વિઠ્ઠલ રાદડિયા પોતાના તમામ વાહનો પર વૈભવ કેમ લખતા હતા?
અમદાવાદ, તા. 29 જુલાઇ 2019
સૌરાષ્ટ્રના ખુબજ લોકપ્રિય નેતા વિઠ્ઠલ રાદડિયાના નિધન બાદ લોકો તેમના ભૂતકાળના સંસ્મરણો યાદ કરી રહ્યા છે.
ગુજરાતના બહુ ઓછા લોકોને ખબર હશે કે વિઠ્ઠલ રાદડીયાએ પોતાના તમામ વાહનોની ઉપર વૈભવ એવું નામ લખાવ્યું છે. તેઓ શા માટે વૈભવ લખાવતા હતા તે જાણવું પણ રસપ્રદ છે.
વિઠ્ઠલ રાદડિયાને ચાર પુત્રો છે જેમાંથી નાનો પુત્ર વૈભવ હતો જે તેમને ખૂબ જ વહાલો હતો. ખૂબ જ યુવાન વયે જ વૈભવનું નૃત્યુ થયું હતું આથી તેઓ આઘાતમાં સરી પડ્યા હતા.
ત્યારબાદ તેમના બીજા પુત્ર પણ હાર્ટ એટેકથી અવસાન થયું હતું કે તેમને ત્યાં એક બાબો એક-બેબી એમ બે સંતાનો પણ હતા. તેમના માટે વધુ આઘાતજનક વાત એ હતી કે પુત્રવધૂને દીકરી માનીને પોતાના મૃત્યુ પામેલા પુત્રના મિત્રની સાથે પુત્રવધુ મનીષાના લગ્ન કર્યા હતા.
ત્યાર બાદ થોડા સમયમાં જ તેમના પાંચ વર્ષના પુત્રનું પણ કેન્સરથી મૃત્યુ થયું હતું. આ આઘાત તેઓ સહન કરી શક્યા નહોતા. ત્યારબાદ તેમની તબિયત થોડી રડવા માંડી હતી અને તેમનો ઉત્સાહ પણ ઓછો થઈ ગયો હોય એવું લાગતું હતું.
આવી સ્થિતિમાં પણ તેઓ પોતાના નાના પુત્ર વૈભવને કોઈ હિસાબે ભૂલી શક્યા ન હતા આથી તેઓએ તેમની યાદગીરી માટે પોતાના તમામ વાહનો પર લાડકા પુત્ર વૈભવનું નામ લખાવ્યું હતું. આજે પણ વિઠ્ઠલ રાદડિયાના તમામ વાહનો પર વૈભવ નામ વાંચી શકાય છે.