Get The App

ઘરને મહેકતું રાખતા 'એર ફ્રેશનર'

Updated: Mar 10th, 2020

GS TEAM

Google News
Google News
ઘરને મહેકતું રાખતા 'એર ફ્રેશનર' 1 - image


આજે બધા પ્રદૂષણરહિત વાતાવરણ ઈચ્છે છે, જ્યાં તેઓપોતાનો દિવસભરનો થાક દૂર કરી શકે. એવામાં સુગંધ જ્યાં સંબંધમાં મધુરતા લાવીને નવી તાજગી ભરે છે, ત્યાં જ ઘરના વાતાવરણને સ્વચ્છ અને શુદ્ધ પણ કરે છે. આવા ઘરમાં પ્રવેશ કરતા જ તમે સુખશાંતિ અનુભવો છો. તમારો દિવસભરનો થાક થોડી જ વારમાં દૂર થઈ જાય છે.

હોમ ફ્રેગરેંસેઝ

આજે માર્કેટમાં અનેક પ્રકારના હોય ફ્રેગરેંસેઝ ઉપલબ્ધ છે, જેને તમે તમારી પસંદ અને સુવિધા પ્રમાણે ખરીદીને તમારા ઘરની ભીનાશ અને ભીના કપડાની દુર્ગંધને ગણતરીની મિનિટોમાં દૂર કરી ઘરને સુગંધથી મહેકાવી શકો છો.

હોમ ફ્રેગરેંસ પ્રત્યે લોકોની વધતી રૂચિને લીધે આજ માર્કેટમાં પર્ફ્યૂમ ડિસ્પેંસર, અરોમા લેપ્સ પ્લગ ઈન, રૂમ સ્પ્રે, એર ફ્રેશનર્સ, પોટપોરી સેંટેડ ઓઈલ, સેટિડ કેન્ડલ્સ વગેરે ઉપલબ્ધ છે. તેમની અલગઅલગ કેટેગરી હોય છે. ફ્રૂટ કેટેગરીમાં જ્યાં વેનિલા, સ્ટ્રોબેરી, ચોકલેટ વગેરે ફ્રેગરેંસ આવે છે, ત્યાં ફ્લોરલ કેટેગરીમાં ઈન્ડિયન સ્પાઈસ, જાસ્મિન, રોઝ, લવેન્ડર વગેરે આવે છે.

હોમ ફ્રેશનર્સ મૂડને સારો બનાવવાની સાથેસાથે વાતાવરણને પણ સુગંધિત બનાવે છે, જેથી તમે તાણમુક્ત થઈ જાવ છો.

નેચરલ ફ્રેગરેંસ

અગરબત્તી : અગરબત્તી એક ઉત્તમ ફ્રેગરેંસ છે, જેનો શરૂઆતથી ઉપયોગ થતો આવ્યો છે. કેટલાય સુગંધિત લાકડાં, જડીબુટ્ટી, ઓઈલ, ગરમ મસાલો, જાસ્મિન, સુખડનું લાકડું, ગુલાબ, દેવદાર વગેરે કુદરતી વસ્તુથી અગરબત્તી તૈયાર કરવામાં આવે છે. કેટલીક અગરબત્તી ડાયરેક્ટ બર્ન થાય છે, તો કેટલીક ઈનડાયરેક્ટ બર્ન.

ડાયરેક્ટ બર્ન અગરબત્તી: 

આ સ્ટિક ફોર્મમાં હોય છે અને તેને સીધી સળગાવવામાં આવે છે. તે ધીમેધીમે સળગીને ઘરના ખૂણેખૂણાને સુગંધિત કરે છે.

ઈનડાયરેક્ટ બર્ન અગરબત્તી : તેમાં ફ્રેગરેંસ મટીરિયલ કોઈ મેટલની હોટ પ્લેટ અથવા આંચ વગેરે પર મૂકવામાં આવે છે. તે મટીરિયલ ફોર્મમાં હોય છે, જે સુગંધથી પૂરા ઘરને મહેકાવી દે છે.

એર ફ્રેશનર્સ: 

તે નાના કેનમાં ઉપલબ્ધ હોય છે. તમે આ એર ફ્રેશનર્સને દીવાલ પર લગાવી શકો છો. પછી એક બટન દબાવી ઘરને મહેકાવી શકો છો.

ફ્રેગરેંસ પોટ પોરી: 

તેમાં કુદરતી સુગંધિત સૂકા છોડના ભાગ અને અન્ય ફ્રેગરેંસ સામગ્રીને માટી, લાકડાં કે સિરામિકના બનેલા ડેકોરેટિવ બાઉલ કે પછી પાતળી કપડાની થેલીમાં મૂકવામાં આવે છે. તમે માટી કે સિરામિક પોટમાં પાણી ભરીને તાજા ગુલાબના પાંદડાં નાખી દો અને પછી તેને ઘરના દરવાજા કે બારી પર લટકાવી દો. હવાની સાથે તેની સુગંધ પૂરા ઘરમાં ફેલાતી રહેશે.

કેન્ડલ વાર્મ્સ: 

તે મીણને ગરમ કરે છે અને પીગળેલા મીણમાંથી નીકળતી સુગંધથી લાંબા સમય સુધી ઘર સુગંધિત રહે છે.

કેટલીક પ્રોડક્ટ ૧૦૦ ટકા કુદરતી સુગંધિત તેલથી બનેલી હોય છે, જે પૂરા ઘરને સુગંધિત કરે છે. પ્રાકૃતિક હોવાથી તે ઈકોફ્રેન્ડલી પણ હોય છે.

 રીડ ડિફ્યૂઝર:

 તેમાં નેચરલ અને સિંથેટિક બંને પ્રકારના ઓઈલનો ઉપયોગ કરવામાં આવે છે. તે સુગંધને રૂમની હવામાં સારી રીતે મિક્સ કરી લાંબા સમય સુધી ઘરને મહેકાવે છે. તેને વારંવાર સળગાવવાની જરૂર નથી હોતી. તે અનેક પ્રકારની સુગંધ અને સાઈઝમાં માર્કેટમાં ઉપલબ્ધ છે.

ફ્રેગરેંસ કેન્ડલ: 

આજે માર્કેટમાં કેટલાય રંગ, ડિઝાઈન અને સુગંધમાં ફ્રેગરેંસ કેન્ડલ્સ ઉપલબ્ધ છે. ડિઝાઈનર અરોમા લેપને તમે ઘરમાં ક્યાંય પણ રાખી શકો છો. ખાસ પ્રકારના બનેલા લેપમાં પાણીના થોડાં ટીપાંમાં અરોમા ઓઈલ નાખવામાં આવે છે, જેથી ઘર લાંબા સમય સુધી સુગંધિત રહે છે.

Tags :