Gujarat

સાસુના મરણ પ્રસંગે ગયા અને ઘરમાંથી પોણા બે લાખની ચોરી

By GS Team
11 Nov 20231 min read
This article was originally published on 11 Nov 2023
સાસુના મરણ પ્રસંગે ગયા અને ઘરમાંથી પોણા બે લાખની ચોરી

                                                         Image Source: Freepik

વડોદરા, તા. 11 નવેમ્બર 2023 શનિવાર

સાસુના મરણ પ્રસંગે ગયેલા રીક્ષા ડ્રાઇવરના ઘરના દરવાજા તોડી ચોર ટોળકી 1.74 ની મતા લઈ ગઈ હતી.

નવાપુરા ખાટકીવાડમાં રહેતા જાકીર હુસેન અબ્દુલ કરીમ રીક્ષા ડ્રાઇવિંગ કરે છે. ગત સાતમી તારીખે બપોરે 1:00 વાગે તેઓ પત્ની સાયરાબાનું તથા બે સંતાનો સાથે ખેડા જિલ્લાના મહુધા ગામે સાસુના મરણ પ્રસંગે ગયા હતા બીજા દિવસે તેમના દીકરાની પત્ની પણ મહુધા આવી હતી અને નવમી તારીખે સાંજે તેઓ ઘરે પરત આવ્યા હતા તે દરમિયાન ઘરની ઉપર જવાની સીડી માટે કોઈ ચોર ઉપરના રૂમે જઈ દરવાજો તોડી ઘરમાં ઘૂસ્યો હતો અને ઘરમાંથી રોકડા 8000 તથા સોના ચાંદીના દાગીના મળી 1. 74 લાખની મતા લઈ ગયા હતા