Get The App

આ વાત જાણો છો ? .

Updated: Nov 1st, 2019

GS TEAM

Google News
Google News
આ વાત જાણો છો ?                                     . 1 - image


અંગ્રેજીમાં પખવાડિયાને 'ફોર્ટનાઈટ' કહે છે તે ૧૪ રાત્રિનો સમયગાળો છે. ૧૫ દિવસનો નહીં.

જહાજની નીચે દરિયાની ઊંડાઈ માપવા માટે બેથોમીટર વપરાય છે.

બ્લડ પ્રેશર માપવાના સાધનને 'સ્ફીગ્મોમેનોમીટર' કહે છે.

સામાન્ય વીજળીનો ચમકારો ચાર ઇંચ પહોળો અને લગભગ ત્રણ કિલોમીટર લાંબો હોય છે.

ભૂકંપની તીવ્રતામાં રિક્ટર સ્કેલના પ્રત્યેક આંક ૩૨ ગણી શક્તિનો ગણાય છે. ૫ની તીવ્રતાના ભૂકંપ કરતાં છની તીવ્રતાનો ભૂકંપ ૩૨ ગણો શક્તિશાળી હોય છે.

પૃથ્વી પર આદિકાળમાં વસનારા પ્રાણીઓ પૈકી ૯૯.૯૯ ટકા પ્રાણી માનવીની ઉત્પત્તિ પહેલાં જ નાશ પામેલા.

૧૦ ઇંચ બરફવર્ષાનું પ્રમાણ એક ઇંચ પાણીની વર્ષા જેટલું થાય. 

Tags :