Get The App

આપણી આંગળીમાં સાંધા અને ટચાકા

Updated: Oct 18th, 2019

GS TEAM

Google News
Google News
આપણી આંગળીમાં સાંધા અને ટચાકા 1 - image


ખૂબ કામ કરીને થાકી ગયા બાદ હાથપગની આંગળી ખેંચવાથી કે સાંધા પર દબાણ આપવાથી ટચાકા જેવો અવાજ થાય છે. અને હળવાશ અનુભવાય છે. થાક ઉતારવા માટે ઘણા લોકો આ ઉપાય અજમાવે છે. હાથની આંગળીમાં નાના ત્રણ હાડકા હોય છે તેને વેઢા પણ કહે છે. આ હાડકા મિજાગરા જેવા એક તરફ વળી શકે તેવા સાંધાથી જોડાયેલા હોય છે. 

હાથ વડે આપણે અનેક કામ કરીએ છીએ. આ સાંધાના કારણે આપણે મૂઠ્ઠી વાળવા ઉપરાંત ઘણી ચીજો પકડવા લેવા મૂકવા ઉપયોગી થાય છે. આ સાંધાને સૌથી વધુ ઘસારો લાગે છે. આ સાંધાના રક્ષણ માટે તેમાં તૈલી પદાર્થ હોય છે.  અને તેની આસપાસ વાયુ પણ હોય છે. સાંધામાં રહેલા વાયુમાં વધઘટ થતી રહે છે. આંગળી ખેંચવાથી કે દબાણ આપવાથી આ વાયુ છુટો પડી ટચાકા જેવો અવાજ કરે છે. અને સાંધામાં હળવાશ થાય છે.

Tags :