Get The App

આંદોલન અધવચ્ચે છોડનાર યુવરાજસિંહ જાડેજાએ સમિતિ સાથે રહીને લડત આપવાનો નિર્ણય લીધો

Updated: Jul 15th, 2020

GS TEAM

Google News
Google News
આંદોલન અધવચ્ચે છોડનાર યુવરાજસિંહ જાડેજાએ સમિતિ સાથે રહીને લડત આપવાનો નિર્ણય લીધો 1 - image

અમદાવાદ, તા.15 જુલાઈ 2020, બુધવાર

બિન સચિવાલય પરીક્ષામાંથી આગેવાન બનેલા અને શિક્ષિત બેરોજગાર આંદોલન સમિતિના સભ્ય યુવરાજસિંહ જાડેજા શિક્ષિત બેરોજગારોના હિતમાં પોતાની લડત ચાલુ રાખશે. 

બે દિવસ પહેલા યુવરાજસિંહ જાડેજા દ્વારા જાતિ વાદના નામે થઇ રહેલા રાજકારણથી આંદોલનમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. જોકે હવે શિક્ષિત બેરોજગાર આંદોલન સમિતિ સાથે રહીને લડત આપવાનો નિર્ણય લીધો છે.  

તેઓએ કહ્યું કે, અમારી માગ ભરતી પૂર્ણ કરવાની હતી, પરિણામ જાહેર કરવાની માંગ હતી. બેરોજગાર કે ગરીબની કોઈ જાતિ હોતી નથી. કેટલીક જાતિના કહેવાતા આગેવાનો રાજનીતિ રમી રહ્યા છે. યુવાનીની ભરતીના મુદ્દાને જાતિવાદનો રંગ ના આપવો જોઈએ. 1/8/18ના પરિપત્રના સમાધાનની વાત  હતી, રોજગારી માટે જાતિવાદ વચ્ચે ના લાવવું જોઈએ. કેટલાક લોકો 1/8/18ના જીઆરને લઈ રાજનીતિ કરી રહ્યા છે, જે યોગ્ય નથી.


Tags :