સ્ત્રી વંધ્યત્ત્વ અને આયુર્વેદ
આરોગ્ય સંજીવની - જ્હાનવીબેન ભટ્ટ
વંધ્યત્ત્વ એ કોઇ પણ મનુષ્ય માટે ખૂબ જ અભિશાપ રૂપ છે. સ્ત્રી માટે માતા બનવું તે ઈશ્વરની સૌથી મોટી ભેટ માનવામાં આવે છે. આ ભેટ મળ્યા બાદ જ સ્ત્રી પૂર્ણત્ત્વનો અનુભવ કરે છે પરંતુ ઘણીવાર ઘણાં બધાં કારણોને લીધે સ્ત્રી આ સુખથી વંચિત રહેતી હોય છે. લગ્નજીવન સામાન્ય હોવા છતાં લગ્નને એક વર્ષ પસાર થાય અને સ્ત્રીને જો ગર્ભ ન રહેતો દંપતીએ સાવધાન થઇ જવું જોઇએ. વંધ્યત્ત્વ એ સ્ત્રીને કારણે જ હોય તેવું જરૂરી નથી.
ઘણી વખત પુરુષની ખામીનાં કારણે પણ વંધ્યત્ત્વ જોવા મળતું હોય છે. આથી નિષ્ણાંત વૈદ્ય કે ચિકિત્સક પાસે સ્ત્રી અને પુરુષ બંનેની દરેક તપાસ કરાવી લેવી ખૂબ જ જરૂરી છે. આજનાં યુગમાં આ સમસ્યા માટે ઘણી બધી પધ્ધતિઓ અમલમાં છે. આયુર્વેદમાં પણ વંધ્યત્ત્વ માટે ઘણી બધી સારવાર છે અને જો આ સારવાર નિયમિત રીતે અને નિષ્ણાંતની સલાહ મુજબ કરવામાં આવે તો ચોક્કસ ફળદાયી નીવડે છે.
પુરુષોમાં શુક્રાણુની કમી, વીર્ય બરોબર ન બનવું, શુક્રાણુની ગતિ ઓછી હોવી વગેરે કારણો હોઇ શકે છે. આ ઉપરાંત માનસિક તનાવ, દોડાદોડી, ઉજાગરા વગેરેનાં કારણે પણ લાઇફ સ્ટાઇલ ઉપર અસર થાય છે, જેનાં કારણે હોર્મોન્સ ડીસ્ટર્બ થઇ શકે છે. જે વંધ્યત્ત્વ માટે જવાબદાર ગણી શકાય છે. સ્ત્રીઓમાં મોટે ભાગે જે સ્ત્રીઓને થાઇરોઇડ કે હાઇપોથાઇરોડ હોય તેમણે વજનને ખાસ નિયંત્રણમાં રાખવું જોઇએ, નહિતર ગર્ભધારણામાં તો તકલીફ પડે જ છે અને કદાચ ગર્ભ રહી પણ જાય તો તે બાળકનું ૈં.ઊ. લેવલ સામાન્ય બાળકો કરતાં ૩ થી ૫% ઓછું આવે છે.
આ ઉપરાંત સ્ત્રીઓમાં ચિંતા, સ્ટ્રેસ વગેરે પણ હોર્મોન્સનાં લેવલને બગાડી શકે છે. આ સિવાય સ્ત્રીઓનાં ગર્ભાશય, બીજાશય, બીજવાહિની અને બીજ આ ચારેય શુધ્ધ હોય ત્યારે જ ગર્ભાધાન શક્ય બને છે. સ્ત્રીઓમાં બીજાશયમાં ઘણીવાર નાની-નાની ગાંઠ હોવી, બીજ ન બનવું, બીજ છૂટું ન પડવું, બીજવાહિની બંધ હોવી વગેરે કારણોસર ગર્ભ રહેવામાં સમસ્યા રહેતી હોય છે. પરંતુ આજનાં વૈજ્ઞાાનિક યુગમાં ્ફજી સોનોગ્રાફી, બાયોપ્સી, લ્લજીય્, બ્લડ રીપોર્ટ આ બધા ટેસ્ટ દ્વારા શું સમસ્યા છે તે સરળતાથી હવે આપણે જાણી શકીએ છીએ અને તેનો ઉપચાર પણ કરી શકીએ છીએ.
