For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદમાં સોળ લાખ મિલ્કતોમાં ડસ્ટબીન આપવા લેવાયેલો નિર્ણય

અલગ અલગ સાઈઝના ડસ્ટબીન માટે રેઈટ કોન્ટ્રાકટથી કામગીરી અપાઈ

Updated: Nov 18th, 2021

Article Content Image

        અમદાવાદ,બુધવાર,17 નવેમ્બર,2021

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમદાવાદ શહેરમાં આવેલી સોળ લાખ જેટલી મિલ્કતોમાં ડસ્ટબીન આપવા અંગે હેલ્થ કમિટીની મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.હાલ ઘર દીઠ એક ડસ્ટબીન આપવામાં આવશે.

આ અંગે મળતી માહિતી મુજબ,હેલ્થ કમિટીની મળેલી બેઠકમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ફાળવવામાં આવતા બજેટમાંથી અલગ અલગ સાઈઝના ડસ્ટબીન વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટથી લઈ શહેરમાં આવેલી અલગ અલગ મિલ્કતોમાં આપવા નિર્ણય લેવામાં આવ્યો છે.હેલ્થ કમિટીના ચેરમેનની મળેલી પ્રતિક્રીયા મુજબ, શહેરમાં મ્યુનિસિપલ ટેકસ ભરતા તમામ મિલ્કત ધારકોને ડસ્ટબીન આપવામાં આવશે.સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સુકો તેમજ ભીનો કચરો અલગ કરવા માટેની શહેરીજનોને સમજ આપવામાં આવી રહી છે.આ પરિસ્થિતિમાં ઘર દીઠ કેટલા ડસ્ટબીન આપવામાં આવશે? એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યુ,હાલ તુરત તો મિલ્કત દીઠ એક ડસ્ટબીન આપવામાં આવશે.જો કે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મિલ્કત દીઠ બે ડસ્ટબીન આપવામાં આવનાર છે.ડસ્ટબીનની ખરીદી પાછળ જે ખર્ચ થશે એ કોર્પોરેટરોને આપવામાં આવતી ગ્રાન્ટની રકમમાંથી ખર્ચ કરવામાં આવશે.જયારે મ્યુનિ.માટે વેસ્ટબીન કે સફાઈના સાધનો ખરીદવા જે તે બજેટ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન ૧૫મા નાણાંપંચની ગ્રાન્ટ માંથી નાણાં ખાતા દ્વારા ફાળવવામાં આવશે.

Gujarat