અજમાવી જૂઓ - મીનાક્ષી તિવારી
કઠોળને બાફતી વખતે તેમાં ત્રણ-ચાર ટીંપા કોપરેલના નાખવાથી કઠોળ બરાબર તેમજ જલદી બફાઇ જાય છે.
સફરજનનો રસ કાઢી તેમાં થોડો ખાવાનો સોડા ભેળવી સવાર-સાંજ દાંતે ઘસવાથી પાયોરિયા, દાંતમાંથી નીકળતું રક્ત બંધ થઇ જાય છે.દાંત પર જામેલી છારી દૂર થઇ દાંત સ્વચ્છ ચમકીલા થાય છે.
રાતના સૂતી વખતે એક-બે સંતરા ખાવાથી કબજિયાત દૂર થાય છે તથા પેટમાંના વાયુનું શમન થાય છે. સંતરામાં અપચો દૂર કરવાના ગુણ છે.
લીલી હળદર શિયાળામાં નિયમિત ખાવાથી રક્તશુદ્ધિ થાય છે.
ફણસીના શાકમાં અજમાનો વઘાર કરવાથી શાક સ્વાદિષ્ટ લાગે છે ઉપરાંત ગેસ નથી થતો.
તલના તેલનું માલીશ કરવાથી શરીર સમતોલ,સુદ્રઢ,તાકાતવાન,શક્તિશાળી તથા હૃષ્ટપુષ્ટ બને છે.
વધેલી ખીચડીમાં ચણાનો લોટ, ખટાશ માટે લીંબુ અથવા દહીં, મીઠું, આદુ-મરચાં , કોથમીર, ચપટી લસણ (નાખવું હોય તો) ભેળવી ભજિયા બનાવવા.તેલનું મોણ નાખવું.
દીવાલ પર ના પેન્સિલના નિશાનને દૂર રાખવાસિગારેટની રાખથી સાફ કરવું.
સરસવનું તેલ ગરમ કરી એક ચમચો દહીં નાખવું. ઠંડુ પડે પછી ઉપયોગમાં લેવાથી કડવી ગંધ આવશે નહીં અને સ્વાદ પણ ઘી જેવો લાગશે.
થોડા દિવસો માટે ફ્રિઝ બંધ રાખવું હોય તો એને ખાલી કરી સાફ કરી એમાં એક વાડકી મીઠું અને બીજી વાડકી કોફીની મુકી રાખવી જેથી ફુગ નહીં થાય તેમજ અખબાર પાથરી રાખવા જેથી ભેજ નહીં થાય.
જ આમવાત-સંધિવાના સોજા પર કરડી