સેવા અને સ્મરણ કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુ ! એવું માગું રે...
પ્રમુખ મહારાજ સ્વામીનું સુત્ર હતું કે 'બીજાના ભલામાં આપણું જ ભલું છે. બની શકે તો રકતદાન નેત્રદાન, દેહદાન, વસ્ત્રદાન, અન્નદાન, આપો આ બધી સેવા એક પ્રભુના અન્નકૂટ જેટલું પુણ્ય આપે છે.
ભજનની એક પંક્તિ છે કે ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માંગુ રે ! પ્રભુએ આ દિવ્ય જીવન આપ્યું છે તેનો સદ્ ઉપયોગ કરી લેવું. આખી જિંદગી કમાઈ કમાઈને જિંદગી પુરી ન કરી દેવી આખરે આ બધું અહીં મુકીને જવાનું છે. પ્રભુનું મુખ મુખડુ જોઈ નિત્ય સ્મરણ-વંદન કરવું. આખા દિવસમાં અડધો કલાક પ્રભુ સ્મરણમાં મંદિરમાં પ્રભુના દર્શનમાં ગાળવો. પ્રભુની તમારી મુલાકાત આખો દિવસને આખરે આખી જિંદગી સુધારશે પ્રભુ અંત સમયે તમારી પળોને સુધારી લે એજ જીવનનો એવોર્ડ છે. પ્રભુની માળા કરો એ નામસ્મરણ છે. દિવસના અંતે આખો દિવસ તમોએ કોઈ દુ:ખી માણસની સેવા કરી હોય તે યાદ કરો પ્રભુનો પહાડ માનો કે, આખો દિવસ પ્રભુ તે માને સદ્દબુદ્ધિ આપી.
પ્રમુખ મહારાજ સ્વામીનું સુત્ર હતું કે 'બીજાના ભલામાં આપણું જ ભલું છે. બની શકે તો રકતદાન નેત્રદાન, દેહદાન, વસ્ત્રદાન, અન્નદાન, આપો આ બધી સેવા એક પ્રભુના અન્નકૂટ જેટલું પુણ્ય આપે છે. સંતે તિરૂવલ્લચરના શબ્દોમાં ' મહાન પુરૂષો જે પરોપકાર કરે છે તેનો બદલો ચાહતા નથી. પાણી વરસાવતાં વાદળોનો બદલો જગત કેવી રીતે ચૂકવી શકે ? અજ્ઞાાતના શબ્દોમાં 'પરોપકાર કરવો એ પુણ્ય છે. અને બીજાને દુ:ખ આપવું પાપ છે.'
ગાંધીજીએ પ્રભુ સ્મરણ ઉપર ભાર મુક્યો છે 'મારું સૌથી મોટું શાસ્ત્ર છે મૂક પ્રાર્થના પ્રાર્થના વગર આંતરિક શાંતિ મળતી નથી.' પ્રાર્થના સવારની ચા છે અને સાંજનું વાળું છે. ગાંધીજી લખે છે કે પ્રભુપત્ર લખવામાં કાગળ કલમ કે શબ્દની જરૂર નથી. એ પાત્રનું નામ જ પ્રાર્થના છે. એક ભજનના શબ્દો છે.
તારૂ મુખડુ મનોહર જોયા કરૂ રાત દિવસ તારુ ભજન કરૂ રહે અંત સમયે તારામાં ધ્યાન પ્રભુ એવું માંગુ રે. ભક્તિ કરતાં છૂટે પ્રાણ પ્રભુ એવું માંગુ રે માણસે જીવ મન હરિને ચરણે રાખવા. નિત્ય-પ્રાર્થના ઇશ્વરી ધૂન કરવી. પ્રભુને યાદ કરીને ગાવો સંભાળવો.
'અબ સોંપ દિયા ઇસ જીવન કા,
સબ ભાર તુમ્હારે હાથો મેં,
હે જીત તુમ્હારે હાથો મેં,
ઔર હાર તુમ્હારે હાથોમે,
આ દેહની પૂજામાં આખું જીવન વ્યતિત કરતાં પ્રભુની પૂજામાં જીવનની અમુક ક્ષણો સમર્પણ કરો.
શંકર ભગતનું ભજન છે : મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી અખંડ પ્રેમ તણી જ્યોતિને નાખજો. કાયમ જલતી રાખજો.
હૈયા હૈયા ખૂબ મિલાવી, હરિનું નામ દીપાવજો
ભક્તિ કેરું અમૃત પીને બીજાને પીવડાવજો,
પ્રભુને પ્રાર્થના કરવી.
હું જીવનભર સળગી રહ્યો સંસારના સંતાપમાં
તું આપજે શાંતિ ભરી નિદ્રા મને અંત ઘડી
બીજાઓમાં પણ ઇશ્વરને જુઓ સર્વત્ર ઇશ્વરને જોવો તેનું નામ જ્ઞાાન !!
- બંસીલાલ જી. શાહ