વડોદરાનો વૃંદ અને શ્રેયા સહિત ૩૨૪ ભારતીય દિલ્હી પહોંચ્યા
તમામ ૩૨૪ લોકોને હરિયાણાના છાવના ખાતે આવેલી ITBPની હોસ્પિટલમાં લઇ જવાયા ઃ ૧૪ દિવસ સુધી ઓબ્ઝર્વેશન માટે રખાશે
![]() |
વુહાન એરપોર્ટથી શુક્રવારે રાત્રે ભારત પરત આવવા રવાના થયા હતા તે સમયની તસવીર |
વડોદરા,તા.૦૧ ફેબુ્રઆરી ૨૦૨૦, શનિવાર
ચીનના વુહાન એરપોર્ટ પરથી વડોદરાના બે વિદ્યાર્થી સહિત ૩૨૪ ભારતીયોને લઇને પ્લેન આજે વહેલી સવારે દિલ્હી
આવી પહોંચ્યુ હતું. જો કે આ લોકોને વતન જતા પહેલા કેટલાક દિવસો દિલ્હી નજીકની હોસ્પિટલમાં વિતાવવા પડશે જ્યાં
મેડિકલ ચેકઅપ થયા બાદ જ તેઓને રજા આપવામાં આવશે.
વડોદરાથી ચીન ખાતે મેડિકલના અભ્યાસ માટે ગયેલી વિદ્યાર્થિની શ્રેયાના પિતા શશીકુમાર જૈમને કહ્યું હતું કે 'તેઓ આજે
સવારે ૭.૩૦ વાગ્યે દિલ્હી એરપોર્ટ પર પહોંચી ગયા હતા. શ્રેયા ઉપરાંત વડોદરાનો વૃંદ પટેલ મળીને ૩૨૪ ભારતીયો
સહી સલામત છે તેમની સાથે પ્લેનમાં દિલ્હીની રામ મનોહર લોહીયા હોસ્પિટલના પાંચ ડોક્ટરોની ટીમ, પેરામેડિકલ સ્ટાફ
તૈનાત હતો. માસ્ક, ઓવરકોટ અને જરૃરી દવાનો જથ્થો પણ પ્લેનમાં સાથે રખાયો હતો.
દિલ્હી ખાતે લેન્ડીંગ બાદ તેઓને સીધા જ દિલ્હી નજીક હરિયાણાના છાવના ખાતે આવેલ ઇન્ડો તિબેટિયન બોર્ડર
પોલીસની હોસ્પિટલમાં લઇ જવાયા છે. અહી તેઓને ૧૪ દિવસ સુધી મેડિકલ ચેકઅપ માટે રાખવામાં આવશે. જો કે
પ્રાથમિક ચકાસણીમાં એક પણ વ્યક્તિને ફ્લુ જેવા લક્ષણો જણાયા નથી એટલે રાહતની વાત છે તેમ છતા તેઓને ૧૪
દિવસ પછી જ હોસ્પિટલમાંથી રજા અપાશે જે બાદ શ્રેયા અને વૃંદ વડોદરા આવશે'