Get The App

વડોદરામાં ઓનલાઇન સટ્ટો રમવાની આદત યુવકને મોત તરફ ખેંચી ગઈ , વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી આપઘાત

Updated: Aug 12th, 2023


Google NewsGoogle News
વડોદરામાં ઓનલાઇન સટ્ટો રમવાની આદત યુવકને મોત તરફ ખેંચી ગઈ ,   વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી આપઘાત 1 - image


- ઓનલાઇન સટ્ટો રમતા યુવકે દેવું વધી જતા વ્યાજખોરો પાસે રૂપિયા લીધા હતા 

- વ્યાજખોરોની સતત ઉઘરાણીથી કંટાળીને યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વાડી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

વડોદરા,તા.12 ઓગષ્ટ 2023,શનિવાર

વાડી નાલ બંધવાળા ખરાદીવાડમાં રહેતા સિદ્ધિક અહેમદ મિયાં સૈયદ મજૂરી કામ કરે છે વાડી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારે બે દીકરા અને દીકરીમાં સૌથી મોટો દીકરો સાહિલ છૂટકમાં એલઈડી બોર્ડનું કામ કરતો હતો. ગત સાતમી તારીખે બપોરે 1:30 વાગે હું મારા ઘરે પહેલા મારે જમવા બેઠો હતો અને મારો દીકરો સાહિલ બહારથી આવી અને જમવામાં શું બનાવી છે તેમ કહીને ઉપર જતો રહ્યો હતો. બપોરે 2:00 વાગે મારો નાનો દીકરો ઉપરના માળે ગયો ત્યારે તેણે સાહિલને સીલીંગ ફેનના હુક સાથે ગળાફાસો ખાધેલી હાલતમાં જોયો હતો જેથી તેણે બૂમાબૂમ કરતા અમે લોકો સાહિલને નીચે ઉતારી રિક્ષામાં જમનાબેન હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા તેનું મરણ થયું હતું. સાહીલે આવું પગલું ભરવાનું કારણ એવું છે કે તે ઓનલાઈન આઈડીથી મોબાઇલમાં સટ્ટો રમતો હતો અને તેને આ બાબતે એવું થઈ જતા આર્થિકમાં આવી ગયો હતો. મારા દીકરા પાસે મારા ભાઈ નામે ઇદ્રીશ અહેમદ મિયા સૈયદની માલિકીની મોપેડ છે જે મારો દીકરો ચલાવતો હતો. મારો દીકરો ઓનલાઈન આઈડી થી મોબાઇલમાં સટ્ટો રમતો હોય અને તેને સટ્ટા માટે પૈસાની જરૂર પડતા તેને તોકીર ખાન પઠાણ(રહેવાસી તાંદલજા કિસ્મત ચોકડી પાસે) દોઢ મહિના પહેલા બાઈક ગીરવે મૂકી 20,000 માં ગયા હતા પરંતુ તોકીરે મારા દીકરાને માત્ર 18000 આપ્યા હતા અને રૂ.2,000 વ્યાજના કાપી લીધા હતા. ત્યારબાદ મારા દીકરા પાસે પૈસાની સગવડ થતા તેને તોકીર પઠાણને 20,000 વ્યાજ સહિત પરત આપી ગીરવે મૂકેલી બાઈક છોડાવી લીધી હતી. ત્યારબાદ મારા દીકરાએ મોહમ્મદ હુસેન બટ્યારા રહેવાસી તાંદલજા ગુજરાત ટ્રેક્ટર પાસે વાળા પાસેથી પણ બાઈક ગીરવે મૂકી 25,000 લીધા હતા. તે બાઈક મોહમ્મદ હુસેન બટીયારાનો ભાઈ વાપરે છે. 

મારો દીકરો સાહિલ દુબઈ ખાતે જવા તૈયારી કરતો હતો. તે ખર્ચના રૂપિયાની સગવડ કરવા માટે તેણે તોકીરને કહ્યું હતું કે તું પહેલા ભટિયારાના બાકીના પૈસા વ્યાજ સહિત પુરા કરી દે તો જ તને હું વધુ રૂપિયા આપીશ અને તું તમામને સમયસર નાણા ચુકવતો જા, તારા લીધે બટીયારાનું મારે સાંભળવું પડે છે. જે ખરેખર યોગ્ય નથી નહીંતર તારું હવે મારે જોવું પડશે આમ ફોન પર હેરાન પરેશાન કરતા મારો દીકરો સતત ટેન્શનમાં રહેતો હતો. મારા દીકરાના મોબાઈલ પર આ ત્રણેય જણા તેમની પાસેથી લીધેલ નાણા પરત આપવા માટે અવારનવાર ઉઘરાણી કરતા હતા. આ લોકોનો ફોન આવે ત્યારે તે ફોન મૂકીને રડવા લાગતો હતો અને ઘરની બહાર પણ જતો રહેતો હતો. ગત સાતમી તારીખે બપોરે 12:00 વાગ્યે અમે જમવા માટે ભેગા થયા તે દરમિયાન સાહિલના મોબાઇલમાં સતત રીંગ વાગતી હતી અને તે ફોનમાં વાતો કરતો હતો અને વાતો કરતા કરતા ઉપરના ત્રીજા માળ તરફ ગયો હતો અને ત્યારબાદ તેણે ફાંસો ખાઈ લીધો હતો.


Google NewsGoogle News