Get The App

વિશ્વવંદનીય યુગવિભૂતિને કરોડો વંદન..

મુંબઈને આગણે પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મોત્સવ દબદબાભેર ઉજવાશે

Updated: Nov 28th, 2019

GS TEAM

Google News
Google News
વિશ્વવંદનીય યુગવિભૂતિને કરોડો વંદન.. 1 - image


પ્રમુખસ્વામી મહારાજ એટલે બ્રહ્મતેજથી દિપ્તિમાન, દિવ્યકલ્યાણ ગુણોથી સુરભિત પરમાત્માનું મનભાવન શાશ્વત સદન... આધ્યાત્મિકતા અને લોકસેવાઓનો વિરલ સમન્વય એટલે પ્રમુખસ્વામી મહારાજ...

પ્રમુખસ્વામી મહારાજ એટલે અપાર વાત્સલ્ય, અસીમ સાધુતા, અમાપ ધૈર્ય, અતૂટશ્રદ્ધા. અહંકારશૂન્યતા, ક્ષમાશીલ, અજાતશત્રુ, પવિત્ર, ઉદાર, આર્ષદ્રષ્ટા, અને અનંત વિશ્વહિત ભાવનાઓથી મઘમઘતું વસુંધરાનું જંગમ અષ્ટદલ.. પ્રમુખસ્વામી મહારાજ એટલે બ્રહ્મતેજથી દિપ્તિમાન, દિવ્યકલ્યાણ ગુણોથી સુરભિત પરમાત્માનું મનભાવન શાશ્વત સદન... આધ્યાત્મિકતા અને લોકસેવાઓનો વિરલ સમન્વય એટલે પ્રમુખસ્વામી મહારાજ.. 

હેત અને કરૂણાના પાતાળઝેરથી ઝરતું એમનું ઉદાર અનુભવામૃત- પ્રેરણાવચનો અત્રે પ્રસ્તુત છે. એમની અફાટ વહેતી અમૃતધુનીની ધુંઆધારમાંથી ઝીલેલાં થોડાંક મધુકણ પણ સેવન કરનાર સૌને શાશ્વત શાંતિના મધુવનમાં મહાલતા કરશે.

- સુખ ભગવાને આપ્યું છે દુ:ખ પણ એણે જ આપ્યું છે, એવું સમજે તો કોઈ ઉપર રાગદ્વેષ થાય નહીં.

- આ દુનિયામાં ચારિત્ર્યહીન માણસોની કોઈ કિંમત નથી. ચારિત્ર્ય હોય ત્યાં ભગવાન હોય. ચારિત્ર્ય એ પાયો છે. ચારિત્ર્ય ચૂક્યા તો જીવનની ઇમારત પડતા વાર નહીં લાગે. આચાર-વિચાર શુદ્ધ રાખવા.

- ઘરસભા એ ઘરની શોભા છે. ઘરસભામાં ભેગા બેસીને સારા વિચારોની આપલે કરો. ભગવાનની સ્તુતિ, ભજન કરો, ભગવાનને સંભારો એકબીજાને સમજવા પ્રયત્ન કરો, થોડુ સહન કરવુ, થોડુ લેટગો કરવુ, મનગમતુ મુકવુ. તેનાથી ઘરમાં જરૂર શાંતિ આવે છે. ઘરસભાથી બાળકોને પણ સારા સંસ્કાર મળે છે. માટે ઘરસભા કરીને ઘરને મંદિર જેવુ પવિત્ર અને આદર્શ બનાવો.

- બાળકને નાનપણથી જ સંસ્કાર હોય તો ભવિષ્ય ઊજળુ છે. જેટલા સંસ્કાર આપશો તેટલો આપણને ને સમાજને લાભ છે. આપણે સત્સંગ કરીએ અને બાળકોને પણ આ સત્સંગની સંપત્તિ આપીએ.

- જો સંતનો સમાગમ અને મંદિરનો યોગ હશે તો ટી.વી.ના ઝેરથી બચી શક્શો. 

- બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે. બીજાના સુખમાં આપણું સુખ છે. બીજાના આનંદમાં આપણો આનંદ છે. સુખની ચાવી જ આ છે.

- પરસ્પર પ્રીતિ પ્રસરાવે એ જ ધર્મ. દરેક કાર્યમાં પ્રભુનાં કર્તાપણાનું અનુસંઘાન એ ભક્તિ. ભગવાન અને સંતને જાણવા, સમજવા અને રાજી કરવા એ જ બુદ્ધિ.

- ભજન કરવું. કથાવાર્તા કરવી કે સેવા કરવી એમાં ભગવાન પ્રસન્ન થાય એટલું જ માંગવું, એમાં બધી આવી જાય. ભગવાનની પ્રસન્નતામાં બધુ જ મળે છે. આ લોકના સંસાર-વહેવારમાં પણ શાંતિ મળે છે ને છેવટે અક્ષરધામનું શાશ્વત સુખ મળે છે એટલે ભગવાનના રાજીપામાં ધાર્યુ હોય એના કરતા વધારે મળી જાય છે.

- સારા કાર્યમાં કે કોઈપણ કાર્યમાં મુશ્કેલીઓ તો આવવાની જ છે, પણ જો દ્રઢતા હોય, ભગવાનમાં નિષ્ઠા હોય, આત્મવિશ્વાસ હોય અને ભગવાનને ભગવાનના સંતનું બળ હોય તો કામ થાય જ છે. જેને ભગવાનનું બળ છે એને બીજું કોઈ કાંઈ કરી શક્શે નહીં. સર્વથી શ્રેષ્ઠ ઇષ્ટબળ છે. જેના પક્ષમાં ભગવાન છે એનો વિજ્ય જ છે.

એક મહાન સર્જક, મહાન લોકસેવક, મહાન પથદર્શક, સમસ્ત માનવજાતને ધન્ય કરનાર અને દિવ્ય સંતવિભૂતિ પરમ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્ધિ મહોત્સવપર્વના ઉપક્રમે આ વર્ષે ગુરૂહરિ પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ પ્રમુખસ્વામી મહારાજના સ્વરૂપસમા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની પ્રત્યક્ષ નિશ્રામાં તા.૦૪-૧૨-૨૦૧૯ને બુધવારના રોજ મુંબઈ ખાતે ખુબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાશે. 

- કિશોર ગજ્જર    

Tags :