Get The App

નિકોલમાં કારની ટક્કરથી મહિલાનું ૨૦ દિવસની સારવાર દરમિયાન મોત

દાસ્તાન સર્કલ પાસે વધુ એક હિટ એન્ડ રનની ઘટના

મહિલાને ટક્કર મારતા બેભાન હાલતમાં સારવાર હેઠળ હતી

Updated: Sep 23rd, 2022

GS TEAM

Google News
Google News
નિકોલમાં કારની ટક્કરથી મહિલાનું ૨૦ દિવસની સારવાર દરમિયાન મોત 1 - image

અમદાવાદ,શુક્રવાર

પૂર્વ વિસ્તારમાં નિકોલ દસ્તાન સર્કલ પાસે વીસ દિવસ પહેલા અજાણી મહિલાને ટક્કર મારી કાર ચાલક ભાગી ગયો હતો. બેભાન હાલતમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું, ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને મૃતક મહિલાની ઓળખ પરખની કાર્યવાહી હાથ ધરી છે.

રોડ ક્રોસ કરતી મહિલાને ટક્કર મારતા બેભાન હાલતમાં સારવાર હેઠળ હતી ઃ પોલીસે મહિલાની ઓળખ પરખની કાર્યવાહી હાથ ધરી

આ કેસની વિગત એવી છ ેકે  ટ્રાફિક જી ડિવિઝન પોલીસ સ્ટેશનના મ.સ.ઇ, ભરતકુમારે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૨ના રોજ સાંજે અજાણી મહિલા નિકોલ વિસ્તારમાં એસ.પી.રિંગ રોડ ઉપર દાસ્તાન સર્કલ નજીક સરદાર પાર્ટી પ્લોટ પાસેથી રોડ ક્રોેસ કરતી હતી આ સમયે પૂર ઝડપે આવી રહેલા કારના ડ્રાઇવરનો  મહિલાને ટક્કર મારીને નાસી ગયો હતો.

ગંભીર  બેભાન હાલતમાં મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જ્યાં વીસ દિવસની સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે વાહન ચાલક સામે ગુનો નોંધીને આસપાસમાં લગાડેલા સીસીટીવી કેમેરાના ફૂુટેજ આધારે કાર ચાલકની તથા મૃતક મહિલના વાલી વારસોની શોધખોળ  તેમજ મહિલાની ઓળખ પરખની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Tags :