સમુદ્રના તળિયે તરતી માછલીને પાણીનું દબાણ નહીં લાગતું હોય ?
પાણી હવા કરતાં ભારે છે. સમુદ્રમાં પાણીમાં જેમ ઊંડે જઇએ તેમ ચારે તરફથી પાણી દબાણ કરતું હોય છે. દર ૩૩ ફૂટની ઊંડાઈએ એક ચોરસ ઇંચ પર પાણીનું દબાણ ૬.૬ કિલોગ્રામ જેટલું વધે છે.
આપણા શરીર પર દર ચોરસ સેન્ટીમીટરે લગભગ ૧ કિલોગ્રામ જેટલું વાતાવરણનું દબાણ થતું હોય છે. પરંતુ તેની આપણને ખબર પડતી નથી કેમ કે આપણું શરીર આ દબાણને સહન કરવાની શક્તિ ધરાવે છે તે જ રીતે માછલીનું શરીર દરિયાના તળિયે ઉત્પન્ન થતાં દબાણને સહન કરી શકે છે અને દબાઈ જતી નથી. દરેક જળચર જીવના શરીર ભારે દબાણ સહન કરી શકે તેવાં જ બનેલા છે. ઘન, વાયુ અને પ્રવાહીનઓ ઉપર દબાણની અસર જુદી હોય છે.