Get The App

જિંદગીનાં સર્વશ્રેષ્ઠ આશીર્વાદ

શ્રીરામનું માથું, હનુમાનનું પુચ્છ

Updated: Oct 4th, 2019

GS TEAM

Google News
Google News
જિંદગીનાં સર્વશ્રેષ્ઠ આશીર્વાદ 1 - image


હનુમાન અને રામ સામસામા મળે તો એકબીજાને નમસ્કાર કરે જ. થોડી વાર એ જ રીતે ઊભા રહે. હાથ જોડેલા જ રાખે. પ્રેમભરી વાતો કરે. હસે. આનંદ પામે.

નારદજીએ ભગવાન અને ભક્તને આ સ્વરૃપમાં જોયા. હોઠ ઉપર મરક મરક મલકાટ આવી ગયો. રામ તો કંઈ ન બોલ્યા. હનુમાને પૂછી લીધું :

''મારા નમનમાં કોઈ ખામી રહી ગઈ મૂનિરાજ?''

''અરે ના રે'' નારદજી કહે, ''આપના નમનમાં કંઈ ખામી રહે ખરી? આપનું વંદન તો સંસારમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વંદન. આપને વંદન-હસ્ત જોઈને તો સ્વર્ગના દેવ-દેવીઓને પણ વંદન કરતાં શીખવું પડે.''

''તો પછી રહસ્યમૂનિ,'' હનુમાને સ્પષ્ટ પૂછયું : ''આ ચહેરા પર ભેદ ભરેલો મલકાટ કેમ?''

''વાત કંઈ નથી,'' નારદજી કહે : ''અને ભેદ વળી કેવો? આ તો... મને એક પ્રશ્ન થયો...''

''જાહેર કરો.''

''કે શ્રીરામ તો ભગવાન,'' નારદ કહે : ''ઊભા ઊભા જ આશીર્વાદ આપે. પણ ભક્તોએ તો વાંકા વળીને, કમર નમાવીને, શિર નીચું કરીને જ નમન-વંદન કરવા જોઈએ, એવું મારું માનવું છે બજરંગબલી! જો ભક્તના હસ્ત ભગવાનના ચરણ સ્પર્શ કરે તો જ તે નમસ્કાર ભગવાન સુધી પહોંચે. સાચા આશીર્વાદના અધિકારી બને.''

''ઓહોહો,'' હનુમાન કહે, ''એટલું જ ને!'' કહીને તેઓ ઝૂકવા લાગ્યા. વાંકા વળ્યા. તેમના હાથ ભગવાન રામના ચરણ સ્પર્શ કરવા લાગ્યા...''

પણ ત્યાં જ ન થવાનું થયું. અથવા કહો કે જે થવું જોઈએ તે જ થયું. હનુમાનજીનું ગોળાકાર પૂંછડું ઉપર થઈને ઠેઠ શ્રીરામના માથા સુધી પહોંચ્યું.

- હરીશ નાયક

Tags :