હેઈલી સ્ટેનફેલ્ડે એક્સ બોયફ્રેન્ડ નિઓલ હોરાન પર ગીતના શબ્દો દ્વારા સંગીતમય આરોપ મૂક્યો
સિંગર અને એક્ટર હેઈલી સ્ટેનફેલ્ડે તાજેતરમાં પોતાના ગીતોેનું એક આલ્બમ રિલીઝ કર્યું છે. જેમાં એક ગીતમાં એણે એક્સ બોયફ્રેન્ડ નિઓલ હોરાન પર છેતરપીંડીનો આરોપ વણી લીધો છે. નિઓલે વન ડિરેક્શનનો સ્ટાર કરી ચૂક્યો છે.
હેઈલીએ એક ગીતમાં એ નિઓલને ધિક્કારતી નથી પણ નિઓલે એની સાથે જે દુર્વ્યવહાર આચર્યો છે એ બદલ એને માફ નહિ કરે. ગીતના શબ્દો એમ પણ કહે છે કે એક વખત એને સ્વર્ગમાં હોવાની અનુભૂતિ થઈ હતી પણ હકીકતમાં એ રોેન્ગ ડિરેક્શનમાં ગઈ હતી. નિઓલની ફિલ્મ રોંગ ડિરેક્શન તરફ આ ગીત સંકેત કરતું હતું.
નિઓલનો અહમ એને નડી ગયો અને હવે છૂટા પડીને પણ એ નિઓલના ઈગો સુધી પહોંચી શકવાની નથી એમ એણે ઉમેર્યું હતું.