For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડોદરા: ખુલ્લી વરસાદી ચેનલો જોખમી ન બને તે માટે ફેન્સીંગ કરવા વાઘોડિયા ધારાસભ્યનું સૂચન

Updated: Jun 6th, 2023

Article Content Image

                                                            Image Source: Freepik

વેમાલી વિસ્તારની પાણીની સમસ્યા હલ કરવા રજૂઆત

વડોદરા, તા. 06 જૂન 2023 મંગળવાર

વડોદરા કોર્પોરેશનની સાંસદ ધારાસભ્યની સંકલન સમિતિની બેઠકમાં પશ્ચિમ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો રોકવા તથા ખુલ્લી વરસાદી કાંસો લોકો માટે જોખમી ન બને તે માટે ફેન્સીંગ કરવા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ તંત્રનું ધ્યાન દોર્યું છે.

ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રજૂઆત કરી હતી કે, ગોરવા, પંચવટી ,ગંગાનગર ,જલારામ નગર ,ખોડીયાર નગર જેવા વિસ્તારોમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીનો ભરાવો થાય છે. હાલ પ્રિ મોન્સુનની કામગીરી ચાલુ હોય જેથી તંત્રનું ધ્યાન દોર્યું છે. પંચવટીથી ગાયત્રી પેટ્રોલ પંપ સુધી કાસ સંદર્ભે પણ રજૂઆત કરી છે ખાસ  કરીને, પશ્ચિમ વિસ્તારમાં ખુલ્લા કાંસ જોખમી સાબિત થાય તેમ છે. ચોમાસાની ઋતુ દરમિયાન કોઈ દુર્ઘટના ઘટે તે માટે કાંસ ફરતે ફેન્સીંગ કરવી જોઈએ. તેમજ વેમાલીમાં પાણીના પ્રશ્નોના નિરાકરણ બાબતે રજૂઆત કરી છે.

Gujarat