Get The App

અમદાવાદની બે ફ્લાઇટને 35 મિનિટ ચક્કર લગાવવા પડયા

- સાંજે પડેલા વરસાદથી વિઝિબિલિટી ઘટી

- એર ઇન્ડિયાની દિલ્હી-અમદાવાદ ફ્લાઇટે 35 મિનિટ બાદ લેન્ડિંગ કર્યું

Updated: Jul 26th, 2020

GS TEAM

Google News
Google News
અમદાવાદની બે ફ્લાઇટને 35 મિનિટ ચક્કર લગાવવા પડયા 1 - image


અમદાવાદ, તા. 25 જુલાઇ, 2020, શનિવાર

બપોર બાદ પડેલા ભારે વરસાદને પગલે વિઝિબિલિટી ઘટી જતાં અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે અવર-જવર કરતી 8 ફ્લાઇટના શેડયૂલ ખોરવાયા હતા જ્યારે બે ફ્લાઇટને લેન્ડિંગ અગાઉ 35 મિનિટ સુધી હવામાં ચક્કર લગાવવા પડયા હતા. 

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ઇન્ડિગોની હૈદરાબાદ-અમદાવાદ ફ્લાઇટ સાંજે 6:10ના આવી પહોંચી હતી. પરંતુ એ સમયે ભારે વરસાદને પગલે વિઝિબિલિટિ ઓછી હોવાથી તેને લેન્ડિંગ માટે સમસ્યાનો સામનો કરવો પડયો હતો. આ ફ્લાઇટ 22 મિનિટ સુધી ચક્કર લગાવ્યા બાદ અમદાવાદ એરપોર્ટમાં લેન્ડ થઇ શકી હતી.

એર ઇન્ડિયાની દિલ્હી-અમદાવાદ ફ્લાઇટને પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડયો હતો. આ ફ્લાઇટ6:10ના અમદાવાદ આવી પહોંચી હતી. પરંતુ તેને લેન્ડિંગ અગાઉ 35 મિનિટ સુધી ચક્કર લગાવવા પડયા હતા. આ ઉપરાંત ભારે વરસાદને લીધે અનેક ફ્લાઇટ સમયસર ટેક ઓફ્ પણ કરી શકી નહોતી.

દરમિયાન ઓછા મુસાફરોને પગલે અમદાવાદ અવર-જવર કરતી અનેક ફ્લાઇટ અચોક્કસ મુદ્દત માટે રદ કરવામાં આવી રહી છે.જેમાં હવે  અમદાવાદ-લખનૌની સાંજની ફ્લાઇટનો પણ સમાવેશ થઇ ગયો છે. હાલની સ્થિતિ યથાવત્ રહે તો આગામી સમયમાં એરલાઇન્સ દ્વારા તેમના વધુ પણ કેટલાક રૂટ હાલ પૂરતા બંધ કરવામાં આવી શકે છે.

Tags :