Get The App

અજય દેવગણ: સંવેદનશીલ એક્શન હીરો

Updated: Mar 6th, 2020

GS TEAM

Google News
Google News
અજય દેવગણ: સંવેદનશીલ એક્શન હીરો 1 - image

અજય દેવગણ અને મધુની ફિલ્મ 'ફૂલ ઔર કાંટે' આવી અને જબરદસ્ત હીટ થઈ અને અજયને શુભેચ્છા આપતી ગઈ. તે વેળા આ ઓવરનાઈટ સ્ટાર બનેલા અજયની ઉંમર માત્ર ૧૮ વર્ષ હતી.

અજય દેવગણ માત્ર અચ્છો અદાકાર જ નહીં, પણ સારો, સંવેદનશીલ ઈન્સાન પણ છે. બોલીવૂડમાં એક એક્ટર-અભિનેતા તરીકે ત્રણ દાયકા પૂરા કરવામાં હજુ તેને એક વર્ષ બાકી છે, જોકે આટલા સમયમાં ૧૦૦ ફિલ્મો તો પૂરી કરી લીધી છે અને એક ચોક્કસ મુકામ પણ હાંસલ કરી લીધો  છે. અજયની પોતાની ફિલ્મ 'તાન્હાજી: ધ અનસંગ વોરિયર' અને તેની થ્રી-ડી વર્જને કમાણીમાં ક્યારનીય રૂા.૨૭૨.૯૩ કરોડની બોર્ડર ઓળંગી રૂા.૩૦૦ કરોડની ક્લબ ભણી દોટ મૂકી દીધી છે. જોકે આટલી મોટી સફળતા અને કમાણી હજુ સુધી તેને એક ફિલ્મમાં નથી થઈ. જોકે આ બધુ તેને કંઈ ચપટી વગાડતા નથી મળ્યું, પણ સખત મહેનત અને અભિનયની ઊંડાણથી તેણે એ પ્રાપ્ત કર્યું છે. ૧૯૯૧ માં તેની પહેલી ફિલ્મ 'ફૂલ ઔર કાંટે' આવી અને તેને જબરદસ્ત આવકાર મળ્યો. સાચા સ્ટારડમનો સ્વાદ તો તેણે પહેલી ફિલ્મથી જ ચાખી લીધો હતો. જોકે આજે પણ અજય ગંભીરતાપૂર્વક કહે છે કે હું બોલીવૂડમાં મિસફિટ છું. ખરેખર તો અજયે બનવું હતું કંઈ અને બની ગયો કંઈ! ચાલો, આજે વાતો કરીએ આ સંવેદનશીલ એક્શન હીરો સાથે, જેણે કોમેડીમાં પણ કમાલ કરી છે. આટલું જ નહીં બબ્બે વખત નેશનલ એવોર્ડ્સ પણ તેણે મેળવ્યા છે. અજય તો લાંબો દોડતો ખેલાડી છે...

હજુ થોડા દિવસ પહેલાં જ અજય દેવગણ પવઈની એક ટેકરી પર દંતકથારૂપ ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમની જીવની પર બની રહેલી ફિલ્મનું શુટિંગ કરી રહ્યો હતો. ૧૭ મી સદીના મરાઠા સેનાપતિ તાન્હાજીના જીવનકવન પર બનેલી ફિલ્મ તેને સારી એવી ફળી છે અને મોટી કમાણી નોંધાવે એવી પૂરેપૂરી શક્યતા છે.

આ ૫૦ વર્ષના અદાકાર અજય પવઈમાં થઈ રહેલા શુટિંગમાં પ્લેઈન ગ્રે શર્ટ અને ડાર્ક ટ્રાઉઝરમાં ઝળકી રહ્યો હતો. બોલીવૂડમાં તેને વર્ષો થઈ ગયા, પણ હજુય એ સુસંગત અદાકાર તરીકેની તેની ઈમેજ જાળવી રાખી છે અને સમય સાથે ડગ મિલાવીને આગળ વધી રહ્યો છે. બોલીવૂડના વિશાળ આકાશમાં એ તેના સ્થાનને જાળવી રાખી સતત ઝળહળતો રહે છે. અજય કહે છે, 'હું આ ઈન્ડસ્ટ્રીઝમાં સંપૂર્ણપણે ફીટ નથી'. આ એની કબૂલાત છે અને સ્પષ્ટતા કરતા કહે પણ છે કે 'નેટવર્કિંગ ગેમ સાથે હું ડગેડગ મિલાવી શકતો નથી અને સાથેય જરાય અવિચારી કે બેદરકાર પણ નથી. પછી ભલેને મારા વિકલ્પોને પગતળે દબાવી રાખ્યા હોય.'

