Get The App

કેલ્ક્યૂલેટરની શોધનો રસપ્રદ ઈતિહાસ

Updated: Mar 13th, 2020

GS TEAM

Google News
Google News
કેલ્ક્યૂલેટરની શોધનો રસપ્રદ ઈતિહાસ 1 - image


આજે આપણી પાસે ગણતરી કરવા માટે શક્તિશાળી કમ્પ્યુટર અને કેલ્ક્યૂલેટર છે. આ ઈલેક્ટ્રોનિક સાધનો વીજળી વડે ચાલે છે. પરંતુ વીજળીના ઉપયોગની શોધ નહોતી થઈ ત્યારે પણ કેટલાક વિજ્ઞાાનીઓએ ગણતરીઓ કરવા માટે સાધનો બનાવેલા અને યાંત્રિક કેલ્ક્યૂલેટરનો પાયો નાખેલો. વીજળી વિના ચાલતા આ સાધનોની વાત પણ રસપ્રદ છે.

ઈ.સ. ૧૬૧૭માં વિશ્વનું પ્રથમ કાર્યક્ષમ કેલક્યૂલેટર જ્હોન નેપિયર નામના વિજ્ઞાાનીએ બનાવેલું. કહેવાય છે કે આ માણસ પાગલ હતો. તેણે લાકડાના લાંબા ટૂકડા પર વિવિધ આંકડા લખીને એવી ગોઠવણી કરી કે લાકડાને આઘાપાછા કરીને સંખ્યાઓના ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી ઝડપથી કરી શકાય.

આ સાધનને લોગરિધમ કહેતાં. આ સાધનના ઉપયોગ માટે તાલીમ લેવી પડતી. તેના જેવું જ બીજું સાધન લાંબા સળિયા પર ગોળા પરોવેલું એબાકસ હતું. આ બંને શોધના કારણે ગણતરીઓ સરળ બનાવવાની દિશા મળેલી. વિલ્હેમ શિકોર્ડે નામના જર્મન વિજ્ઞાાનીએ ઈ.સ. ૧૬૨૩માં ઘડિયાળ જેવું કેલ્ક્યૂલેટર બનાવેલું તેના ચંદાઓ ફેરવીને વિવિધ આંકની ગોઠવણીથી ગણતરી થઈ શકતી.

ઈ.સ. ૧૬૪૨માં બ્લેઝ પાસ્કલે ૮ આંકડાની રકમના સરવાળા બાદબાકી કરી શકે તેવું યંત્ર બનાવેલું. તેમાં વિવિધ ચક્રો હતાં. એક ચક્ર ફેરવવાથી તેના પ્રમાણમાં બીજાં ચક્રો ફરે અને તેની ઉપર લખેલા આંકડા તે મુજબ ગોઠવાઈને જવાબ મળે. વિલ્હેમ લીબનિઝે ૧૦ ભૂંગળી વાળું કેલક્યૂલેટર બનાવ્યું. તેને સ્ટેપ રેકનર કહેતાં. એક આડા નળાકાર પર આંકડા લખેલી ભૂંગળીઓ વારાફરતી ખસી શકે તે રીતે ગોઠવાયેલી. દશાંશ પધ્ધતિની શરૂઆત આ યંત્રથી થયેલી. આ બધા મશીનોમાં વીજળીનો ઉપયોગ નહોતો. હાથ વડે સંચાલન થતું. આજે આ મશીનો રમકડાં જેવા લાગે પરંતુ કમ્પ્યુટર અને કેલક્યૂલેટરની શોધના પાયામાં આ રમકડાંની જ ભૂમિકા હતી.

Tags :