આયુર્વેદમાં પુરુષો માટે શિલાજીત વટી, મકરધ્વજ વટી, ગોક્ષુર ચૂર્ણ, અશ્વગંધા ચૂર્ણ, કૌચાપાક જેવા ઔષધો બતાવેલાં છે. જેનું સેવન નિષ્ણાંતની સલાહ મુજબ કરવાથી પુરુષોની શુક્રસંખ્યા સંબંધી સમસ્યાઓમાં ચોક્કસ ફાયદો થાય છે.
સ્ત્રીઓ માટે ગર્ભપાલરસ, ફલધૃત, ગર્ભધારક યોગ વગેરેનું સેવન નિષ્ણાંતની સલાહ મુજબ કરવાથી પરિણામ અવશ્ય મળે છે.
આયુર્વેદની એક વિશિષ્ટ સારવાર પંચકર્મ સારવાર છે અને તે જ પંચકર્મનું વિશેષ અંગ છે ઉત્તરબસ્તિ.
ઉત્તરબસ્તિ એ સ્ત્રીઓમાં પ્રજનન અંગોને શુધ્ધ કરવા માટે ગર્ભાશયગત આપવામાં આવે છે. આયુર્વેદમાં વંધ્યત્ત્વ માટે ઉત્તરબસ્તિ એ શ્રેષ્ઠ સારવાર છે.
ઉત્તરબસ્તિથી સ્ત્રીઓમાં પ્રજનનાંગો શુધ્ધ થવાથી સફળતાપૂર્વક ગર્ભાધાન થઇ જાય છે. આ ઉપરાંત સ્ત્રીઓમાં જન્મજાત પ્રજનનાંગોની વિકૃત્તિ હોય, બીજ બનવાની અને છૂટું પડવાની પ્રક્રિયામાં વિષમાત્રા હોય તો તેમાં ઉત્તરબસ્તિ ખૂબ સારું પરિણામ આપે છે. આ ઉપરાંત ઘણી સ્ત્રીઓનાં ગર્ભાશયમાં નાની નાની સાદી ગાંઠો હોય છે તથા ઘણીવાર ર્ખનૈબચનજ પણ હોય છે. જે અત્યારે બહુ કોમન રીતે સ્ત્રીઓમાં જોવા મળે છે.
તેની સમસ્યા પણ ઉત્તરબસ્તિથી દૂર કરી શકાય છે. આ સિવાય માસિકસ્ત્રાવનો દુ:ખાવો ખૂબ રહેતો હોય તો તેમાં પણ ઉત્તરબસ્તિથી ફાયદો થાય છે.
ઉત્તરબસ્તિ એ શ્રેષ્ઠ ઔષધો દ્વારા ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે ગર્ભાશયમાં રજ:સ્ત્રાવ બંધ થયા પછીના બીજા અઠવાડિયે આપવામાં આવે છે જેની પ્રક્રિયા ૧ સપ્તાહ સુધી ચાલે છે. ઉત્તરબસ્તિ આપવાની વિધિ પણ ખૂબ સરળ છે. સ્ત્રીઓને મોટા ભાગે ખાસ દુ:ખાવો થતો નથી અને પ્રક્રિયા પૂર્ણ થતાં ગર્ભાશયની સંપૂર્ણ શુધ્ધિ થઇ જાય છે. જો આ પ્રક્રિયા યોગ્ય વિધિપૂર્વક કરવામાં આવેલ હોય તો ગર્ભાધાનમાં અવશ્ય સફળતા મળે છે.