પતિ-પત્નીના પ્રેમના રંગ પૂરે છે બેડરૂમની સજાવટ
કેટલાક મનોવૈજ્ઞાાનિકો અને સેક્સોલોજિસ્ટના જણાવ્યા મુજબ દાંપત્યજીવનમાં પ્રેમના રંગ પૂરવામાં બેડરૂમની મહત્ત્વની ભૂમિકા હોય છે. મોટાભાગે આરામ માટે પતિ-પત્ની બેડરૂમ પસંદ કરે છે. તેથી વચ્ચેવચ્ચે બેડરૂમમાં થોડું પરિવર્તન લાવીને રોમેન્ટિક જીવનને લાંબા સમય સુધી જાળવી રાખી શકે છે.
દીવાલ પર કલર: બેડરૂમમાં દીવાલના રંગનું પણ અલગ મહત્ત્વ હોય છે. પ્રેમના રંગને ગાઢ કરવા માટે પોતાની દીવાલ પર આછા ગુલાબી રંગ, આસમાની, આછા લીલા રંગનો ઉપયોગ કરો, કારણ કે રંગ પણ પોતાની ભાષા બોલે છે. રોમાન્સમાં પ્રેમનો ભાવ જગાવે છે રંગ.
લોભામણાં ફોટા લગાવો : બેડરૂમમાં સારા અને રોમેન્ટિક ફોટા લગાવો. બીભત્સ, ઊર્જાહીન, વાઘ, દોડતા ઘોડાના ફોટા ન લગાવો. બર્ડ હંસ, ગુલાબના ફૂલના ફોટા લગાવો. આ પ્રકારનાં ફોટા તમારા જીવનને રોમાન્સ અને પ્રેમથી ભરી દેશે.
લાઈ : રોમાન્સ જગાવવા માટે પ્રકાશની મહત્ત્વની ભૂમિકા હોય છે. બેડરૂમમાં ગુલાબી આછા આસમાની રંગની લાઈટનો ઉપયોગ કરો. લાઈટ બેડરૂમમાં ડાયરેક્ટ નહીં, પરંતુ ઈનડાયરેક્ટ આવવી જોઈએ. લેપશેડ, કોર્નર લાઈટનો પણ ઉપયોગ કરી શકાય છે. તેથી બેડરૂમમાં માદકતા અને પ્રેમનો સમાવેશ થાય છે. રૂમમાં જેટલી ઓછી લાઈટ હોય છે, એકબીજા પ્રત્યે આકર્ષણ તેટલું જ વધે છે.
સુગંધ: પ્રેમ અને રોમાન્સને જાળવવા માટે અનેક પ્રકારની સુગંધનો ઉપયોગ કરી શકાય છે. લવેન્ડર, મોગરો, ચંદન વગેરેની સુગંધથી પતિપત્નીનો મુડ બની જાય છે. રૂમમાં ગુલદસ્તો રાખો, રોમાન્સ વધારવા માટે અરોમા કન્ડલ પ્રગટાવો. સુગંધ માણસમાં થોડોક પ્રકારના ભાવ પેદા કરે છે. કેન્ડલનો પ્રકાશ માત્ર બેડરૂમને સૌંદર્ય પ્રદાન નથી કરતો પરંતુ એકબીજાને રોમાન્સ માટે પણ ઉશ્કેરે છે.
પથારી: મન અને મુડ બનાવવા માટે પથારીનું ખૂબ સારું યોગદાન હોય છે. ગાદલા વાગે તેવા ન હોય, બેડનો અવાજ તમને ડિસ્ટર્બ ન કરે. બેડશીટનો રંગ અને કોમળતા બંને પ્રેમને, રોમાન્સને ઉશ્કેરનાર હોવા જોઈએ.
ડિસ્ટર્બંસ ન થાય બેડરૂમની બહાર કોઈ એવો બેલ ન લગાવો, જે તમને વારંવાર ડિસ્ટર્બ કરે. એલાર્મ ક્લોક, મોબાઈલ, સિંગિંગ રમકડાં વગેરે દૂર રાખો. બેડરૂમને એવો બનાવો, જેથી તમે તમારા પાર્ટનરને કંફર્ટેબલ ફીલ કરાવી શકો.
ફ્રુટ્ : દ્રાક્ષ, કેળાં, સ્ટ્રોબેરી, સફરજન, ચીકુ વગેરેની સુગંધ માદક હોય છે. આ સ્થિતિમાં જો તમે આ ફ્રૂટ્સ રાખો છો, જમો છો તો તેની અસર તમારા રોમાન્સ પર પણ થાય છે.
બેડરૂમને સજ્જ રાખો: રોમાન્સ, પ્રેમ માટે પાર્ક, બગીચો, સમુદ્રી કિનારો, ખુલ્લું આકાશ વગેરે પ્રેમીને આકર્ષિત કરે છે. તેથી બેડરૂમને એવો લુક આપવાનો પ્રયત્ન કરો, પડદાં એવા લગાવો જેથી આકાશ દેખાય. લાઈટ રંગના પડદા લગાવો. હળવો પ્રકાશ જ રૂમમાં આવે, જેથી તમારો મૂડ વધારે રોમેન્ટિક બને.
બેડરૂમને રોમેન્ટિક લુક આપો: તમારા બેડરૂમમાં આર્ટિફિશિયલ ફાઉન્ટેન, મોટા વૃક્ષ કે ચિત્ર લગાવો. બેડ, સોફા, તિજોરી વગેરેને બદલતા રહો, જેથી તમારા પાર્ટનરને રૂમ જૂનો ન લાગે. પ્રેમ, રોમાન્સનો બેડરૂમ સાથે મજબૂત સંબંધ હોય છે. જે જીવનમાં નવીનતા લાવે છે.