તેના ઘણા સમકાલીન અદાકારો કે જેઓ અપેક્ષા પૂરી કરવામાં મંડયા રહે છે, પછી ભલેને તેઓ તેમ કરતાં ઉથલી પડે, પણ અજય ભાગ્યે જ તેની પાસે જે અપેક્ષા રાખવામાં આવતી હોય તે પૂરી કરે છે. એ નિશ્ચિતપણે એકાંતપ્રિય વ્યક્તિ છે. એ કબૂલે છે કે ફિલ્મના પ્રમોશન સિવાય એ ભાગ્યે જ ક્યારેક ઓફસ્ક્રીન નજરે પડે છે અને તેને ઈન્ટરવ્યૂ આપવાની પણ કેટલી 'એલર્જી' છે એ તો ભાગ્યે જ કોઈ કહી શકશે. 'હું કાયમ રોકાયા વિના મારો માર્ગ શોધી કાઢું છું... અને એ દ્વારા મારી ટર્મ્સ અને કન્ડિશન્સ પર',  એમ કહી અજય ઉમેરે છે, 'આમાંથી મને ગમે એટલી ઓછી સફળતા મળે તોય હું તેનાથી ખુશ રહું છું.'

૧૯૯૧ માં અજય દેવગણ અને મધુની ફિલ્મ 'ફૂલ ઔર કાંટે' આવી અને જબરદસ્ત હીટ થઈ અજય શુભેચ્છા આપતી ગઈ. તે વેળા આ ઓવરનાઈટ સ્ટાર બનેલા અજયની ઉંમર માત્ર ૧૮ વર્ષ હતી. આ તેનો ઝંઝાવાતી સમય હતો, જ્યારે તેના પિતા સદ્ગત પીઢ એક્શન-ડિરેક્ટર વીરુ દેવગણે તેને કોલેજમાંથી બહાર ખેંચી લીધો અને બોલીવૂડના ઊંડા સમુદ્રમાં ઢકેલી દીધો. 'એક્ટિંગ પહેલા, હું દિગ્દર્શક શેખર કપૂરનો આસિસ્ટન્ટ હતો. પ્રારંભમાં મને એડિટિંગ, દિગ્દર્શન અને લેખનમાં રસ હતો.' એમ કહી અજય ઊમેરે છે, 'જો મારી પહેલી ફિલ્મ બરાબર ચાલી ન હોત તો હું મારો પોર્ટફોલિય લઈ કામ માટે આમતેમ રખડતો હોત.'

વર્ષો પહેલા જ અજયની ટેલેન્ટને ઓળખી કાઢવામાં આવી હતી. મહેશ ભટ્ટની પોલિટિકલ ડ્રામા ફિલ્મ 'ઝખ્મ' (૧૯૯૮) માટે અને રાજકુમાર સંતોષીની ફિલ્મ 'ધ લિજેન્ડ ઓફ ભગતસિંહ' (૨૦૦૨) માટે નેશનલ એવોર્ડ્સ મળ્યા છે. આમ છતાં તેનો પોતાનો અભ્યાસ છે કે '... ભગતસિંહ' માં તેણે સારું કામ નહોતું કર્યું, ભલે તેને એવોર્ડ મળ્યો હોય. ટીવી પર એ ફિલ્મ આવે ત્યારે તેને બેસીને જોવી એ મારા માટે શક્ય નહોતું.' એમ અજયનું કહેવું છે.

