Get The App

સીને ગાઇડ : રાજેશ ખન્નાનું સાચું નામ શું હતું?

Updated: Jun 4th, 2021

GS TEAM

Google News
Google News
સીને ગાઇડ : રાજેશ ખન્નાનું સાચું નામ શું હતું? 1 - image

. રાજેશ ખન્નાનું સાચું નામ શું હતું? તેમનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો?

- આદિત્ય પરીખ (જૂનાગઢ)

* રાજેશ ખન્નાનું સાચું નામ જતીન ખન્ના હતું અને તેમનો જન્મ ૨૯ ડિસેમ્બર, ૧૯૪૨માં પંજાબના અમૃતસરમાં થયો હતો.

.  વિનોદ ખન્નાના કેટલા સંતાનો છે? તેમણે બે લગ્ન કર્યા હતા?

- અભિમન્યુ જાડેજા (ભૂજ)

* વિનોદ ખન્નાએ બે લગ્ન કર્યા હતા. પહેલા લગ્ન ગીતાંજલિ સાથે (૧૯૭૧થી ૧૯૮૫) અને બીજા લગ્ન કવિતા સાથે (૧૯૯૦થી ૨૦૧૭). તેમના ચાર સંતાનો છે- અક્ષય ખન્ના, રાહુલ ખન્ના, સાક્ષી ખન્ના અને શ્રધ્ધા ખન્ના.

.  'ચાંદની' ફિલ્મનું ટાઇટલ સોંગ કોના પર ફિલ્માવાયું હતું, એ ફિલ્મમાં સંગીત કોનું હતું?

- હરિ આનંદ (વડોદરા)

* 'ચાંદની' ફિલ્મમાં સંગીત શિવ-હરિનું હતું અને ટાઇટલ સોંગ રિશી કપૂર અને શ્રીદેવી પર ફિલ્માવાયું હતું.

.  ૧૯૯૨માં આવેલી રોમેન્ટિક-એક્શન ફિલ્મ 'દીવાના'ના કલાકાર-ફિલ્મસર્જકો કોણ હતા?

- ધીરજ પંડયા (ભૂજ)

* 'દીવાના' ફિલ્મના નિર્માતા ગુડ્ડુ ધનુઆ અને લલિત કપૂર છે અને દિગ્દર્શક રાજ કંવર છે. કલાકારોમાં રિશી કપૂર, દિવ્યા ભારતી, શાહરૂખ ખાન અને અમરિશ પુરી છે.

.  'સાજન' ફિલ્મસર્જક, દિગ્દર્શક કોણ હતા?

* ૧૯૯૧માં આવેલી 'સાજન' ફિલ્મના નિર્માતા સુધાકર બોકાડે અને દિગ્દર્શક લોરેન્સ ડિ'સોઝા હતા.

.  રાજશ્રીની 'મૈંને પ્યાર કિયા' ફિલ્મ કેટલામાં બની હતી અને તેણે બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી હતી?સીને ગાઇડ : રાજેશ ખન્નાનું સાચું નામ શું હતું? 2 - image

- અમૂલ શાહ (ભૂજ)

* 'મૈંને પ્યાર કિયા' ફિલ્મ બે કરોડમાં બની હતી અને આ ફિલ્મે બોક્સઓફિસ પર રૂા.૨૮૦ મિલિયનથી વધુની કમાણી કરી હતી. સલમાન ખાનની હીરો તરીકેની આ પ્રથમ ફિલ્મ હતી, જે ૨૯ ડિસેમ્બર, ૧૯૮૯માં રિલિઝ થઈ હતી.

.  'હા મૈંને ભી પ્યાર કિયા'ના કલાકારો કોણ કોણ હતા?

- પ્રદીપ શાહ (સુરત)

* આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, કરિશ્મા કપૂર અને અક્ષયકુમાર, શક્તિ કપૂર, હિમાની શિવપુરી અને કાદર ખાન હતા.

.  'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' ફિલ્મમાં શાહરૂખ ખાન, કાજોલનું નામ શું હતા અને સંગીત કોનું હતું?

- રશ્મિ ખત્રી (ભૂજ)

* આ ફિલ્મમાં શાહરૂખ ખાનનું નામ રાજ અને કાજોલનું નામ સિમરન હતું અને સંગીત જતીન-લલિતે આપ્યું હતું. 

.  'વીર-ઝારા' ફિલ્મમાં કોના વચ્ચે પ્રેમ થાય છે?

- રમણલાલ જગ્ગડ

* આ ફિલ્મમાં ભારતીય હવાઈદળના પાઇલોટ (શાહરૂખ ખાન) અને પાકિસ્તાની યુવતી ઝારા (પ્રીતિ ઝિન્ટા) વચ્ચે પ્રેમ થાય છે અને વકીલ બનેલી રાણી મુકરજી પાઇલોટને પાકિસ્તાની જેલમાંથી મુક્તિ અપાવે છે.

.  'દિલ તો પાગલ હૈ' ફિલ્મમાં ટાઈટલ સોંગ કોના પર ફિલ્માવાયું છે? આ ફિલ્મની સ્ટોરી કોની હતી?

