For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મેડિકલ વેસ્ટનો નિકાલ થતો ના હોવાથી બે હોસ્પિટલોને બે લાખ દંડ

- કચરાના ઢગલા અંગે તપન હોસ્પિટલ ઝપટે ચડી

- ઔડાના ડેપ્યુટી કલેક્ટર માસ્ક વગર નીકળતા દંડાયા સ્ટેન્ડિંગ કમિટીની કારમાં બેઠેલી એક વ્યક્તિને દંડ

Updated: Jul 2nd, 2020

Article Content Image

અમદાવાદ, તા. 2 જુલાઇ, 2020, ગુરૂવાર

કોરોનાની મહામારીના ગંભીર મુદ્દે રાજ્ય સરકાર જે નિયમો બહાર પાડે છે, તેનું પાલન આશ્ચર્યજનક રીતે ઉચ્ચ અધિકારીઓ અને જવાબદાર હોસ્પિટલો કરતી નથી.

કોરોનાના કચરાના આઠ આઠ દિવસ સુધી ઢગલા પડયા રહેવા દેવા બદલ મ્યુનિ.ના સોલીડવેસ્ટ વિભાગે આજે બે હોસ્પિટલને બે લાખનો દંડ ફટકાર્યો છે. જ્યારે માસ્ક પહેર્યા વગર કારમાં જતા ડે. કલેકટર અને સ્ટેન્ડિંગ ચેરમેનની કારમાં એક વ્યક્તિ ઝડપાઈ છે.

આ અંગેની વિગતો એવી છે કે અમરાઈવાડી તપન હોસ્પિટલમાં કોરોનાનો કચરો લાંબા સમય સુધી પડયો રહેતો હોવાથી તેને 1.50 લાખનો દંડ ફટકારાયો છે. જ્યારે શ્રદ્ધા આઇ હોસ્પિટલમાં મેડિકલ વેસ્ટ પડયો હતો તેને 50,000નો દંડ કરાયો છે. હોસ્પિટલોને થતાં મોટી રકમના દંડ અંતે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ એક સભ્યએ ફરિયાદ કરી હતી.

જોકે હોસ્પિટલોને પણ કચરો પડયો રહે તે ગમતું હોતું નથી પણ જે એજન્સીની કચરો ઉપાડવાની જવાબદારી છે, તે સમયસર કેમ નથી આવતી ? જો ના આવતી હોય તો તેને પણ દંડ કરવો જોઈએ તેવી માગણી ઉઠવા પામી છે.ઉપરાંત પ્રહલાદનગર પાસેથી પસાર થઈ રહેલી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કારમાં માસ્ક પહેર્યા વગરની આસીતભાઈ નામની વ્યક્તિને 200 દંડ કરાયો હતો.

જોકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આવી બાબત બની હોવાની વાતને નકારી કાઢી હતી. જ્યારે બીજી ઘટના ઉસ્માનપુરા ક્રોસ રોડ પાસે બની હતી, જેમાં માસ્ક પહેર્યા વગર નીકળેલા ડૅ. કલેકટર જે.જી. પટેલ તેમની કારમાં ઝડપાઈ જતા સોલીડ વેસ્ટ ખાતાએ રૂ. 200નો દંડ ફટકાર્યો હતો.તેઓ ઔડાનીમાં ફરજ બજાવતા છે.

Gujarat