જીએસટીના પત્રકો ભરવા મુદત વધારે પણ વેબસાઇટના ડખા ચાલુ
જીએસટીની વેબસાઇટ ઠપ રહેતા મુદત વધારવાનો કોઇ ફાયદો નથી
વડોદરા,તા. 1 ફેબ્રુઆરી 2020, શનિવાર
જીએસટીની વેબસાઇટ ઠપ્પ થતા જીએસટીઆર-૯ અને ૯સી ઓનલાઇન જમા ના કરાવી શકતા પત્રક ભરવા માટે મુદત પુરી થતા અલગ તારીખો આપી છે, પરંતુ તેમાંય તકલીફો સર્જાઇ છે અને વેબસાઇટ ચાલતી ન હોવાથી મુદત વધારવાનો કોઇ અર્થ નથી, તેમ સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટસ અને બરોડા ટેક્સબાર એસોસિએશનનું કહેવું છે.
જીએસટી કાયદા હેઠળ વાર્ષિક રીટર્ન ૯ અને જે વેપારીનું ટર્નઓવર રૃા.૨ કરોડથી વધારે છે તેમણે સીએ પાસેથી પ્રમાણિત કરાવી વાર્ષિક રીટર્ન ૯ સાથે વાર્ષિક રીટર્ન ૬સી ભરવાની છેલ્લી તા.૩૧ જાન્યુ. હતી.
જે તા.૩૧ની સવારથી વેબસાઇટ હેક થવા લાગી હતી. જેથી દિલ્હી હાઇકોર્ટ અને ગૌહાટી હાઇકોર્ટમાં પીઆઇએલ થઇ હતી, પરિણો રાત્રે અલગ અલગ રાજ્યો માટે અલગ તારીખોની જાહેરાત કરી હતી કે આ મુદત વધારીએ છે. પણ વેબસાઇટમાં તકલીફ ઉભી જ રહી હતી. જે તારીખો આપી છે તેનું નોટીફીકેશન આવવાનું બાકી છે. ગુ્રપ-૨માં ગુજરાતને પાંચ તારીખ આપી છે.
આ તારીખ જોતા મુદત વધારો એક દિવસનો જ ગણાય. જીએસટીના સત્તાવાળાઓએ બંને એસોસીએશનને બોલાવીને પ્રશ્નો સાંભળી નિવેડો લાવવો જોઇએ તેમ એસો.ના મુકેશ શર્માનું કહેવું છે.