મસાજ કરવાથી શિશુઓની ઊંઘ વધે
એવું માનવામાં આવે છે કે નવજાત બાળકો જેટલું વધુ ઊંઘે એટલું સારી રીતે તેમનું મગજ વિકસી શકે છે. બ્રિટનની વોરવિક મેડિકલ સ્કૂલના સંશોધકોએ કરેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે નવજાત શિશુઓને મસાજ કરવામાં આવે તો તેમને ગાઢ નિદ્રા આવે છે અને તેઓ ઓછું રડે છે.
મસાજ કરવાથી શિશુઓમાં સ્ટ્રેસનું પ્રમાણ પણ ઘટે છે અને માતા-પિતા સાથેનો શિશુનો સંબંધ પણ વધુ ગાઢ બને છે. છ મહિનાથી નાનાં શિશુઓને મસાજ કરવાથી સ્ટ્રેસ હોર્મોન કોર્ટિઝોલની માત્રા ઘટે છે અને સ્લીપ હોર્મોન મેલેટોનિનનું પ્રમાણ વધે છે.
જેને લીધે બાળક ખલેલ વિના ઊંઘી જાય છે. માતા પોતે તેના શિશુને મસાજ કરે તો ડિલિવરી પછીના ડિપ્રેશનના તબક્કામાંથી તે જલદી બહાર નીકળી જાય છે.