Get The App

અનારકલી ડ્રેસ: પહેરવાનો અંદાજ અનોખો

Updated: Mar 3rd, 2020

GS TEAM

Google News
Google News
અનારકલી ડ્રેસ: પહેરવાનો અંદાજ અનોખો 1 - image


ઘેરવાળા અનારકલી ડ્રેસિસની સ્ટાઈલ ચારેક વર્ષ પહેલાં આવી ત્યારે પણ એ નવી નહોતી, પરંતુ એમાં મળેલા મોડર્ન ટચ સાથે લોકોએ એને અપનાવી લીધી હતી. હવે આ સ્ટાઈલ ખૂબ સામન્ય થઈ રહી છે અને એટલે જ કેટલીયે યુવતીઓ એને પહેરવાનું ટાળી રહી છે. એનું કારણ એ હોય છે કે બધાના ડ્રેસ સેમ જ લાગે છે. હવે આ જ અનારકલીને જો થોડો જુદો ટચ આપવામાં આવે તો એ સુંદર અને જુદા લાગી શકે છે. અનારકલીને ઈન્ડિયન અને વેસ્ટર્ન એમ બન્ને ટચ આપવા શક્ય છે. જોઈએ ફેશન-ડિઝાઈનર એ માટે શું સલાહ આપે છે.

પલાઝો પેન્ટ

કલીવાળો ચૂડીદાર અને લેગિંગ્સ અનારકલી સાથે સારાં લાગે છે, પરંતુ એને મોડર્ન ટચ આપવો હોય તો હવે ઓપ્શનમાં છે લૂઝ બોટમવાળાં પેન્ટ્સ. આ વિશે તે કહે છે, 'પલાઝો પેન્ટ અનારકલી સાથે પહેરી શકાય જે ઈવનિંગ પાર્ટીઓમાં સારાં લાગશે, પરંતુ આ સ્ટાઈલ સાથે રેગ્યુલર સ્ટાઈલનો અનારકલી કુરતો નહીં ચાલે. યૉકવાળા ઘેરદાર ક્લીવાળા કુરતાને બદલે કોલર પટ્ટીવાળો કુરતો પહેરી શકાય. આવા કુરતામાં કોલરની પટ્ટી પર વર્ક કરાવી શકાય અથવા વન સાઈડ ઓવરલેપ થાય એવી પેટર્ન કરાવી શકાય.'

લોકો હવે રેગ્યુલર અનારકલી પહેરીને કંટાળ્યા છે એટલે પલાઝો પેન્ટ સાથે શેરવાની સ્ટાઈલનાં જેકેટ જેવાં ટોપ્સ પણ બનાવડાવી શકાય જેમાં ઘેર હશે, પરંતુ ક્લીઓ નહીં હોય.

ઘાઘરા સાથે

અનારકલીને વધુ ટ્રેડિશનલ લુક આપવો હોય તો એને એ-લાઈન અથવા ઘેરવાળા ઘાઘરા સાથે પહેરી શકાય. આ કૉમ્બિનેશન વિશે સમજાવતાં ખૂશ્બૂ કહે છે, 'અનારકલીના કુરતાઓમાં બે પેટર્ન હોય છે. એકમાં યૉક પાસેથી કલીઓ સ્ટાર્ટ થાય છે, જ્યારે બીજામાં શોલ્ડર પાસેથી ક્લીઓ આપી દેવામાં આવી હોય છે. અહીં ઘાઘરા સાથે પહેરવા માટે બીજી ટાઈપનો કુરતો બેસ્ટ રહેશે. જો ફિગર સ્લિમ હોય તો ઘેરવાળો કુરતો અને કલીદાર ઘાઘરો પહેરી શકાય. જ્યારે બોડી થોડું હેવી હોય તો એ-લાઈન પહેરવું.'

ઘાઘરા અને કુરતામાં એક જ કોમ્બિનેશન ન પહેરતાં  એને કોન્ટ્રાસ્ટ મેચ કરીને પહેરવું. જો ટૉપ પિન્ક હોય તો નીચે ઘાઘરામાં કોન્ટ્રાસ્ટમાં ગ્રીન કે યલો મેચ કરો. કુરતો અને ટૉપ બન્ને એક જ રંગનાં સારાં નહીં લાગે અને જો એક જ રંગનાં હોય તોય  ઘાઘરાની બોર્ડરમાં કોન્ટ્રાસ્ટ શેડ આપવો જરૂરી છે.

હલકા-ફૂલકા

લોકો હવે હેવી વર્ક પહેરીને કંટાળ્યા છે આવું જણાવતીને ખુશ્બૂ કહે છે, 'વધુ ને વધુ યુવતીઓ હવે લાઈટ-વેઈટ ફેબ્રિક અને હળવા વર્કની ડિમાન્ડ કરી રહી છે. વેલ્વેટ અને બ્રૉકેડ જેવા હેવી  ફેબ્રિકને બદલે હવે શિફોન, જ્યોર્જેટ, સિલ્ક જેવું વજનમાં હલકું ફેબ્રિક લોકો પસંદ કરી રહ્યા છે. આ સાથે હેવી વર્કને બદલે કોન્ટ્રાસ્ટ રંગના ફેબ્રિકની જ બોર્ડર કે કેરીની મોટિફવાળી સાત-આઠ ઈંચની બોર્ડર દેખાવમાં જુદો અને સ્ટાઈલિશ લૂક આપશે. લાઈટ-વેઈટ લુકમાં ચંદેરી, કોટા જેપનીઝ યુકાતા જેવું ફેબ્રિક પણ વાપરી શકાય.'

કલર કોમ્બિનેશન

રેડ-ગ્રીન, યલો-પર્પલ જેવા કોમન કોમ્બિનેશનને બદલે આજકાલ સ્કિન કલર ખૂબ ચાલી રહ્યો છે. લાઈટ બેઝ શેડને રોયલ બ્લુ, એમરલ્ડ ગ્રીન જેવા રંગો સાથે મેચ કરી શકાય. બેઝ કલર દેખાવમાં સિમ્પલ લાગતો હોવાથી એ એન્બ્રોઈડરી બાદ પણ વધુ ભરેલો લુક નહીં  આપે અને સોબર દેખાશે. આ સિવાય કોરલના શેડ્સ પણ આ વર્ષે ઈન છે.

વર્સેટાઈલ

અનારકલીમાં આ બન્ને નવા બોટમવેઅરના ઓપ્શન ખૂબ જ વર્સેટાઈલ બની શકે છે એમ જણાવીને તે કહે છે, 'અનારકલી કુરતા સાથે પહેરી લીધા બાદ પલાઝો પેન્ટને કરાચી સ્ટાઈલ કુર્તી સાથે કે એ-લાઈન ટૉપ સાથે પહેરી શકાય, જ્યારે ઘાઘરાને ચોલી અને દુપટ્ટા સાથે પહેરીને ટ્રેડિશનલ ઘાઘરા-ચોળીનો લુક આપી શકાય.'

નાના-નાના બદલાવ કરીને જૂના અને ખૂબ કોમન લાગતા અનારકલી ડ્રેસને મોડર્ન લુક આપી શકાય છે જે ફેસ્ટિવલ સીઝનમાં સુંદર તો લાગશે જ સાથે ટ્રેન્ડી પણ દેખાશે.

Tags :