બરાનપુરા અને વાડીમાં બે મકાન ધરાશાયી થતાં ચાર ટુવ્હીલર અને બે સાઇકલ દબાયા
| ||
વાડી રંગમહાલમાં ત્રણ રસ્તા પાસે આજે સવારે ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિને ઇજા થઇ હતી.બનાવને પગલે નીચે પાર્ક કરેલી બે બાઇક અને બે સાઇકલ દબાયા હતા.
આ જ રીતે સાંજે સંતકબીર રોડ પર બરાનપુરા વીજ કંપનીની ઓફિસ સામે એક ત્રણ મજલી મકાનનો ભાગ ધરાશાયી થતાં નીચે પાર્ક કરેલા બે ટુવ્હીલર તેમજ સાયકલને નુકસાન થયું હતું.
ઉપરોક્ત બંને બનાવમાં ગાજરાવાડી ફાયર બ્રિગેડની ટીમોએ બચાવ કામગીરી કરી વાહનોને બહાર કાઢ્યા હતા તેમજ કોર્પોરેશનને આ મકાનો ભયજનક હોવાથી કાર્યવાહી કરવા માટે જાણ કરી હતી.