- રતિલ યાજ્ઞિાક (વડોદરા)

* 'દિલ તો પાગલ હૈ..' આ ગીત માધુરી દીક્ષિત અને અક્ષયકુમાર પર ફિલ્માવાયું હતું. આ ફિલ્મની સ્ટોરી આદિત્ય ચોપરાએ લખી હતી અને પટકથા તેમની સાથે તનુજા ચંદ્રા, પમેલા ચોપરા અને યસ ચોપરાએ લખી હતી.

.  ૨૦૦૪માં આવેલી 'અમેલી' ફિલ્મનું દિગ્દર્શન કોણે કર્યું હતું?

- રવિ રાઠોડ (નવસારી)

* કરિના કપૂર, રિન્કી ખન્ના અને રાહુલ બોઝ અભિનીત આ ફિલ્મના દિગ્દર્શક અનંત બાલાની હતા, પણ ફિલ્મ પૂરી થાય એ પહેલાં જ તેમનું નિધન થતાં બાકીની ફિલ્મ સુધીર મિશ્રાએ પૂરી કરી હતી.

.  'લગા ચુનરી મેં દાગ' કઈ સાલમાં આવી હતી અને તેના મુખ્ય કલાકારો કોણ કોણ હતા?

- રોહિણી પાઠક (અમદાવાદ)

* આ ફિલ્મ ૨૦૦૭માં રિલિઝ થઈ હતી અને તેના મુખ્ય કલાકારોમાં જયા બચ્ચન, અભિષેક બચ્ચન, રાની મુકરજી, કોંકણા સેન અને કૃણાલ કપૂર હતા.

. 'ઝંકાર બિટ્સ' નામની કોઈ ફિલ્મ આવી હતી? ક્યારે આવી હતી અને તેના કલાકાર કોણ કોણ?

- રવિ જાની (અમદાવાદ)

* 'ઝંકાર બિટ્સ' ફિલ્મ ૨૦ જૂન, ૨૦૦૩માં રિલિઝ થઈ હતી પ્રીતિશ નાંદી કોમ્યુનિકેશનની આ ફિલ્મના દિગ્દર્શક સુજોય ઘોય છે અને તેના મુખ્ય કલાકારોમાં સંજય સુરી, રાહુલ બોસ, શયાન મુન્સી, જુહી ચાવલા, રિન્કી ખન્ના અને રિયા સેનનો સમાવેશ થાય છે.

.  કઈ ફિલ્મમાં અનિલ કપૂરે તેની પૂછ કાઢી નાખી હતી?સીને ગાઇડ : રાજેશ ખન્નાનું સાચું નામ શું હતું? 3 - image

- રણદીપ ગુજ્જર (ધેડ)

* યશ ચોપરાની 'લમ્હેં' ફિલ્મમાં અનિલ કપૂરે તેની મૂછ કાઢી હતી.

.  'પ્રાણ જાયે પર શાન ના જાયે' ફિલ્મમાં અમન વર્મા સાથે અન્ય ક્યાં કલાકારો હતા?

- રાજશ્રી ભટ્ટ (ભાવનગર)

* આ ફિલ્મમાં અમન વર્મા સાથે રિન્કી ખન્ના, દિયા મિર્ઝા, રવિના ટંડન અને ભરત જાધવ જેવા કલાકારો હતા.

.  'વાસ્તવ: ધ રિયાલિટી' નામની એક્શન - ક્રાઈમ ફિલ્મ સત્યઘટના પર આધારિત હતી?

- રાજેશ પટેલ (સુરત)

* 'વાસ્તવ' ફિલ્મની કથા-દિગ્દર્શન મહેશ માંજરેકરના હતા, પણ આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત નહોતી. એ એક ફિક્શન ફિલ્મ હતી, જેમાં સંજય દત્ત, નમ્રતા શિરોડકર, મોહનીશ બહલ, શિવાજી સાતમ, રીમા લાગુ, પરેશ રાવલ અને સંજય નાર્વેકર જેવા કલાકારો હતા.

.  'આન: મેન એટ વર્ક'ના ત્રણ મુખ્ય કિરદાર કોણ કોણ હતા? અને તેના દિગ્દર્શક કોણ હતા?

- ઇબ્રાહિમ ઝાલા

* મધુર ભંડારકરની આ એક્શન - થ્રિલર ફિલ્મના ત્રણ મુખ્ય કલાકાર અક્ષયકુમાર, સુનીલ શેટ્ટી અને શત્રુઘ્ન સિંહા હતા. તેમની સાથે જેકી શ્રોફ, પરેશ રાવલ, રવિના ટંડન, લારા દત્તા અને ઇરફાન ખાન હતા.

.  'અક્સ' ફિલ્મના નિર્માતા અને કલાકાર કોણ હતા? એ ક્યાં જોનરની ફિલ્મ હતી?

- પંકજ પંડયા (અમદાવાદ)

* 'અક્સ' સુપરનેચરલ એક્શન-થ્રિલર ફિલ્મ હતી, જેના નિર્માતા અમિતાભ બચ્ચન અને જામુ સુગંધ હતા. મુખ્ય કલાકારોમાં અમિતાભ બચ્ચન, રવિના ટંડન, મનોજ બાજપેયી અને નંદિતા દાસનો સમાવેશ થાય છે.