Get The App

ઠંડીના ચટકા સામે ચટપટી વાનગી બનાવો

દાવત - જ્યોત્સના .

Updated: Jan 6th, 2020

GS TEAM

Google News
Google News
ઠંડીના ચટકા સામે ચટપટી વાનગી બનાવો 1 - image


રીંગણનો ઓળો

સામગ્રી: ૧ કિલો મોટાં કાળા રીંગણા, ૧૦૦ ગ્રામ લીલી ડુંગળી, ૧ નંગ બારીક સમારેલી ડુંગળી, પાંચ કળી લસણ, ૧૦૦ ગ્રામ લીલું લસણ, બે ચમચા તેલ, સ્વાદાનુસાર 

મીઠું, ૧ ચમચી લાલ મરચું,  ૧ ચમચી ધાણા-જીરુ, ચપટી હળદર, સ્હેજ હીંગ, ૧ ચમચો બારીક સમારેલી કોથમીર, બે નંગ બારીક સમારેલાં ટમેટાં, ૧ ચમચી ગરમ 

મસાલો. વાટવાનો મસાલો ૧ ચમચો,સફેદ તલ,  ૫૦ ગ્રામ સીંગદાણા, ૧ ચમચી જીરુ, ૧ ચમચી આખા ધાણાં, ૧ કટકો આદુ, ત્રણ નંગ લીલા મરચા.

રીત:  સૌપ્રથમ રીંગણની છાલ ઉતારી એકદમ બારીક કટકા કરીને તેને પ્રેશર કૂકરમાં બાફી લો. તેને બરાબર સ્મેશકરીને તેનો માવો બનાવીને એક તરફ મૂકો.  હવે ઉપર મુજબનો વાટવાનો મસાલો, લસણ, બારીક કાપેલી  ડુંગળી, ટમેટાંને મિક્સરમાં નાંખીને બારીક ક્રશ કરી લો. એક કડાઈમાં  તેલ મૂકી ગરમ થાય એટલે ચપટી હીંગ નાંખીને વાટેલોે મસાલો નાંખીને સાંતળો. તેના લીલી ડુંગળી તથા લીલું લસણ બારીક  કાપીને નાંખો. તેના લાલ મરચું, હળદર, ધાણા-જીરુ નાંખીને થોડું  પાણી નાંખીને ચડવા દો. સ્વાદાનુસાર મીઠું નાંખી ગરમાગરમ રીંગણના ઓલાને બારીક કાપેલી કોથમીરથી સજાવી, ગરમ ગરમ બાજરીના લોટના રોટલા, 

પુરી, પરોઠા સાથે પીરસો.

ભરેલા-રવૈયા (રીંગણ)

સામગ્રી: ૫૦૦ગ્રામ ગુલાબી રવૈયા, ૧ચમચો ચણાનો લોટ, ૧ ચમચો ધાણા-જીરુ, ચપટી હળદર, સ્વાદાનુસાર મીઠું, ૧ ચમચી લાલ મસાલો, ૧ ચમચી ગરમ મસાલો, ૧ ચમચો 

લીલા કોપરાનું છીણ, ૧ ચમચી સાકર, ૧ ચમચો તલ, ૧ ચમચો કોથમીર, ત્રણ નંગ લીલા મરચાં, બે કળી લસણ, ૧ ચમચી લીંબુનો રસ, બે ચમચા તેલ.

રીત:  સૌપ્રથમ રીંગણના ડીંટીયા કાઢી પાણીથી ધોઈને ચાર કાપા પાડીને એકબાજુ રાખો. હવે તલ, કોપરાને સ્હેજ તેને લસણની કળી તથા મરચા સાથે મિક્સરમાં ક્રશ કરી 

લો. ચણાંના લોટને બે મિનિટ શેકી ઠંડો પડે એટલે તેમાં ધાણા-જીરુ, હળદર, વાટેલો મસાલો, ગરમ મસાલો, સાકર, લાલ મસાલો, કોથમીર, લીંબુનો 

રસ,સ્વાદાનુસાર મીઠું તેમ જ સ્હેજ તેલનું મોણ નાંખી બરાબર મિક્સ કરો. હવે આ મિશ્રણને રવૈયામાં બરાબર ભરો. એક કડાઈમાં બે ચમચા તેલ મૂકી 

ગરમ થાય એટલે ચપટી હીંગ નાખી ભરેલા રવૈયાને વઘારો. અડધો ગ્લાસ પાણી નાખી કડાઈને ઢાંકણ ઢાંકી - ગેસની ધીમી આંચ પર ચડવા દો. રવૈયા ચડી જાય એટલે 

ઉપર બારીક સમારેલી કોથમીર તેમ જ કોપરાની છીણથી ગાર્નિશ કરીને ગરમા ગરમ સ્વાદિષ્ટ રવૈયાને રોટલા, રોટલી કે પૂરી સાથે સર્વ કરો.

