વાચકની કલમ .
આવજો
જઈ રહ્યો છું, આ જીવનથી દૂર,
ઈચ્છા થાય તો મળવા આવજો!
પરિક્રમા કરવી છે, ''જીંદગી'' ની,
સાથ નિભાવવો હોય તો આવજો!
દૂર 'ક્ષિતિજ' પાર જવું છે
હિમ્મત જો હોય તો આવજો!
પણ....રે! વિધિની
આ ''અવધિ'' પૂરી થઈ!
''અંતિમ '' ''મુખ વદન''
જોવું હોય તો,
જરૂરથી આવજો!
એ.પી. મકવાણા : (પેટલાદ)
'મા'
તારા શ્વાસે તો અમારું આ ધબકતું ઘર
હતું મા
સુખી છાલકથી છલોછલ
આંગણે સરવર હતું મા
ધોમ ધખતા સૂર્ય શાપિત ગ્રીષ્મમાં છાંયો
હતી તું વ્હાલનું વાદળ
વરસતું શ્રાવણી ઝરમર
હતું મા
દુ:ખ માં પણ શાતા મળતી,
કેમ કે તું તો
હતી ને?
યાદ આવે છે મને હાલરડા
ને જાગી જવાય છે
સ્વપ્નમાં તારું મલકતું
મુખડું મનહર હતું મા
જિંદગીના દાખલાઓ
ખૂબ સારી રીતે ગણ્યા
જિંદગાની નું ગણિત
રસભર અને સરભર હતું માં
- દિલીપ ઘાસવાલા
વિચારોના વમળમાં ગઝલ
આધાર હર કિતાબ નો બસ એક વેદ છે
કે વાત સાવ છે ખુલી, ક્યાં કોઈ ભેદ છે,
સમજી ને કોઈ ઘટના, અમે તો ભુલી ગયા
કે એવિષયમાં જાણે, હજી કોને ખેદ છે,
તડપાવે ઔર પાસથી, કે દૂરથી તો ઠીક,
કે ચીજનો ન જાણે, ચઢેલો આ મેદ છે,
મુક્તી મળી શકી નહીં,
છેલ્લી નફરત સુધી
કેવી ન જાણે રુહને માટીની કેદ છે.
લોહીની આરપાર જરા તો જુવો 'અસર'
કયો રંગ જાણે મૂળમાં કોઈ સફેદ છે
- મહેશ અઘેરા 'અસર' : (રાજકોટ)
વિચારોના વમળમાં
વિચારોના વમળમાં ગુંથાય જાઉં છું
સમયના વ્હેણમાં તણાય જાઉં છું
કોઈક યાદ ના તો માત્ર પડઘા પડે છે
ભૂતકાળની ખીણમાં સરકી જાઉં છું
ઉગશે એક દિન આશાનો સૂરજ
ભવિષ્યના ભ્રમમાં મલકી જાઉં છું.....
ક્યારેક મન દોડતું દિલ દરિયામાં
ત્યારે ઘુઘવતો સાગર તરી જાઉં છું....
દૂરથી કોઈ આપે છે દિલને દિલાસો
ત્યારે વિજોગી પળને
માંડ ભૂલી જાઉં છું....
દૂરથી કોઈ આપે છે દિલને દિલાસો
ત્યારે વિજોગી પળને
માંડ ભૂલી જાઉં છું....
કદીક વરસે છે સ્નેહભીની વાદળી
મંદ મંદ વર્ષામાં ભીંજાઈ જાઉં છું....
તરી જાય છે ઘણા આ જીવન સાગરને
ત્યારે હું દિલના દરિયામાં
ડૂબી જાઉં છું.....
