Get The App

97 વર્ષની આદરણીય પદ્મશ્રી યુવતી નાનમલ્લથી

Updated: Nov 1st, 2019

GS TEAM

Google News
Google News

કોઇમ્બતુરમાં વીસ હજારથી વધુ શિક્ષણાર્થીઓને માર્ગદર્શન આપનારાં આ વૃદ્ધા આરોગ્યમય જીવન જીવી રહ્યાં છે. ડેક્કન હેરાલ્ડ જણાવે છે કે 97 વર્ષના શ્રી નાનમલ્લથી આરોગ્ય અને યોગનું સુંદર સમન્વય કરાવે છે

ભારત દેશ રત્નગર્ભા છે. અગણિત રત્નો વિવિધ ક્ષેત્રો દ્વારા આપી રહ્યાં છે. ભારતના ૯૭ વર્ષના આ નારીનું નામ નાનમલ્લથી છે. ફક્ત આઠ વર્ષની વયે યોગક્ષેત્રના પાયાનું જ્ઞાાન મેળવનાર આ પ્રેરણામય મૈયાના પિતા માર્શલ આર્ટના જ્ઞાાની હતા. વયોવૃદ્ધ યોગાચાર્યા નાનમલ્લથી નિયમિત ૧૦૦થી વધુ બાળકોને યોગનું પરિણામલક્ષી શિક્ષણ આપે છે. સવારે તેઓ દરરોજ ૫૦૦ મિલિલિટર પાણી પીએ છે. લીમડાનું દાંતણ કરે છે. નાનમલ્લથી દૂધ, મધ, હળદર, શાકભાજી, કાંજી જેવો ફાયબર અને કેલ્શીયમ સભર આહાર લે છે.

આજે ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ સમગ્ર જગતમાં યોગનું સઘન, સરસ અને અર્થોચિત્ત શિક્ષણ આપી રહ્યાં છે. કોઇમ્બતુરમાં વીસ હજારથી વધુ શિક્ષણાર્થીઓને માર્ગદર્શન આપનારાં આ વૃદ્ધા આરોગ્યમય જીવન જીવી રહ્યાં છે. ડેક્કન હેરાલ્ડ જણાવે છે કે ૯૭ વર્ષના શ્રી નાનમલ્લથી આરોગ્ય અને યોગનું સુંદર સમન્વય કરાવે છે.

સરકાર દ્વારા તેમને 'પદ્મશ્રી' યોગ, કન્યાકેળવણી, કસરત અને સ્વાસ્થ્ય અંગેનું ઉત્કૃષ્ટ જ્ઞાાન છે. ભગીરથ કાર્ય કરનારાં આ નારીરત્નને યોગાચાર્યની પદવીઓની ખૂબ ઓફર મળી હતી પણ તેમણે સ્વેચ્છાએ નકારી હતી. શ્રી નાનમલ્લથી નિયમિત વિવિધ સંસ્થાઓમાં જઈને પોતાના અનુભવનો અર્ક પીરસી રહ્યા છે. તેમના કુટુંબના ૩૬ સભ્યો આ અમોઘ યોગ વિષયનું શિક્ષણ લઈ રહ્યાં છે.

વંદન કરોડો નાનમલ્લથીને,

યોગ દ્વારા અનેક કાર્યો કર્યા...

૯૭ વર્ષના આ નારીરત્નએ.

આરોગ્યના રખોપાં કર્યા....

- હિતેશકુમાર જોશી

Tags :