે તેથી તેને પૂંછડિયા તારા પણ કહે છે.
*સૂર્યમાળામાં ૩૦૦૦ જેટલા ધૂમકેતુઓ ફરી રહ્યા છે.