- ભગુભાઈ ભીમડા: (હલદર- ભરુચ)
એક આથમતી સાંજના
દર્શન થયા મને તારા
રૂપ રૂપનો ભાર લઈ
વસ્યા તમે દલડામાં
પ્રિતના પહેલે પગથિયે
માંડયા જ્યાં તમે ડગલા
કંટક કેરી વાડ હતી
ફૂલ વેરાણા તે ચોકમાં
કોયલ જેવો કંઠ તારો
હંસલી જેવી ચાલછે
મુખ પર ઝળકે તે જ એવું
જાણે કોઈ વિરાંગના
રહે તુ મારી આસપાસ
નથી મને દુનિયાની ખબર
તારા રૂપનું રસ ઘોળીને
પીધો મેંતો પ્રેમનો પ્યાલો
તારા ફળિયે પગ મૂકું
તો જુવે સો જુવાનિયા
અલક મલકની વાતો કરે
ભાઈ તમે ક્યાં ગામના
કુમકુમ કેરા પગલા પાડી
તમે પધારો મારે આંગણે
પોઠુ' તો યાદ સતાવે તારી
મને યાદ સતાવે તારી
- રામજી ગોવિંદ કુંઢડિયા :
(વિદ્યાવિહાર-મુંબઈ)
તું મારી નજરમાં રહી
તું મારી નજરમાં રહી પણ
આંખ તારી મારાં દર્પણમાં
તું મારી અવસરમાં રહી પણ
ગેરહાજરી તો ખરાં જીવનની
કોેયેલ બની ગાતી રહી પણ
નાપાક કામ્યાબી કિરણમાં
તું મારી નજરમાં રહી પણ
આવરણ પત્થર અર્પણમાં
પલકતી આંખ હોઠે બોલી
ઉપજતી નિરાળી મુહબ્બત માં
તું વૃક્ષની હરિયાળી લાલી
હાં લોકમાં તેજસ્વી નભમાં
અપાર પ્રેમની પરિભાષા પણ
જુઠી મજાકે સચ્ચાઈનું પ્રમાણ
મારી વૃત્તિ બાગબાન રહી સંગે
ભર અંધારે તારું આચરણ!
તું મારી નજરમાં રહી પણ
સાંજ આજની નવીન ચરણમાં !
- હિતેશ આર. પટેલ :
(ધુલીયા રોડ-બારડોલી)
અપ્સરા
શબ્દોને ક્યાં સાંજ પડે છે
શબ્દોને ક્યાં સાંજ પડે છે
તારી યાદે કલમ ઉપાડુ ને.....
અડધી રાતે પણ સવાર પડે છે
તારી યાદોના ચમકતાં ઓશ બૂંદે
મહાસાગર વહી પડે છે
બસ..... તારા નામનો.....
લહર તારા નામની
ઘૂઘવાટ તારા નામનો
પ્રપાત તારા નામનો
ઊંડાણ તારા નામનું
તુફાન તારા નામનું
ભરતી તારા નામની
ઓટ તારા નામની
હર પ્રવાહ તારા નામનો
કિનારો તારા નામનો
તેથી....
શબ્દોને ક્યાં સમજ પડે છે
દિનરાત, સવારસાંજ, વર્ષ આખું
યાદ તારી અફાટ થઈ પડે છે.
- 'મીત' : (સુરત)
માતા
જીવનમાં અમૃતરૂપી સાગરમાં
ડૂબી ગયો હું,
તારી પાંપણના પલકારે દુનિયા દેખી મેં,
આંગળી પકડી ચાલતાં શીખવાડયું તે,
વ્હાલભરી આંખોમાં
તારી ખોવાઈ ગયો હું,
પગ પકડી તારા શરણે આવ્યો હું,
પ્રેમરૂપી દિલમાં તારા ઊતરી ગયો હું,
ખોળો જોઈ તારો સદાય ખૂંધ્યો હું,
બે ઘડી ગોદમાં તારી પોઢી ગયો હું.
- હેતાલી પરમાર: (અમરેલી)
આગ બને છે....
પ્રેમમાં
લાગણીની વાવણી થાય
ત્યારે એેેેેેેેે
બાગ બને છે.
પણ પ્રીતમાં
વાસનાની
ચિનગારી જાગે
ત્યારે એ
આગ બને છે
'લઘુગોવિંદ' વદે
પ્રેમને
વાસનામાં ના ઢાળો
- લઘુ ગોવિંદ: (કલ્યાણ)
રસ્તો.....
યુગોથી અહીંયા એકલો ઊભો છે,
સૌને સહાયક છે અને દિશાસૂચક છે,
સૌના જીવનમાં છે ઉપયોગી
ભલે તે વાંકાચૂંકા,
સૌના જીવનમાં છે ઉપયોગી
લાંબો કે ખરબચડો,
મહેનત કરી બનાવે છે લોકો રસ્તાને,
પણ અજાણ્યા પથિકનો શુભદર્શક છે રસ્તો
ભૂલા પડેલા ઘણાં અટવાય કે આમતેમ
જાણતા ન હોય તેવા લોકો
રસ્તાને જુએ આમ તેમ
જાણતા ન હોય તેવા
લોકો રસ્તાને જુએ આમ તેમ
જીવન વીતે છે તેના પર ચાલતાં ચાલતાં
અંતે આવેલ મંજિલો લઈ જાય છે રસ્તા,
જન્મથી લઈ મૃત્યુ સુધીની રસ્તો
સ્મશાને પૂરો થાય છે જિંદગીનો રસ્તો....
- નિધિ વાઢૈયા:
કરચોલિયા - (સુરત)