વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં યુવક પર ચાર શખ્સોનો હુમલો : ભાઇ છોડાવવા માટે વચ્ચે પડતા તેને પણ માર માર્યો

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં યુવક પર ચાર શખ્સોનો હુમલો :  ભાઇ છોડાવવા માટે વચ્ચે પડતા તેને પણ માર માર્યો 1 - image

image : Freepik

વડોદરા,તા.27 માર્ચ 2024,બુધવાર

વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં ચાર શખ્સોએ તલવાર તથા લોખંડના ધારીયા વડે યુવક પર  હુમલો કર્યો હતો. યુવકનો ભાઇ છોડાવવા માટે વચ્ચે પડતા તેને પણ ચાર શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેથી ઇજાગ્રસ્ત યુવકના ભાઇએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

નવાયાર્ડ ચીસ્તીયા મસ્જીદ પાછળ રહેતા જાવેદઅલી મોહમદઅમીખાન પઠાણે ફરિયાદ નોંધાવી છે કે 26 માર્ચના રોજ રાત્રીના સમયે મારા ઘરે પાસે બુમાબમ થતા હુ બહાર આવ્યો હતો. ત્યારે મારા મોટાભાઇ આસીફઅલી ઘરના પાસે કેટલાક શખ્સો ગાળો બોલતા હતા જેથી હુ તેમના ઘર પાસે ગયો હતો ત્યારે સલમામ પઠાણ, અબરાર પઠાણ, જુફ્ફાક પઠાણા, ઇસ્તકાર પઠાણ તલાવર તથા લોખંડનું ધારીયુ લઇને ઉભા હતા. દરમિયાન મારો ભાઇ ઘરની બહાર નીકળતા આ લોકો તેમની સાથે ઝઘડો કરવા લાગ્યા હતા અને તારા લાધે મારી બહેનને તેના ઘરે લઇ જતો નથી તેના ઘરે ઝઘડા થાય છે. જેથી તેમને ગાળો નહી બોલવાનું કહેતા  ચારેય જણાએ મારા મારાભાઇ પર  આસિફઅલી પઠાણને જાનથી મારી નાખવાની ધમકી આપી તલવાર તથા ધારીયાથી હુમલો કર્યો હતો. જેથી હુ બચાવવા માટે વચ્ચે પડતા મને પણ માર મારી બંને ભાઇઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન મારા પરિવાર સહિતના લોકો ભેગા થઇ જતા તેઓ હુમલાખોરો ફરાર થઇ ગયા હતા. મારા ભાઇને ગંભીર રીતે ઇજા પહોંચી હોય સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફતેગંજ પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી હુમલાખોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


Google NewsGoogle News