ઘરમાં જ નકલી ચલણી નોટો છાપતા બે સગા ભાઇ પકડાયા
- થલતેજ ભાઇકાકા નગર ખાતેની ઘ ટના
રાતો રાત રૃપિયા કમાવવા કલર પ્રિન્ટરથી રૃા. ૨.૧૦ લાખની નોટો છાપી ઃ વિદેશી દારુ પણ મળ્યો
અમદાવાદ,બુધવાર
થલતેજ વિસ્તારમાં ભાઇકાકાનગર ખાતે રહેતા બે સગાભાઇને પોલીસ નકલી ચલણી નોટો સાથે ઝડપી પાડયા હતા. પોલીસે ૨૦૦ અને ૫૦૦ના દરની રૃા. ૨.૧૦ લાખની નોટો તથા ઘરમાંથી કલર પ્રિન્ટર અને વિદેશી દારુની બોટલો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ક્રાઈમબ્રાંચ પોલીસે ચોક્કસ બાતમી આધારે થલતેજ પોલીસ ચોકી પાસેથી બાઇક પર જઇ રહેલા અને થલતેજ ભાઇકાકાનગરમાં અંજય એપાર્ટમેન્ટમાં રહેતા તથા મૂળ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ગામના ઉદય ઉર્ફે રમેશભાઇ ભગવાનભાઇ પ્રજાપતિ અને તેમના ભાઇ મીત ઉર્ફે મહેશભાઇની નકલી ચલણી નોટો સાથે ઝડપી પાડયા હતા. પોલીસે તેમના ઘરે જઇને તપાસ કરતાં ત્યાં નોટો છાપવાના કા ગળો અને કલર પ્રિન્ટર કબજે કર્યું હતું. પોલીસે તેમના ઘરની તલાસી લેતા વિદેશી દારૃ ની ૮ નંગ બોટલો અને બિયરની ૧૦ ન ંગ બોટલો પણ મળી આવી હતી.