Get The App

વડોદરામાં લોન સેન્ટર ચલાવતી મહિલાએ અન્ય મહિલાઓના નામે લોન લઈ અંગત કામમાં રૂપિયા વાપરી નાખ્યા

Updated: Mar 2nd, 2023

GS TEAM

Google News
Google News
વડોદરામાં લોન સેન્ટર ચલાવતી મહિલાએ અન્ય મહિલાઓના નામે લોન લઈ અંગત કામમાં રૂપિયા વાપરી નાખ્યા 1 - image

વડોદરા,તા.02 માર્ચ 2023,ગુરૂવાર

ફતેપુરા સાંઈ શિરડી એપાર્ટમેન્ટમાં રહેતા હિમાનીબેન હેમંતભાઈ કદમ ઘર કામ કરે છે. સિટી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે અમારા ફળિયામાં રહેતા પૂજાબેન બલિરામ વાઘના લગ્ન પરેશ જીન્ગર સાથે થયા હતા પરંતુ થોડા સમય બાદ છૂટાછેડા થઈ જતા પૂજાબેન અમારા ફળિયામાં તેમની માતાના ઘરે રહેવા આવી ગયા હતા. અમારા વિસ્તારમાં રહેતી મહિલાઓના નામથી તેઓ મહિલા લોન સેન્ટર ચલાવતા હતા આ લોન સેન્ટરમાં જરૂરિયાત વાળી મહિલાઓને લોન અપાવી દેવાનું કામ પૂજાબેન કરતા હતા. વર્ષ 2019માં પૂજાબેને મારા ઘરે આવી જણાવ્યું હતું કે મારે પૈસાની જરૂર છે મને વડસર બ્રિજ પાસે આવેલ સૂર્યોદય બેંકમાંથી રૂ.30,000 ની મહિલા લોન અપાવી દો..., જે લોનના હપ્તા તેઓ ભરશે તેવી શરત હતી. પૂજાબેનને લોનના સંપૂર્ણ હપ્તા ભર્યા હતા. ત્યારબાદ ફેબ્રુઆરી 2021 માં મારા નામ પર રૂ.31,000 ની લોન કરાવી હતી જેના ચાર હપ્તાઓ તેમણે ભર્યા ન હતા, ત્યારબાદ ત્રીજી વખત 50,000 ની લોન કરાવી હતી જેના 24 પૈકી માત્ર 9 હપ્તા પૂજાબેનને ભર્યા હતા. ત્યારબાદ 70000 ની લોન કરાવીને મે આપી હતી જેના 24 પૈકી ત્રણ હપ્તા પૂજાબેનને ભર્યા હતા બાકીના હપ્તા ભર્યા ન હતા પૂજાબેનએ મને ક્રેડિટ કાર્ડ આપવાની લાલચ આપી મારા નામથી એક મોબાઇલ ફોન ખરીદી અને વેચી દીધો હતો. તેમ જ એક ટીવી પણ ખરીદી અન્યને વેચી દીધો હતો પૂજાબેનને અમારા ફળિયામાં રહેતા સોનાલીબેન નિલેશભાઈ જાદવ, વનિતાબેન રાખુંન્ડે, મિતલબેન, સંગીતાબેન રાણા, મનિષાબેન સાવંત પૂજાબેનના ભાભી પુષ્પાબેન તથા દીપિકાબેન તથા કાકી શિવાનીબેન વાઘ, લીલાબેન ઠક્કરને પૈસાની જરૂરિયાત હોવાનું જણાવી લાગણી સભર વિશ્વાસમાં લઈ તેમના નામથી લોન લઈને મોબાઈલ ટીવી ફ્રી જેવી વસ્તુઓ લીધી હતી અને હપ્તા ભર્યા ન હતા.

Tags :