વાચકની કલમ .
'ઉદાસ છે જિંદગી'
ધડકતા હૃદયે છે ત્હારી જિંદગી
હરશ્વારો યાદ કરી વહે જિંદગી
હવે ત્હારા વગરની મ્હારી જિંદગી
નથી જીવાતી હવે મ્હને જિંદગી
બસ સદા ઉદાસ છે જિંદગી
હવે જખ્મોનો તાજ છે જિંદગી
સદાય નિરાશ છે મ્હારી જિંદગી
જવાબ વગરનો સવાલ છે જિંદગી
ખાલી ખાલી છે હવે જિંદગી
નથી આંખે કોઈ ખ્વાબ જિંદગી
સાંજ પડે ને રોજ ઢળે જિંદગી
પડછાયે તુ ડોકાતી એ જિંદગી
હર પલ ઉદાસ છે હવે જિંદગી
નથી રહી કોઈ પ્યાસ જિંદગી
સંજોગે હવે મજબૂર છે જિંદગી
ઈન્તજારે વહે છે મ્હારી જિંદગી
હૃદયનાં આઈ.સી.યુ. વોર્ડે જિંદગી
એડમીટ થઈ ગઈ છે મ્હારી જિંદગી.
'મીત' (સુરત)
તમારા વિના
અમે એકલાં અટૂલાં, તમારા વિના
ભવમાં ભૂલાં પડેલાં, તમારા વિના...
સંસાર સાગરના ઉછળતા જળમાં
ડૂબતી તણાતી નાવ, તમારા વિના...
મધમધતા બાગમાં મહેંકતા ફૂલો
કળીઓ કરમાય છે, તમારા વિના...
કોડ ભરેલી કન્યાના, આશા ભરેલા,
અરમાનો છે અધૂરા, તમારા વિના...
પૂનમના ચંદ્રની શીતળ ચાંદની
અંગને લાગે આગ, તમારા વિના...
વૈશાખી વાયરાની મધુર લહેરો
દિલને તડપાવી જાય, તમારા વિના...
અષાઢી મેઘનો ઝરમર વરસાદ
આ જીવને બાળી જાય,
તમારા વિના...
રાધા અને ગોપીઓનું
રાસ વિનાનું
સૂનુ લાગે છે
વૃંદાવન, તમારા વિના...
ભગુભાઈ ભીમડા
(હલદર, ભરૂચ)
મોજ લઈ જીવું છું
લાગે છે કોઈ બોજ લઈ જીવું છું,
એક દિવસ નહિં પણ રોજ લઈ જીવું છું.
જીવનમાં હજુ કંઈકની તલાશ બાકી છે,
હરપળ દિલમાં એક ખોજ લઈ જીવું છું.
તમારા વિના હું સાવ એકલો છું
મારા મિત્રો,
તમારો છે સાથ તેથી લાગે છે કે
સાથે ફોજ લઈ જીવું છું.
કેટલાક સામેથી આવે છે
નફરતની આડ લઈને,
પણ હું તો દિલમા
પ્રેમનો હોજ લઈ જીવું છું.
જીવનમાં તકલીફ તો કાયમ
રહેવાની જ 'સુનિલ',
મુસીબતમાં પણ હું તો
મોજ લઈ જીવું છું.
પટેલ સુનિલ સી.
(ઊંટડી, જિ.વલસાડ)
ગલત ફેમી
તારામાં મૂકેલો ભરોસો,
મને હૂંફ આપી જાય,
મારા નેક ઈશારાને તું સમજી ન
શકી ગલત ફેમીએ.
જીવન કેડીએ કંટક દૂર
કરી ગુલાબ પાથરજે
અચળ પ્રેમાલાપને અકબંધ રહે
તેવું કંઈક કરજે.
જીવનનૈયામાં સ્થિરતા બક્ષજે,
ગલત ફેમી ન સમજે
મિત્રતાની મોડ બનાવી રાખજે,
જીવન સફરમાં જ્યાં.
નેકી, પ્રમાણિકતાને સમજજે,
ગલત ફેમી ન થાય તે જોજે
જીંદગીમાં આવતી
ઉલઝનોને, સૂલઝાવવાની કોશિશ કરજે.
જીવન તો એક પહેલી છે,
એમાં સ્નેહાળ બની રહેજે
મારા પ્રેમાળ ભર્યા મેસેજને
ગલત ફેમી ન થાય તે જોજે.
દુનિયાદારીના કાવાદાવાને સમજીને
ઉકેલ લાવી દેજે
જીવન કેડીમાં, સારા જગતને
પ્રેરક બની રહેજે.
આદર્શોની ઊણપ ન વર્તાય તેવી
ગલત ફેમી ન થાય તે જોજે.
એકરાર કરજે, જીવન મંઝિલ કરી
લેવા પાર જ્યાં
જીંદગીમાં ''ગલે લગના'' એમાં
ગલત ફેમી ન થાય તે જોજે.
પરેશ જે. પુરોહિત
(કલોલ, રણાસણ)
ઈંતજાર
હૃદયરૂપી પુસ્તકમાં ઉર્મિકાવ્ય છે...
મારું આંખો સારી... ને... છે...
સપનું... તમારું
હા!... એ ઘર ''સારૂં''...
