Gujarat

ત્રીજી લહેરના વળતાં પાણી : ૪૩ દિવસ બાદ સૌથી ઓછા ૧૦૪૦ નવા કેસ

By GS Team
14 Feb 20222 mins read
This article was originally published on 14 Feb 2022
ત્રીજી લહેરના વળતાં પાણી : ૪૩ દિવસ બાદ સૌથી ઓછા ૧૦૪૦ નવા કેસ

અમદાવાદ, સોમવાર

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરના વળતા પાણી શરૃ થઇ ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૦૪૦ નવા કેસ સામે આવ્યા છે. ૪૩ દિવસ બાદ રાજ્યમાં નોંધાયેલા કોરોનાના આ સૌથી ઓછા કેસ છે. અમદાવાદ, વડોદરા, સુરત, બનાસકાંઠા એમ માત્ર ચાર જિલ્લા એવા છે જ્યાં કોરોનાના ૫૦થી વધુ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. ફેબુ્રઆરીના ૧૪ દિવસમાં ૩૪૯ વ્યક્તિએ કોરોના સામે જીવ ગુમાવ્યો છે.

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ અને વડોદરામાં જ કોરોનાના નવા કેસ ૧૦૦થી વધુ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં ૩૪૧-ગ્રામ્યમાં ૯ સાથે ૩૫૦, વડોદરા શહેરમાં ૧૭૦-ગ્રામ્યમાં ૬૪ સાથે ૨૩૪ કેસનો સમાવેશ થાય છે. બીજી તરફ સુરત શહેરમાં ૩૪-ગ્રામ્યમાં ૪૬ સાથે ૮૦, બનાસકાંઠામાં ૭૧ કેસ નોંધાયા હતા. આ સિવાય રાજ્યમાં અન્યત્ર નવા દૈનિક કેસનો આંક ૫૦થી નીચે રહ્યો હતો. જેમાં ગાંધીનગર શહેરમાં ૨૫-ગ્રામ્યમાં ૧૨ સાથે ૩૭, રાજકોટ ગ્રામ્યમાં ૨૧-શહેરમાં ૧૩ સાથે ૩૪,  ખેડામાં ૩૧, કચ્છમાં ૨૫, મહેસાણામાં ૨૪, સાબરકાંઠામાં ૧૮, અમરેલીમાં ૧૪, આણંદમાં ૧૩, ભરૃચ-પંચમહાલ-તાપીમાં ૧૧, ભાવનગર શહેરમાં ૭-ગ્રામ્યમાં ૪ સાથે ૧૧, જામનગર શહેરમાં ૯-ગ્રામ્યમાં ૧ સાથે ૧૦, ગીર સોમનાથ-મોરબી-નવસારી-વલસાડમાં ૬, પાટણમાં ૫, દાહોદ-મહીસાગરમાં ૪, છોટા ઉદેપુર-નર્મદામાં ૩, બોટાદ-જુનાગઢ-પોરબંદર-સુરેન્દ્રનગરમાં ૧ કેસનો સમાવેશ થાય છે.

ડાંગ, દેવભૂમિ દ્વારકા એવા જિલ્લા છે જ્યાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. છેલ્લા ૨૪ કલાકમાં વડોદરામાંથી ૪, ભાવનગરમાંથી ૩, અમદાવાદ-સુરત-પંચમહાલ-મોરબી-મહીસાગર-જામનગર-વલસાડમાંથી ૧-૧ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મરણાંક હવે ૧૦૮૨૨ છે. રાજ્યમાં હાલ ૧૨૬૬૭ એક્ટિવ કેસ છે. ૬ જાન્યુઆરી એટલે કે ૩૯ દિવસ બાદ રાજ્યમાં એક્ટિવ કેસનો આંક ૧૫ હજારથી નીચે નોંધાયો છે.

૭ ફેબુ્રઆરીએ રાજ્યમાં ૩૮૬૪૪ એક્ટિવ કેસ હતા. આમ, ૭ દિવસમાં એક્ટિવ કેસમાં ૬૦%નો ઘટાડો થયો છે. હાલમાં ૮૪ દર્દીઓ વેન્ટિલેટર પર છ.ે  છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૫૭૦ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૧૧,૯૨,૮૪૧ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર વધીને હવે ૯૮.૦૭% છે.

 

ગુજરાતમાં છેલ્લા બે સપ્તાહમાં કોરોનાની બદલાયેલી સ્થિતિ

કેસ         ૩૧ જાન્યુઆરી ૧૪ ફેબુ્રઆરી

નવા           ૬,૬૭૯         ૧,૦૪૦

મૃત્યુ              ૩૫            ૧૪

એક્ટિવ        ૮૩,૭૯૩       ૧૨,૬૬૭

રીક્વરી રેટ     ૯૧.૮૮%       ૯૮.૦૭%