Get The App

ટામેટાની અવનવી વાનગી

દાવત - જ્યોત્સના .

Updated: Jan 20th, 2020

GS TEAM

Google News
Google News
ટામેટાની અવનવી વાનગી 1 - image


હવાયન ટમેટો રાઈસ

(૪ વ્યક્તિ માટે)

સામગ્રી: ૧ લીલું નાળિયેર મલાઈવાળું, ૩૦૦ ગ્રામ ટામેટાં, ૧ ઝૂડી પાલખ, ૨ નંગ ડુંગળી, ૨-૩ લીલા મરચાં, ૧ નંગ કેપ્સીકમ, પ કળી લસણ, ૧/૨ ટીસ્યૂ તજ લવિંગનો ભૂક્કો ૧/૨ ટી-સ્પૂ મરી ભૂક્કો. ૧ કપ બાસમતી ચોખા, ૧ ટે.સ્પૂ, કોર્નફ્લોર.

ડેકોરેશન માટે:  લીલા કોપરાની છીણ.

સર્વ કરવા માટે:  ૪ નાળિયેરની કાચલીઓ.

રીત: મીઠું નાંખી છુટ્ટાં રાંધી બાજુ પર રાખવા.

ડુંગળી, પાલખ, કેપ્સીકમ, ટમેટાં, મરચાં ઝીણા સમારી અલગ રાખવા.

એક તપેલીમાં નારિયેળનું પાણી કાઢી ગરમ કરવા મૂકવું. મલાઈ બાજુ પર રાખવી.

પાંચ મિનિટ પછી તેમાં ઝીણા સમારેલા ટમેટાં અને ડુંગળી નાંખવા.

ત્યારબાદ કોર્નફ્લોરને ૧/૨ કપ પાણીમાં ઓગળી તેમાં નાંખવું. મીઠું અને મરીનો ભૂક્કો નાંખી હલાવતા રહેવું ઘટ્ટ થાય ત્યારે નીચે ઊતારવું.

૨ ચમચા ઘી પેણીમાં લઈ લીલા મરચાં અને કેપ્સીકમ સાંતળવા. તેમાં વાટેલું લસણ નાખવું પછી પાલખ નાંખવી. સ્વાદ મુજબ મીઠું અને તજ લવિંગનો ભૂક્કો નાંખવો. પાલખ ચડી જાય એટલે તેમાં ભાત અને ઝીણા ટુકડા કરેલી મલાઈ મીક્ષ કરવી.

નારિયેળની કાચલીને સાફ કરવી તેમાં સૌ પ્રથમ ટામેટાની જેલી પાથરવી. પછી તેની ઉપર ભાતનું પડ કરવું ઉપર ટમેટાની જેલી પાથરી કોપરાની છીણથી ડેકોરેશન કરવું.

ટામેટાની ગ્રેવી માટે...
(૧) બધા ટામેટાના ટુકડા કરી તેમાં કોર્નફ્લાવર નાંખી મિક્ષરમાં ગ્રાઈન્ડ કરવા તેને ચારણીમાં નાંખી ગાળી લેવું.

(૨) પ્રેશર કુકરમાં તેલ અને એક ટી સ્પુન ઘી નાંખી ગરમ કરવા મૂકવું પછી તેમાં કાંદો કાપેલો નાંખવો.

(૩) કાંદો થોડો બ્રાઉન કલરનો થાય ત્યારે તેમાં લીલો મસાલો લાલ મરચું. હળદર, મીઠું, ખાંડ નાંખી ૨ મિનિટ થવા દેવું.

(૪) તેમાં ટામેટાનો રસ નાંખી દેવો. એક વાટકી પાણી નાખવું. તેમાં લીલા વટાણા નાંખવા.

(૫) આ બધુ મિક્સ કરી પ્રેશર કુકરની ત્રણ સીટી વગાડવી.

(૬) જમવાના દસ મિનિટ પહેલાં ચીઝને છીણીને નાખવી. અને મલાઈ પણ નાખવી. થોડી બારીક કાપેલી કોથમીર નાંખવી.

પીરસતી વખતે સાઈડ પ્લેટમાં એક પેનકેક મૂકવો. પછી તેના ઉપર ગરમ ગરમ ટામેટાની ગ્રેવી મૂકવી. આ વાનગી બાળકોને વધુ ગમશે. 

ટોમેટો ચીઝ પેનકેક વીથ ગ્રેવી
સામગ્રી: તૈયારી સમય : ૩૫ મિનિટ, બનાવવાનો સમય ૩૫ મિનિટ, વ્યક્તિ ૫.

પેનકેક માટે : ૦।। કિલો બટાટા, ૨૫૦ ગ્રામ વેગણ, ૩ મિડિયમ સાઈઝના ટામેટા, લસણની ચટણી, ટોમેટા સોસ, ૧ ટી સ્પુન લીલો મસાલો, ૧ લીંબુનો રસ, અડધી વાટકી રવો, ૧ ટેબલ સ્પુન કોર્નફ્લાવ, પ્રમાણસર મીઠું, તળવા માટે તેલ.

ટામેટાની ગ્રેવી માટે : ૭૫૦ ગ્રામ લાલ ટામેટા, ૧ કાંદો, અડધી વાટકી લીલા વટાણા, અડધી વાટકી મલાઈ, ૨ ચીઝ ક્યુબ, ૧ ટી સ્પુન લીલો મસાલો, પ્રમાણસર મીઠું, લાલ મરચું, હળદર, ખાંડ, કોથમીર બારીક કરેલી. ૨ ટેબલ સ્પુન કોર્ન ફ્લાવર, તેલ, ઘી.

રીત: (૧) બટાટાને બાફી તેનો છૂંદો કરવો. 

(૨) બટાટામાં લીલો મસાલો, લીંબુનો રસ, ખાંડ, કોથમીર મીઠું, કોર્નફ્લાવર નાંખી મિશ્ર કરવું. તેને બાજુ પર મૂકવું.

(૩) વેગણની છાલ ઉતારવી તેની ગોળ, પાતળી સ્લાઈઝ કરવી તે સ્લાઈઝને દીપ તેલમાં ફ્રાય કરવી. બ્રાઉન કલરની થઈ જાય પછી બહાર કાઢવી.

(૪) ટામેટાની ગોળ પાતળી સ્લાઈઝ કરવી.

(૫) એક ટામેટાની સ્લાઈઝ લેવી તેના ઉપર ટામેટો સોંસ લગાડવો. તેના ઉપર વેગણની સ્લાઈઝ મૂકવી. 

તેના ઉપર લસણની ચટણી લગાડવી. તેના ઉપર બીજી ટામેટાની સ્લાઈઝ મૂકવી. આમ સેન્ડવીચની જેમ તૈયાર કરવા.

(૬) બટાટાના માવામાંથી મોટો લુવો લેવો. તેને પૂરીની જેમ હાથેથી થાપી તેમાં સેન્ડવીચ બનાવેલા મૂકવા. તેને ચારબાજુથી બટાટાના માવાથી કવર કરવા.

(૭) આ પેનકેકને રવામાં રગદોળી તાવડી ઉપર ધીમા તાપે થોડું થોડું તેલ મૂકી તળવા તેને થોડા કડક કરવા.

Tags :