અજમાવી જૂઓ - મીનાક્ષી તિવારી
લિપસ્ટિક લગાડયા બાદ હોંઠ પર બરફનો ટુકડો ઘસવાથી લિપસ્ટિક લાંબા સમય સુધી ભુંસાશે નહીં.
ચણાના લોટમાં ચંદન, હળદર, ગુલાબજળ તથા મધ ભેળવી મુલાયમ પેસ્ટ બનાવી ચહેરા પર અઠવાડિયે એક વખત લગાડવાથી ત્વચા નિખરી ઊઠશે.
હોંઠ પર પડેલી તિરાડ ભરવા માટે આહારમાં ફળોનું પ્રમાણ વધારવું
હાથની સુદરતા જાળવી રાખવા માટે મલાઇમાં લીંબુનો રસ ભેળવી આંગળીઓ પર લગાડવું. આ નુસખો નિત્ય સૂતાં પહેલાં અજમાવવો.
દહીંમાં મરીનો ભુક્કો ભેળવી વાળ ધોવાથી વાળ સ્વચ્છ થાય છે ઉપરાંત મુલાયમ ઘાટ્ટા થાય છે.
પાલક તથા ગાજર ઉકાલેલા પાણીને ફેંકી ન દેતાં તે પાણીમાં મુલતાની માટી ભીંજવી ચહેરા પર લગાડવાથી ત્વચાને અધિક પોષણ મળે છે.
પાકેલા પપૈયાનો ગર ચહેરા પર લગાડવાથી ખીલની તકલીફથી છૂટકારો મળે છે.
સિન્કની પાઇપ ચોકઅપ થઇ ગઇ હોય તો અડધો કપ વિનેગાર રાતના પાઇપમાં રેડી દેવો સવારે બે-ત્રણ કપ ગરમ-ગરમ પાણી તેમાં રેડવાથી કચરો પાઇપ વાટે નીચે ઊતરી જશે.
બરફના ટુકડાને મિક્સરમાં ક્રશ કરતી વખતે થોડું પાણી નાખવાથી સરળતાથી ક્રશ થશે.