બાપુનગરમાં રૂ. ૭.૫૦ લાખની રોકડ સહિત રૂ.૧૭ લાખની મત્તાની ચોરી

ખોડીયાર એસ્ટેટ આવેલી હીટરની ફેક્ટરીની ઘટના

ચોક્કસ જાણભેદુ વ્યક્તિ દ્વારા ચોરી કરવામાં આવી હોવાની શક્યતાને આધારે પોલીસે તપાસ શરૂ કરીઃ

અમદાવાદ

બાપુનગર ખોડીયાર એસ્ટેટમાં આવેલા વોટર હીટરના કારખાનામાં મંગળવારે કોઇ તસ્કરોએ ત્રાટકીને ૭.૫૦ લાખની રોકડ અને સોનાના દાગીના તેમજ ચાંદીના લગડી સહિત રૂપિયા ૧૭ લાખની મત્તાની ચોરી કર્યાની ફરિયાદ બાપુનગર પોલીસ મથકે નોંધવામાં આવી છે. ફેક્ટરીમાં દાગીના અને રોકડની ચોરીની ઘટનામાં કોઇ જાણભેદુ વ્યક્તિની સંડોવણી હોવાની શક્યતાને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.બાપુનગરમાં હર્ષદ કોલોનીમાં રહેતા  મહિપતભાઇ પટેલ બાપુનગર ખોડીયાર એસ્ટેટ ખાતે વિજય હીટ  ઇન્ડ્સ્ટ્રીઝ નામનું કારખાનું ધરાવે છે. જેમાં તે ઇલેકટ્ીક હીટર બનાવે છે.  મંગળવારે સાંજે તે નિત્યક્રમ મુજબ તે ફેક્ટરી બંધ કરીને ઘરે ગયા હતા. બુધવારે સવારે તેમને ફોન આવ્યો હતો કે તેમના કારખાનાના તાળા તુટેલા છે અને તેમાં સામાન વેરવિખેર છે. જેથી જઇને તપાસ કરતા સામાન ખરીદી કરવા માટે છ લાખ અને વકરાના દોઢ લાખની રોકડ મળીને સાડા સાત લાખની રોકડ ગાયબ હતી. આ ઉપરાંત, તેમના પરિવારના સોનાના દાગીના અને સોનાની લગડી પણ ડેઅરમાંથી ચોરી થઇ ચુકી હતી. આમ, કુલ ૧૭ લાખની મત્તાની ચોરી થઇ હતી. જે અંગે બાપુનગર પોલીસે ચોરીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.  જો કે ફેક્ટરીમાં રોકડ અને સોનાના દાગીના હોવાનું જાણભેદુ વ્યક્તિને ખ્યાલ હોય અને તેણે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

 દાણીલીમડામાં આવેલી ટેક્ષટાઇલ મીલમાંથી રોકડની ચોરી

સેટેલાઇટ આનંદનગર રોડ પર આવેલા આશના એપાર્ટમેન્ટમાં રહેતા  આકાશ અમીન દાણીલીમડા કાશીરામ મીલ કંપાઉન્ડમાં આવેલા શંભુ ટેક્ષટાઇલ મીલમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમણે ફરિયાદ નોંધાવી છે કે મંગળવારે રાતના સમય દરમિયાન કોઇ વ્યક્તિ ઓફિસમાંથી રૂપિયા ૬૧ હજારની રોકડની ચોરી કરી ગયું હતું.

 માતાના શ્રાદ્ધ માટે ઉછીના લીધેલા એક લાખની રોકડની ચોરી

નરોડા હંસપુરા સાઇ શરણમ ફ્લેટમાં રહેતા  ભાવિન પટેલના માતાનું શ્રાદ્ધ હોવાને કારણે તેમણે તેના મિત્ર પાસેથી મંગળવારે સાંજે એક લાખ રૂપિયા ઉછીના લીધા હતા. જે સ્કૂટરની ડેકીમાં મુકીને તેમના ઘર પાસે આવેલી શોંપીગ સેન્ટરની હેર સલૂનમાં વાળ કપાવવા માટે ગયા હતા. અડધા કલાક બાદ તે પરત આવ્યા ત્યારે જોયુ તો સ્કૂટરની ડેકી તુટેલી હતી અને તેમાંથી એક લાખ રૂપિયા ગાયબ હતા. જે અંગે તેમણે નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

City News

Sports

RECENT NEWS