Get The App

એકતા કપૂર: સિરિયલોની સામ્રાજ્ઞાીની નજર હવે વેબ પ્લેટફોર્મ પર ઠરી છે

Updated: Mar 6th, 2020

GS TEAM

Google News
Google News
એકતા કપૂર: સિરિયલોની સામ્રાજ્ઞાીની નજર હવે વેબ પ્લેટફોર્મ પર ઠરી છે 1 - image


૧૯૯૦ ના  દાયકાના  અંતમાં  એકતા કપૂરે ભારતીય  ટેેલીવિઝનમાં એન્ટ્રી  મારી અને પછીના પાંચ વરસમાં  નાના પડદાની મહારાણી  બની ગઈ.  ત્યારથી એ ટેલીવિઝનની  સૌથી  માનીતી  પ્રોડયુસર  બની ગઈ છે.  માત્ર  દર્શકોની  નહીં પણ કલાકારોની પણ.  હવે તો એકતા  બોલીવૂડમાં  પણછે અને વેબસિરીઝમાં પણ એનો દબદબો  ધીમેધીમે  વધી રહ્યો છે. એ ઉડતા પંજાબ અને એક વિલન  જેવી  કમર્શિયલ  ફિલ્મ પણ બનાવે છે તો લિપસ્ટિક  અંડર માય બુરખા જેવી પ્રયોગશીલ  પણ.  તાજેતરમાં  એકતા સરોગસીના માધ્યમથી  માતા પણ બની છે.

એકતા  કહે છે કે  વરસોથી  સમાજનો  એક વર્ગ એમ માને  છે કે એની સિરિયલો  જૂનવાણી  હોય  છે જ્યારે  ફિલ્મો  પ્રમાણમાં  આધુનિક.  એની  સિરિયલો  એક જ  ઘરોની હોય છે કારણ કે એ ડ્રોઈંગરૂમમાં  પરિવાર સાથે બેસીને માણવાની હોય છે.  એનો દર્શકવર્ગ  બહોળો પણ  સમાન રૂચી  રાખનાર  હોય છે.  જ્યારે ફિલ્મો  અને વેબસિરીઝોમાં વિસ્ફોટક  અને પ્રયોગશીલ  વિષયોમાં  કામ કરવાની સ્વતંત્રતા  રહે છે. એની સિરિયલના  વિષયવસ્તુ ઓટીટી પ્લેટફોર્મથી  સાવ  જુદા અને અળગા હોવા સ્વાભાવિક  છે. 

એકતા  કબૂલ  કરે છે કે ટેલિવીઝન  હવે પચાસ વરસ પાછળ  ચાલ્યું ગયું છે કારણ કે સામાન્ય  રીતે એમા જે વિષયોને  પ્રાધાન્ય અપાય  છે એ જૂનવાણી  અને ભક્તિમાર્ગીય હોય છે. ભગવાન  અને ભૂત  ભારતના એકંદર સમાજમાં  આજે પણ  પ્રચલિત  છે. જેથી એની  રોકડી કરવા  આ પ્રકારના વિષયો અને  શીર્ષકો  સાથે નિર્માતાઓ  પનારો પાડે  છે  અને રોકડી  કરે છે.  એ કહે છે  સુધરેલા  અને વિકસિત  એવા પશ્ચિમમાં  પણ આ જ  સ્થિતિ છે. તેઓ ગેમ્સ ગ ઓફ થ્રોન્સ  બનાવે છે તો અહીં નાગિનની  પિપૂડી  વાગે છે. શહેરી  દર્શકોના  એક ખાસ  અને ભદ્ર વર્ગ માટે જ જો સિરિયલો ે બનાવાય  તો  એમાં મોટું  નુકસાન ખમવું પડે.  આથી એનું  પ્રોડક્શન હાઉસ સરેરાશ   ભારતીય  પ્રજાના માનસ તથા ગમા-અણગમાને  ધ્યાનમાં રાખીને સિરિયલો બનાવે છે. 

એકતા  કહે  છે એનું  વેબ પ્લેટફોર્મ  અલ્ટબાલાજી  બોલ્ડ  વિષયો  હાથ ધરે  છે અને વેબ સિરીઝ  બનાવે છે. આ વેબ સિરીઝોમાં  એ પ્રચુર માત્રામાં  સેક્સ  દર્શાવે  છે. એ માને  છે કે નેટફ્લિક્સ  અને  એમેઝોન જેવા  વિદેશી પ્લેટફોર્મ  પણ આ કામ છૂટથી  કરે  છે. આથી એમની  સામે ટકી રહેવા  અને એમનાથી  વધુ બહેતર  સિરીઝ  આપવા ઘણી બધી  છૂટછાટ  લેવી પડે  છે. જો કે  એનો  દર્શકવર્ગ  આ વેબ એપ્લીકેશન  મારે  મહિને  માત્ર ૩૦  ચૂકવે  છે જ્યારે  વિદેશી  પ્લેટફોર્મ  આમી  સરખામણીમાં  અઢળક  પૈસા વસૂલે  છે. આથી  બંને વચ્ચેની કન્ટેન્ટમાં  સામ્યતા  પણ હશે અને વિરોધાભાસ  પણ. એ કબૂલ  કરે  છે કે એની વેબ સિરીઝમાં  દર્શાવવામાં  આવતા  સેકસને  કારણે  ઈવન  ગ્રામીણ  વિસ્તારોમાં  એનો દર્શકવર્ગ વધ્યો છે. 

ઓવર  ધ ટોપ પ્લેટફોર્મ  પર  દર્શાવાતા  કન્ટેન્ટ  સામે  સુપ્રીમ  કોર્ટ  પણ  લાલઘૂમ  આંખ કરી હતી. એ કોર્ટના  આદેશથી વિરુધ્ધ  તોકંઈ નહિ  બોલે પણ  માને છે કે એકવીસમી  સદીમાં  સમાજમાં  પ્રોહિહબિશનનો  કોઈ અર્થ નહિ સરે.  આને  એ ગુજરાતની  દારૂબંધી સાથે સરખાવે  છે.  એક  ક્રીએટિવ  વ્યક્તિત્વની ઓળખ  જાળવી રાખવા  એ વિષય-વસ્તુ  સહિતના  નિર્ણય  સ્વયં  લે છે. પણ પ્રોડક્શન  હાઉસના  વિશ્વાસુ  મેનેજરોને  વિશ્વાસમાં  લઈને.  એની પાસે  જૂના વફાદાર  અને વિશ્વાસુ  મેનેજરોની ટીમછે. આ  બાબતમાં  એ કલાકારોની વફાદારીની બાબતે પણ  નસીબદાર  છે. ક્યોંકિ  અને સાસ ભી કભીના સમયથી  અમુક કલાકારો  એના એક મેસેજે કામ કરવા હાજર થઈ  જાય  છે.  પાર્ટીઓમાં  પણ  અને સેટ  ઉપર પણ.

Tags :