ને નામ છે તમારું
જવું છે જ્યાં મારે તે સરનામું છે તમારૂં
દોરી મે આકૃતિ... એ ચિત્ર છે મારૂં
ચિત્રમાં આકાર લેતું... આ રૂપ તમારૂં
લખ્યો મે આ શબ્દ... એ નામ છે મારૂં
મારા નામમાં શોધું છું નિશાન તમારૂં
લખ્યું મે આ કાવ્ય એ કલ્પના છે મારી
કલ્પનામાં સાકાર થતી ઝંખના તમારી
મારા જીવનની ડગર ને ડગલું છે મારૂં
જીવન સફરમાં શોધું છું... પગલું તમારૂં
જોયા મેં પંખી તેમાં... કલરવ તમારો
નિહાળ્યું મે સ્વપ્ન... તેમા આભાસ તમારો
તમારા માટે છે આ શ્વાસોશ્વાસ અમારો
નવજીવનનો શરૂઆતને...
પ્રીત આધાર છે મારો
''ખુશી'' ના જીવનને... જીત...
ઈંતજાર તમારો.
વિજયા ડી. ગારડે (''ખુશી'')
(નવસારી)
આવતી કાલ
સ્તબ્ધ બની ઊભું વિશ્વ
પ્રદૂષણ ઓકતું સકલ વિશ્વ
પ્રગતિ વેરાઈ 'ચૌ' વિશ્વે
અશાંતિ અફળાતી વિશ્વે
કરવત બન્યા હાથ વિશ્વે
વન ભોગે વનવાસ વિશ્વે
પ્રગતિ પ્રચંડ પવને વિશ્વ
ભાસે ઓસ આંસુ વિશ્વ
વૈભવનું ચળકાટ વિશ્વ
શાંતિનો શૂન્ય
અવકાશ વિશ્વ
અતિ ની
અધોગતિએ વિશ્વ
ભૂત બની અધોગતિએ વિશ્વ
કળયુગ ઓથે અતિત વિશ્વ
નાજુક છે પરિસ્થિતિ વિશ્વ
વિશ્વાસઘાતનું મેદાન વિશ્વ
ભટકતી પાનખરનું છે વિશ્વ
અશાંતિ સદાબહાર છે વિશ્વ
જાણે વિશ્વ હાંફે એ દોડથી
ગ્લોબલ વોર્મિંગની ભેટ વિશ્વે
શું આવતી કાલનું આ છે વિશ્વ?
મુકેશ બી. મહેતા
(બામણીયા, સુરત)
હસતો રહું છું
હાર્દિક સ્પંદન રજૂ કરતો રહું છું,
લૈ શુભ વિચાર વિહરતો રહું છું.
હોઠે શબ્દો કરે કૈ ઘોંઘાટ ભારે,
સૂરો લઈ ગીતડાં લખતો રહું છું.
દુકાન તો મૌનની ખોલીન બેઠો,
અક્ષર બની કાગળે વદતો રહું છું.
સંધ્યા મહેફિલ ને મેળાવડે તો -
બસ, ફૂલની સુગન્ધ ધરતો રહું છું.
નેહે અશ્રુ નૈ પડે સોને મઢેલાં,
જેનું રખોપું કરી હસતો રહું છું.
વિનોદચંદ્ર બોરીચા
(બીનુ) (મુંબઈ)
એકરાર
શીશુ વયે મળે જે સંસ્કાર
જીવનભર આપે સથવાર.
યુવાની બનતી સદા દિવાળી
નરનારી દિલ ઈચ્છે પ્યાર.
પ્રૌઢ વય છે ફરજ અદાની
બાલુડાનો રચવો સંસાર.
ઘડપણનો વાગે એલાર્મ
જીવને ઉતારો ધર્મનો સાર.
'લઘુગોવિંદ' મૃત્યુ માગે છે
સારા-નરસાનો સર્વ એકરાર.
લઘુગોવિંદ
વખત
વખત વિતી ગયો ગામડાનો
શહેર તરફ વળ્યો,
છોડી પોતાનું વતન માનવી
શહેર તરફ વળ્યો.
લીલીછમ વનરાઈનો મીઠો
છાંયડો છોડીને,
ઉજ્જળ નગરી તરફ ચાલતો
શહેર તરફ વળ્યો.
ભૂલ્યો વહેલી પરોઢનાં પ્રભાતિયાનાં
મીઠા સૂર,
સાંભળવા સિનેમાનો અવાજ શહેર
તરફ વળ્યો.
ભૂલી બેઠો મંદિરની ઝાલર ટાણે
વાગતી નોબત,
વાહનનો ઘોંઘાટ સાંભળવા
શહેર તરફ વળ્યો.
સોડમ સભર મા ને હાથે
બનતો રોટલો છોડી,
પીઝા બર્ગરની લિજ્જત લેવા
શહેર તરફ વળ્યો.
ગળથૂંથીમાં મળેલા સંસ્કાર
સઘળા ભૂલી જઈને,
ફેશનની મોહ જાળમાં ફસાઈ
જઈ શહેર તરફ વળ્યો.
છોડી દીધું સાદગીનું જીવન વખત
સાથે વહી જઈને,
દોડધામ ભરી જિંદગીમાં
ભાગવા શહેર તરફ વળ્યો.
સચિન સોની
(સડોદર, જામનગર)
એકાંત
એક ખૂબસુરત દુનિયાનો અહેસાસ છે તું
મારી એક નાનકડી જિંદગીનો રાઝ છે તું
ઘણી ગુંગળામણમાં મારો શ્વાસ છે તું
કોઈ નથી બીજું ત્યારે એકમાત્ર
વિશ્વાસ છે તું
વરસોથી જેના માટે તડપતી એ પ્યાસ છે તું
મેં માંગેલ પ્રભુ પાસે, એ વરદાન છે તું
મેં સેવેલ વરસોનું અરમાન છે તું
ખબર નથી કેમ, પણ
મારા જીવનમાં સહુથી સુંદર
'એકાંત' છે તું.
સ્નેહલ ગરાસિયા (મિષ્ટી)
(વાંસકુઈ, સુરત)