Get The App

માનસિક શાંતિના ઉપાયો ક્યા ?

Updated: Feb 27th, 2020

GS TEAM

Google News
Google News
માનસિક શાંતિના ઉપાયો ક્યા ? 1 - image


સમયની કિંમતને જાણો. મન પ્રભુના કાર્યમાં જોડો. નવરા ન બેસી રહેવું. પ્રવૃત્તિમાં સદાય રહો 'ખોટી ચિંતા કરશો નહિ. ચિંતા ચિતા સમાન છે. તે નુકશાન કરશે

માનસિક શાંતિ શરીરની તંદુરસ્તી અને આર્થિક સધ્ધરતા અનિવાર્ય છે. પણ માનસિક. શાંતિ માટે મન ને કાબુમાં રાખવું. જીવનમાં પારકી પંચાત કરવાથી માનસિક શાંતિ હણાય છે. માનવે બધી જ પરિસ્થિતિમાં પ્રભુની ઇચ્છા એજ મારી ઇચ્છા માનવી નરસિંહ મહેતાએ ગાયું છે.

જે ગમે જગતગુરૂ દેવ જગદીશને તે ઘણો ખરેખરો ફોક કરવો. આપણે ચિંતવ્યો અર્થ કંઈ નવસરે, ઉગરે એક ઉદ્વેગ ધરવો. જીવનમાં કડવા ઘૂંટડા ગળી જવા. લોકો તો બે બાજુ બોલવાના ચિંતા કરવી નહિ. મનને સ્વસ્થ રાખી. આપણે આપણું કાર્ય આગળ ધપાવવું. ઘટનાઓની ટીકા કરશો નહિ એ તો બનવાની જ છે. ઇશ્વરેચ્છાને બળવાન માનો. પ્રભુના કાર્યની ટીકા કરશો નહિ. દુ:ખો એ જીવનની ઘટમાળ છે તે તો આવવાના જ એકલા સુખો આવવાના નથી.

જીવ બાળવો નહિ. દુ:ખો પણ ચાલ્યા જવાના. અપેક્ષાઓ અન્ય પાસે રાખવી નહીં. બધાને આપણામાં રસ ન પણ હોય. લોકોના આશીર્વાદ કરતાં પ્રભુના આશીર્વાદ કૃપા મળે તેવી પ્રાર્થના કરો. સંતોના સાનિધ્ય સમાગમમાં રહો. નૈતિક મૂલ્યનું જતન કરો. કોઈની ઇર્ષા ન કરવી. ઇર્ષા આપણને જ બાળે છે. આપણી જિંદગીને કોઈ બગાડી શક્તું નથી. આપણી ચઢતી થવાની હશે તો કોઈની તાકાત નથી કે તેઓ આડા આવે પ્રારબ્ધ મહાન છે તેના ઉપર ભરોસો રાખો. આપણી કમનસીબી ઉપર બીજાને દોષ દેવો નહિ.

દુનિયાને સુધારવા નીકળવા કરતાં આપણે જ સુધરવું. આપણી જાતને જ શુધ્ધ કરો. આપણી વિકાસયાત્રા આપણે જ બનાવવી પડશે. પરાવલંબન એ દુ:ખ છે. સ્વાવલંબન એ સુખ છે. બહુ પારકા ઉપર આધાર રાખવો નહિ. આપણું કામ જાતે જ કરવાનો આગ્રહ રાખો. આપણી ફરજમાંથી ભાગી ન જવું. ઓફિસની કે પરિવારની જવાબદારીમાંથી છટકવાનો આગ્રહ ન રાખવો. પ્રભુની રોજ પ્રાર્થના કરો કહો હે પ્રભુ ! આજનો દિવસ સારો ગયો તેનો આભાર ! કાલને સાચવજે સત્કાર્ય કરતા રહો.

કોઈના ખપમાં આવો. સમયની કિંમતને જાણો. મન પ્રભુના કાર્યમાં જોડો. નવરા ન બેસી રહેવું. પ્રવૃત્તિમાં સદાય રહો 'ખોટી ચિંતા કરશો નહિ. ચિંતા ચિતા સમાન છે. તે નુકશાન કરશે. નિ:સ્વાર્થ સેવા કરો. બદલાની આશા રાખશો નહિ. જે વિદ્યા તમારી પાસે છે તે વહેંચો નિષ્કામ સેવા શુધ્ધ આનંદની જનની છે. જીવનની જરૂરીયાત ઘટાડો. વધુ પડતી જરૂરિયાતો માનસીક શાંતિ હણશે ગમે તેવા પડકારો આવે હિંમત ન હારો. દુ:ખમાં શ્રીમદ્ ભાગવત ગીતાજીનો સહારો લો. દુ:ખોને ઇશ્વરનો પ્રસાદ માનો.

- બંસીલાલ જી.શાહ

Tags :