Get The App

ફરાળી મોરિયાની અવનવી વાનગીઓ

દાવત - હિમાની .

Updated: Feb 24th, 2020

GS TEAM

Google News
Google News
ફરાળી મોરિયાની અવનવી વાનગીઓ 1 - image


મોરિયાની ખીચડી

સામગ્રી :

 ૪૦૦ ગ્રામ મોરિયો, ૧૦૦ ગ્રામ શીંગદાણા, ૧ લીંબુ, ૧ ચમચો ખાંડ, ૧૦૦ ગ્રામ બટાકા, ૧૦૦ ગ્રામ લીલા ધાણા, ૨૫ ગ્રામ આદુ મરચાં મીઠું, મરચું, તેલ, તજ, લવિંગ, જીરું, લીમડાના પાન.

રીત : 

 મોરિયાને ઓલાળી એક તપેલીમાં આશરે ૪ ગ્લાસ પાણી મૂકો. એક મોટી તપેલીમાં તેલનો વઘાર મૂકો. એક મોટી તપેલીમાં તેલનો વઘાર મૂકો. જીરું તજ લવિંગ અને લીમડાનાં પાન નાંખો ઉપર બટાકાના નાના કટકા અને આદુ મરચાં નાખી ચડવા દો. બટાકા ચડી જવા આવે એટલે શીંગદાણાનો ભૂકો નાખો. છેલ્લે મોરિયો નાખી તેલમાં સારી રીતે હલાવો અને ઉપર ગરમ પાણી રેડો. ખાંડ અને મીઠું નાખો અને સારી રીતે ચડવા દો. ચડી જવા આવે એટલે છેલ્લે લીંબુ નિચોંવી લો. પછી એક સરસ બાઉલમાં કાઢી ઉપર કોથમીર ભભરાવી સુશોભન કરો. જોતાં જ મોંમાં પાણી આવી જશે.

મોરિયાની ભાખરી

મોરિયો સારી રીતે સાફ કરીને દબાવી લેવો. તેમાં મીઠું અને થોડું મોણ નાખી સ્હેજ હુંફાળા પાણીથી કણક બાંધવી. પછી સારી રીતે એકસરખા લૂઆ કરી ભાખરી વણી કપડાં વડે દબાવીને શેકી લો. શેકાઈ જાય એટલે ઘી ચોપડી ને મૂકો. ફરાળી શાક સાથે આ ભાખરી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

ફરાળી કઢી

રીત : 

 ૪૦૦ ગ્રામ દહીંને વલોવી પાણી નાંખી તેની છાશ બનાવવી. તેમાં ૫૦ ગ્રામ મોરિયાનો લોટ, મીઠું, મરચું, વાટેલાં આદુ મરચાં, લીલા ધાણા (ફરાળમાં ખાતાં હોય તો) નાંખી બરાબર મેળવી ઉકાળવી ઘીમાં જીરું અને આખાં મરચાંનો વઘાર કરવો. મોરિયાને લોટ નાંખવાથી કઢી એકરસ થાય છે. થોડી ખાંડ નાંખવી.

મોરિયાનો પુલાવ

સામગ્રી : 

એક વાટકી મોરિયો, ૨ ટે. સ્પૂન ઘી, ૨-૩ લવિંગ, અડધી ચમચો જીરુ, ૨ ચમચાના ટુકડા, અડધું આદું પીસેલું ખાંડ જોઈએ તે મુજબ પલાળેલા સીંગનો ભૂકો, અડધી વાટકી, ૫૦ ગ્રામ બટાકાની ચીપ્સ, ૨ ટે સ્પૂન રતાળુના ટુકડા, કાજુ ૧૦ ગ્રામ, કિસમીસ, મીઠું પ્રમાણસર.

મોરિયાને ધોઈ ઓલાળીને મૂકો. ઘીમાં લવિંગ જીરાનો વઘાર કરવો. તેમાં મરચાની લાંબી ચીરીઓ નાંખવી. પછી મોરિયો નાંખવો. પાણી નાંખીને છૂટો થાય તે રીતે મોરિયાનો ભાત બનાવવો. ભાત ચડતો હોય ત્યારે જ મીઠું ખાંડ, દાણાનો બૂકો, આદુ નાંખી દેવા. પછી ભાત કાઢી લેવો. બટાકાની લાંબી ચીરીઓ કરીને તળી લેવી. રતાળુને ધોઈ છાલ સહિત લાંબી ચીરીઓ કરી તળી લેવી, કાજુ તળી લેવા. પછી સાંકડી તપેલીમાં પહેલા ભાતનો પછી સાંતળેલા મસાલાનો એમ થર કરી દેવા છેલ્લે કોથમીરથી સજાવી, ગરમાગરમ પીરસો. સાથે સીંગદાણાના ભૂકાની કઢી પીરસી શકાય અથવા શિંગોડાનાં લોટની કઢી પણ ચાલે.

મોરિયાનો ભાત

સામગ્રી : 

મોરિયો ૫૦૦ ગ્રામ, ૭૫ ગ્રામ ઘી.

આંધણ મૂકી બીજ બાજુ મોરિયાને ઓલાળીને ધોઈ નાંખો. જેથી તેમાં કાંકરી ન રહે. આંધણ આવે એટલે તેમાં મોરિયો ઓરી દો. કણી ન રહે તેમ ચડવા દો. ઘી નાખી સીઝવા દો.

કઢી: મોરિયા સાથે ખાવા માટે કઢી બનાવી શકાય. છાશમાં મોરિયાનો લોટ ભેળવો અને તેમાં ઘી, જીરું અને લવિંગનો વઘાર કરવો. મોરિયાના લોટને બદલે શિંગોડાનાં લોટ વાપરી શકાય. આદું, મરચો નાખવા પણ મીઠાને બદલે સિંધવ વાપરો.

મોરિયો-દૂધી

પોણો શેર મોરિયો, સવા શેર દૂધી, મોરિયાને પાણીથી ધોઈને ઓલાળીને રાખવો. દૂધીને છીણી કાઢવી. એના છીણને ઘીમાં સાંતળવો. સાંતળ્યા પછી મોરિયો અંદર નાખી દેવો. તેમાં મોટા ખાંડેલા સિંગદાણા, આદૂ, મરચાં, સિંધવ, થોડી સાકર નાંખવી. ઘણું થોડું પાણી નાંખવું. અર્ધો કલાક ધીમા તાપે સીઝવા દેવું અને થોડું છૂટું પડવાં દેવું.

મોરિયાની લાપસી

 મોરિયો ૧ શેર, ખાંડ ૧ શેર, ઘી ૭૫ ગ્રામ કે તેથી વધારે, પાણીના અઘરણમાં ખાંડ ઓગાળવી, પાણી ખદખદવા માંડે કે ધોયેલો સાફ મોરિયો નાંખશે. સમરસ કરી સીઝવા મૂકવો. જૂનો મોરિયો છૂટો થાય છે. તે માટે પ્રમાણમાં વત્તું ઓછું પાણી લેવું. 

Tags :