ચટપટી સેવ - ટમેટાં કરી

સામગ્રી: ૧૦૦ ગ્રામ ચણાના લોટની  જીણી સેવ, બે નંગ બારીક સમારેલા ટમેટા, ૧ ચમચો ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું, ૧ ચમચી લાલ મસાલો, ૧/૪ ચમચી હળદર, ૧ ચમચી 

સાકર, ત્રણ નંગ બારીક કાપેલા લીલા મરચાં, ૧ ચમચા બારીક કાપેલી કોથમીર, ૧ ચમચો તેલ, ચપટી હીંગ, ૧/૨ ચમચી રાઈ, ૧ ગ્લાસ પાણી.

રીત: એક કડાઈમાં તેલ ગરમ કરી મૂકી તેમાં રાઈ નાંખી, રાઈ તતડે એટલે ચપટી હીંગ નાંખી, બારીક સમારેલાં મરચાં નાખી સાંતળો. બે મિનિટ બાદ ઝીણાં સમારેલાં 

ટમેટાં નાંખો. હવે તેમાં ગરમ મસાલો, લાલ મસાલો, હળદર, સાકર નાખીને પાંચ મિનિટ સાંતળો. તેલ છૂટુ પડે અને ટમેટા બરાબર ચડી જાય એટલે તેના પાણી 

નાખી બે-ત્રણ મિનિટ ઉકાળો. તેમાંં સ્વાદાનુસાર મીઠું નાખી સેવ નાખો. બે મિનિટ ગેસ પર રાખી. તેમાં  બારીક સમારેલી કોથમીર નાંખી ગરમાગરમ 

સ્વાદિષ્ટ સેવ કરીને ભાખરી પરોઠા પૂરી સાથે સર્વ કરો.

લીલાં ચણાની મસાલેદાર કરી

સામગ્રી: ૫૦૦ ગ્રામ લીલા ચણાં, ૧ કટકો આદુ, ત્રણ નંગ લીલા મરચાં (તીખાં), ૧ ચમચો તેલ, ૧ બારીક સમારેલો કાંદો, ૧ ચમચો બારીક સમારેલી કોથમીર, ત્રણ કળી 

લસણ,સ્વાદાનુસાર મીઠું, ૧ ચમચી લાલ મસાલો, ૧ ચમચી ધાણા જીરુ, ચપટી હળદર, બે નંગ બારીક સમારેલાં ટામેટાં, ૧/૨ ચમચી ગરમ મસાલો.

રીત:  સૌ પ્રથમ ચણાંને ધોઈને કૂકરમાં બે વ્હીસલ વગાડીને બાફી લો.  આદુ, લસણ, લીલા મરચાં, કાંદો, ટમેટાને મિક્સરમાં નાંખી બરાબર ક્રશ કરી લો. હવે એક 

કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેના ચપટી હીંગ નાંખીને વાટેલી પ્યુરીને નાંખો. ચમચાથી બરાબર હલાવતાં રહો. તેમાં  લાલ મરચું, હળદર, ધાણા-જીરુ તથા ગરમ 

મસાલો નાંખી બરાબર સાંતળો. તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં લીલા ચણાં નાખીને થોડું પાણી ઉમેરીને ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ ચડવા દો. સ્વાદ 

મુજબ મીઠંું નાખો. આ ગરમાગરમ સ્વાદિષ્ટ કરીને બારીક કાપેલી કોથમીરથી સજાવીને, પૂરી, પરોઠા સાથે સર્વ કરો.

ગ્રીન પુલાવ

સામગ્રી: ૧ વાટકો બાસમતી ચોખા, ૧ ચમચો ઘી, ૧/૨ ચમચી જીરું, ૧ ઝૂડી કોથમીર, ૪-૫ નંગ તીખા લીલા મરચાં, સ્વાદાનુસાર મીઠું, 

રીત: ચોખાને સાદા પાણીથી બે વાર ધોઈને તેને પાણીમાં પલાળી દો. કોથમીરને બારીક સમારી લો. મરચાંને પણ સમારી લો. કોથમીર, મરચાંને પાણીથી 

ધોેઈ નીતારી મિક્સરમાં નાંખી ચટણી જેવું બનાવી લો. હવે પ્રેશર કૂકરમાં ઘી ગરમ મૂકી તેમાં જીરુ નાંખી કોથમીર-મરચાની ચટણી સાંતળો. હવે 

તેમાં પાણીમાં પલાળેલાં ચોખા નીતારીને નાંખી બે મિનિટ સાંતળો.

તેમાં બે વાટકા પાણી તેમ જ સ્વાદ મુજબ મીઠું નાંખી, કૂકરનું ઢાંકણ - વ્હીસલ કાઢીને બંધ કરો. પહેલાં પાંચ મિનિટ ફાસ્ટ ગેસ રાખીને પછી પાંચ 

સાત મિનિટ ધીમા ગેસની આંચ પર ચોખાને ચડવા દો.

ગરમા ગરમ સ્વાદિષ્ટ ગ્રીન પુલાવને મોળાં દહી સાથે સર્વ કરો. ગ્રીન પુલાવ આમ જ પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. 

Tags :