આમ છતાં, એ એટલો બધો ઘાતકી ટીકાકાર નથી. અજય તેની ૧૬ વર્ષની દીકરી ન્યાસા પાસે વાસ્તવિક્તા શું છે તે પારખી લે છે. 'જો હું કોઈ રેકોર્ડ કરેલું ગીત વગાડું ત્યારે હું ઈચ્છું કે ન્યાસા પણ તો સાંભળે અને સમય એવો આવી ગયો છે કે તે (ન્યાસા) મને કહે, 'આ પ્રકારનું મ્યુઝિક આજે નહીં ચાલી શકે,' એમ અજય કહે છે. આશ્ચર્યજનક એ તેની પત્ની અભિનેત્રી કાજોલ સાથે કદીય ખરીદી કરવા જવાનું ટાળે છે, પણ તેણે તેની ફેવરિટ ફિલ્મ કઈ છે એ પણ કદી કહેતી નથી. 'મેં એને કદી પૂછ્યું જ નથી,' એમ અજય કહે છે. 'પણ એક ઈન્ટરવ્યૂમાં મેં તેને 'કંપની'નું નામ કહેતા સાંભળી હતી,' એવું અજય ઉમેરે છે.

મુર્ખામી ભરેલી કોમેડી ફિલ્મો 'ગોલમાલ' અને રોમેન્ટિક ડ્રામા- 'હમ દિલ દે ચૂકે સનમ'થી માંડીને શેક્સપિયરની વાર્તા પરથી બનાવાયેલી 'ઓમકારા'- આ ફિલ્મો છે અજય દેવગણની મહત્ત્વની ફિલ્મો, જેમાં ઘણી સફળ પણ થઈ છે. આમ છતાં દર્શકો અજય પાછળ ગાંડા છે કેમ કે તે એક અચ્છો એક્શન હીરો છે, 'હું મારી જાતને તેમની જેમ બિલ્ટ નથી કરતો. બની શકે મારી પર્સનાલિટી સ્કીન પર એવી દેખાતી હશે,' એમ અજય ઉમેરે છે. 'હા, 'ઈશ્ક' પહેલા હું દર્શકોને કશું જ ઓફર જ નહોતો કરતો.' આજે એ કોઈપણ મોનોટોની ચલાવી લેતો નથી. 'એક એક્ટર તરીકે તમે સંવેદનશીલ પસંદગીકાર બની ન શકો. હું એક જોક કાયમ કરતો હોઉં છું કે માત્ર એક જેનર છે જેની સાથે હું અસ્વસ્થ રહી શકું અને તે છે પોર્ન.'

૧૯૯૫ માં અજય દેવગને સુપરહીટ નિવડેલી ફિલ્મ 'કરણ-અર્જુન' નકારી કાઢી હતી, પણ તેની આજે કોઈ ચિંતા નથી.' મેં એ વાત પણ કદી અફસોસ નથી કર્યો કે જે મેં મિત્રતા ખાતર ફિલ્મ કરી હોય અને એ સાવ નિષ્ફળ નિવડી હોય. મારા દિવસોમાં જેઓ મોટા સ્ટાર હતા તેમની સાથે પણ કામ કર્યું જ છે. તેઓ આસપાસ જ છે કેમકે તેમણે બધાએ મને કંઈક તો ઓફર કર્યું જ છે અને તમે કદાચ સુપરસ્ટાર પણ બની શકો અને ગ્રેટ સ્ટાર ન પણ બની શકો, પણ તમે તમારી જાતને લઈને કેવી રીતે ચાલી શકો એની તમને ખબર છે  અને આજ તો કંઈક છે.'

અત્યારે અજય દેવગણ તેની હાથમાંની ફિલ્મોને કારણે વ્યસ્ત રહે છે. વિવિધ જીવની (બાયોપિક્સ) ઉપરાંત અત્યારે ત્રણ ફિલ્મો- 'ભૂજ', 'મૈદાન' અને 'ચાણક્ય'માં અજય અત્યારે વ્યસ્ત છે.   અજય દેવગણ કોઈપણ ફિલ્મ બનાવે છે ત્યારે તેના મેરિટ, સમય, પાત્રો, ઈમોશન્સ વગેરે દરેક રંગોનું ધ્યાન રાખે છે અને 'તાન્હાજી' જેવી સુપરહીટ ફિલ્મ આપી શકે છે, પણ એ પહેલાં તેણે 'રાજુચાચા' જેવી બે-ત્રણ ફિલ્મો બનાવી નુકસાની પણ ઘણી કરી હોય છે. જોકે તેથી જ તો કહેવાય છે કે હજારો નિરાશા પાછળ અમર  આશા છુપાયેલી હોય છે.