Get The App

ઉત્સવોનું પ્રેમ સંમેલન પર્વ દીપોત્સવી !

Updated: Oct 23rd, 2019

GS TEAM

Google News
Google News
ઉત્સવોનું પ્રેમ સંમેલન પર્વ દીપોત્સવી ! 1 - image


દિપોત્સવી એટલે પાંચ પર્વનું સ્નેહ સંમેલન ! દિપોત્સવી એટલે આનંદ અને ઉલ્લાસનો દિવસ દિવાળી એ બહાર તો દિવડા પ્રકટવાના જ છે પણ દિલમાં દિવો કરવાનો છે. દિવાળી એ પ્રસન્નતાનું પર્વ છે. આનંદનું પર્વ છે. 

દિવાળી એ ભગવાન બુધ્ધનું વચન યાદ રાખવા જેવું છે. 'હું રસ્તો બતાવી શકું છું ચાલવું તો તારે જ પડશે  ભાઈ ! ભાઈઓ ! હૃદયના મંદિરમાં દીવા તો આપણે જ પ્રકટાવવા પડશે. દિલના દીવા માટે ઘીના કે તેલની જરૂર નથી, પ્રેમ બધાને આપો કોઈ દિવેટ હોય તો પ્રેમને બંધુત્વની છે. Light us your Own Liteઅંદરના આત્માને અજવાળો.

ધનતેરસ

ધનતેરસ લક્ષ્મી પૂજનનું પર્વ ! લક્ષ્મી મા છે. શ્રી સુક્ત ગાયું છે. ઁ મહાલક્ષ્મી ચ વિદ્યહે વિષ્ણુ પત્ની ચ ધિમહિ ।

તન્નો લક્ષ્મી પ્રચોદયાત ।।

લક્ષ્મીજી અમારા મન બુધ્ધિને પ્રેરણા આપો.

લક્ષ્મીનો સદ્ઉપયોગ એજ ધનતેરસનું પર્વ !

કાળી ચૌદશ 

કાળી ચૌદશ એ નરક ચતુદર્શી કહેવાય છે. પ્રભુએ નરકાસૂરનો વધ કર્યો. સોળ હજાર કન્યાઓને કૃષ્ણે કેદમાંથી છોડાવી. સ્ત્રી સન્માનની ભાવના પ્રકટી. 

દિવાળી 

દિવાળી એટલે જીવનના ચોપડાનું સરવૈયુ કાઢવાનો દિવસ વેરઝેર રાગદ્વેષ ઇર્ષા અને જીવનમાંથી કટૂતા દૂર કરી નવા વર્ષને સુંદર બનાવવાનો દિવસ નવુ વર્ષએ બલિ પ્રતિપદા છે.

ઠાકોરજીના અન્નકૂટ બધાને જય શ્રીકૃષ્ણ કહેવાનો દિવ્ય અવસર નૂતન વર્ષાભિનંદનનો ગુંજારવ બધે જ થાય.

ભાઈબીજ

યમુના પાન સ્નાનનો પવિત્ર દિવસ. સમસ્ત સ્ત્રી જાતિ તરફ બહેન કે મા જોવાની દૃષ્ટિ કેળવવાનો દિવસ.

દિવાળીએ પર્વોનો મેળો છે. દીવો એ સાનનું પ્રતિક છે.

બેસતા વર્ષ જે ન બોલે તેને બોલાવીયે. કોઈની સાથે અબોલા ન રાખીયે વેરઝેરથી શું વળવાનું શુભ ચિંતન શુભ વિચાર-

નૂતન વર્ષે નૂતન બજાયે ઇચ્છીયે સૌનું કલ્યાણ નૂતન વર્ર્ષે પ્રભુને ભજીયે, બંસી કરીએ કાયાનું કલ્યાણ નૂતન વર્ષ રાગદ્વેષને ત્યજીયે કરીયે જનજનનું કલ્યાણ.

Tags :